• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Economy »Banking» RBI Governor Urjit Patel Sees V Shape Recovery In GDP Growth Of Country

ભારતના GDP ગ્રોથમાં ઝડપથી આવશે સુધારો, દેશના હિતમાં રહ્યું ઓપન ટ્રેડઃ ઉર્જિત

નવી દિલ્હીઃઆરબીઆઇ ગવર્નર ઉર્જિત પટેલે જણાવ્યું છે કે નોટબંધી પછી ભારતની આર્થિક વૃદ્ધિમાં `શાર્પ વી' રીકવરી આવશે. તેમનું કહેવું છે કે ઓપન ટ્રેડ ભારત માટે ફાયદાકારક સાબિત થયું છે. ઉલ્લેખનીય છે કે શાર્પ વી રીકવરીમાં ઇકોનોમીમાં ઝડપી ઘટાડા પછી એટલી જ ઝડપથી સુધારો આવે છે. આરબીઆઇએ ઇકોનોમિક ગ્રોથનું અનુમાન ઘટાડ્યું...
 
- ઉર્જિત પટેલે એક ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે, `લગભગ દરેક વ્યક્તિ એ વાત સાથે સહમત છે કે ઇકોનોમીમાં તેજી (શાર્પ વી) જોવા મળી રહી છે. જોકે, થોડા સમય માટે ગ્રોથમાં ઘટાડો આવશે.'
- તેમણે એવું પણ જણાવ્યું કે, `રીમોનેટાઇઝેશન ઝડપથી થઇ રહ્યું છે અને તે પ્લાનનો હિસ્સો હતો.'
- રિઝર્વ બેન્કે ગયા સપ્તાહમાં નાણાકીય વર્ષ 2016-17 માટે આર્થિક વૃદ્ધિનો અંદાજ 6.9 ટકા આપ્યો હતો, જે અગાઉ 7.1 ટકા હતો.
- જોકે, આરબીઆઇએ 2017-18માં આર્થિક વૃદ્ધિ 7.4 ટકા રહેવાની આશા વ્યક્ત કરી છે.
 
`9 ટકાનો ગ્રોથ ક્યારે હાંસલ થશે તે કહેવું મુશ્કેલ'

- ભારત ક્યારે 9 ટકાનો જીડીપી ગ્રોથ હાંસલ કરી શકશે તેવા સવાલના જવાબમાં પટેલે જણાવ્યું કે, `સતત ગ્રોથ રેટનું અનુમાન કરવું મુશ્કેલ છે. ઊંચો વૃદ્ધિ દર ત્યારે શક્ય છે કે જ્યારે ફંડામેન્ટલ રીફોર્મ્સ ખાસ કરીને લેન્ડ એન્ડ લેબરના ક્ષેત્રમાં થાય.'
- `7.5 ટકાથી વધારે આર્થિક ગ્રોથ ક્યાં સુધીમાં હાંસલ થઇ શકશે તે જણાવવું મુશ્કેલ છે. પરંતુ હકીકત એ છે કે હડુ કેટલાકી બાબતો પર હાલ જે વેગ છે તેમાં તેજી લાવવી પડશે. મારું માનવું છે કે 7.5 ટકા ગ્રોથ રેટનો નિરાશાજનક ન કરી શકાય.'
- ઉલ્લેખનીય છે કે પટેલની અધ્યક્ષતા હેઠળની છ સભ્યોની મોનેટરી પોલિસી કમિટીએ ગયા સપ્તાહમાં કરેલા રીવ્યુમાં વ્યાજ દરોને 6.25 ટકા પર યથાવત રાખ્યા હતા.
- `સારી રીત તો એ છે કે સેન્ટ્રલ બેન્ક ટકાઉ હોવાના આધાર પર ગ્રોથને સપોર્ટ કરી શકે છે. અમે એ કરી શકીએ છીએ કે ફુગાવો નીચો રહે અને સ્થિરતા જળવાઇ રહે. કેટલાક દેશોમાં ફુગાવો વધારો હોવા છકાં ગ્રોથ જળવાઇ રહે છે. પરંતુ આપણે એવું સંભાળીને કરવું પડશે.'
 
ટ્રમ્પના પ્રોટેક્શનિઝમ પર વ્યક્ત કરી ચિંતા

- રિઝર્વ બેન્કના ગવર્નર ઉર્જિત પટેલે ટ્રમ્પ ગદ્વારા અમેરિકાના પ્રોટેક્શનિઝમ પર ચિંતા વ્યક્ત કરી છે.
- પટેલે જણાવ્યું કે, `મારું એવું માનવું છે કેઆ દુનિયા માટે ચિંતાની વાત છે. હું માનું છું કે ફાઇનાન્શિયલ વોલેટિલિટીની બાબતમાં ઇમર્જિંગ માર્કેટ્સ માટે આ ચિંતાજનક છે.'
- `હું નથી માનતો કે દરેક વ્યક્તિને તેનાથી સેફગાર્ડ મળશે.'
 
આગળની સ્લાઇડમાં વાંચો,ઊર્જિત પટેલે કહ્યું - અમારા જેવા લોકોને બને તેટલા જલદી જાડી ચામડીના બનવું પડે છે...
(Banking Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Economy Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: RBI governor Urjit Patel sees v shape recovery in GDP growth of country
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.