• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Economy »Banking» Proved Your PAN Detail To Bank Account Before 28 February If You Have Yet To Give

28 ફેબ. સુધીમાં બેન્ક-પોસ્ટમાં આપવી પડશે આ વિગતો, નિર્દેશ અપાયાં

28 ફેબ. સુધીમાં બેન્ક-પોસ્ટમાં આપવી પડશે આ વિગતો, નિર્દેશ અપાયાં
નવી દિલ્હીઃ જો તમારું સેવિંગ એકાઉન્ટ બેન્ક કે પોસ્ટ ઓફિસમાં હોય અને તમે પાન નંબરની ડિટેલ અથવા ફોર્મ 60 જમા નથી કરાવ્યા તો તમારે 28 ફેબ્રુઆરી સુધી આ વિગતો જરૂર આપી દેવી જોઇએ. સરકારે આ અનિવાર્ય બનાવ્યું છે. સરકારના આ નિર્ણયને નોટબંધીના પગલા પછી કાળા નાણાંને પકડવાની દિશામાં એક મહત્ત્વના પગલા તરીકે જોવામાં આવી રહ્યું છે.
 
9 નવેમ્બર પહેલાની એકાઉન્ટની ડિટેલ પણ માગી

નાણા મંત્રાલય તરફથી ઇશ્યુ કરાયેલા નોટિફિકેશન અનુસાર, નાણા મંત્રાલયે બેન્કો અને પોસ્ટ ઓફિસ પાસેથી એવા એકાઉન્ટ્સમાં 1 એપ્રિલ 2016થી 9 નવેમ્બર 2016 વચ્ચે જમા થયેલી રકમની વિગતો આપવા પણ જણાવ્યું છે કે જેમાં ચોક્કસ મર્યાદાથી વધારે રકમ જમા થઇ હોય. કરન્ટ એકાઉન્ટ હોલ્ડર્સ એટલે કે વ્યાવસાયિકો માટે આ મર્યાદા રૂ.12.5 લાખથી અધિક છે.
 
2.5 લાખ રૂપિયાથી વધારે જમા પર ચેક થશે જૂનો રેકોર્ડ
 
સામાન્ય લોકો માટે આ મર્યાદા રૂ.2.5 લાખ કે તેનાથી વધુ છે. જો નોટબંધી પછી એટલે કે 9 નવેમ્બરથી 30 ડિસેમ્બર વચ્ચે તમે કોઇ એકાઉન્ટ અથવા અનેક એકાઉન્ટ્સમાં રૂ.2.5 લાખ કે તેનાથી વધારે રકમ જમા કરાવી હશે તો સરકાર એવા એકાઉન્ટમાં 9 નવેમ્બરની પહેલા થયેલા ટ્રાન્ઝેક્શનની પણ તપાસ કરશે.
 
કરન્ટ એકાઉન્ટમાં 12.5 લાખ રૂપિયાથી વધુ જમા પર ચેક થશે જૂનો રેકોર્ડ
 
કોઇ બિઝનેસમેને પોતાના એક કરન્ટ એકાઉન્ટમાં અથવા અનેક એકાઉન્ટમાં 9 નવેમ્બરથી 30 ડિસેમ્બર વચ્ચે 12.5 લાખ રૂપિયાથી વધારે રકમ જમા કરાવી હશે તો તેના એકાઉન્ટમાં 9 નવેમ્બર પહેલાના ટ્રાન્ઝેક્શનની પણ ચકાસણી થશે.
 
(Banking Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Economy Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: proved your PAN detail to bank account before 28 February if you have yet to give
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.