• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Economy »Banking» New Banking Ordinance Will Give Rbi And Banks To Better One Time Settlement Power

સેટલમેન્ટ માટે માલ્યા સાથે ફરીથી થઈ શકે છે વાત, ઓર્ડિનન્સથી RBIને મળ્યો પાવર

નવી દિલ્હીઃ વિજય માલ્યાનું દેવુ વસુલવા માટે બેન્કો ફરીથી પ્રોસેસ શરૂ કરી શકે છે. આ અંતર્ગત માલ્યાએ ચુકવવાના બાકી નીકળતા 9000 કરોડ રૂપિયાની વસુલાત માટે રીનોગેશિઅનનો રસ્તો અપનાવવામાં આવી શકે છે. સરકાર દ્વારા લાવવામાં આવેલા નવા બેન્કિંગ ઓર્ડિનન્સમાં આરબીઆઈને એવો પાવર મળ્યો છે કે તે બેન્કોની સાથે મળીને દેવાની વસુલાત સરળતાથી કરી શકે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ અંગે બેન્કોનું જોઈન્ટ લેન્ડર ફોરમ ઝડપથી મિટિંગ કરી શકે છે.આરબીઆઈ બેન્કો સાથે ડાયરેકટ ડિલ કરશે...
 
બેન્કિંગ ઈન્ડસ્ટ્રીના જણાવ્યા પ્રમાણે, ઓર્ડિનન્સમાં આરબીઆઈને તે પાવર છે કે તે બેન્કો પાસેથી ડાયરેકટ ડીલ કરીને લોનની રીકવરી કરાવે. આરબીઆઈ તેમાં કમિટી પણ બનાવી શકે છે. તેના દ્વારા બેન્કને લોન હેરકટનો પાવર મળી ગયો. માલ્યાના મામલામાં બેન્ક 9000 કરોડ રૂપિયાના દેવાની વસુલાત માટે રિનેગોશિએશન કરી શકે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ અંગે ઝડપથી જોઈન્ટ વેન્ચર ફોરમની મિટિંગ બોલાવવામાં આવી શકે છે. તેના આધાર પર આગળ એકશન લેવામાં આવશે. માલ્યાએ 6868 કરોડ પરત કરવાની વાત કરી હતી. માર્ચમાં માલ્યાએ 9000 કરોડ રૂપિયાના કુલ ચુકવવાના બાકી નીકળતી રકમમાંથી 6868 કરોડ રૂપિયા બેન્કને પરત કરવાની વાત કરી હતી. તેના માટે તેણે વન ટાઈમ સેટલમેન્ટની વાત કરી હતી. બેન્કે આ ઓફરને ફગાવી દીધી હતી.
 
બેન્કોએ શા માટે ઠુકરાવી ઓફર
 
માલ્યાએ બેન્કોને વન ટાઈમ સેટલમેન્ટ ઓફર કરી છે. અગાઉ તેમણે 4000 કરોડ રૂપિયાના સેટલમેન્ટની ઓફર આપી હતી. જેને બેન્કોએ ફગાવી દીધી હતી. બીજી વાર 6868 કરોડ રૂપિયાની ઓફર હતી. તેને પણ બેન્કોએ ઠુકરાવી દીધી હતી. તે અગાઉથી સખ્ત નિયમ અને વધુ રિકવરીની આશાથી આમ કરી રહ્યાં હતા.
 
સરકારી બેન્ક કેમ હાથ ખેચે છે ?
 
એસબીઆઈના એક પૂર્વ બેન્કરના જણાવ્યા પ્રમાણે, માલ્યાના મામલામાં આઈડીબીઆઈના પૂર્વ સીએમડીની ધરપકડ થઈ ચુકી છે. એવામાં બેન્ક કોઈ પણ પ્રકારના સેટસમેન્ટથી બચી રહી છે. તેમના જણાવ્યા પ્રમાણે, બેન્કોને એ બાબતનો ડર રહે છે કે જો તે આપવામાં આવેલા રકમ કરતા ઓછામાં સેટલમેન્ટ કરે તો, તેમની પર સવાલ ઉઠી શકે છે. સાથે જ તપાસનો પણ ડર રહે છે.
 
આગળની સ્લાઈડમાં વાંચો, હવે કેમ બની શકે છે વાત...
(Banking Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Economy Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: New Banking Ordinance Will Give Rbi And Banks To Better One Time Settlement Power
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.