• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Economy »Banking» Kant Says Every Indian Will Be Doing His Transaction Just By Using His Thumb In 30 Seconds

2020 સુધી નકામા થઈ જશે કાર્ડસ, ATM અને POS મશીનોઃ નીતી આયોગ

2020 સુધી નકામા થઈ જશે કાર્ડસ, ATM અને POS મશીનોઃ નીતી આયોગ
નવી દિલ્હી: કેન્દ્ર હાલ ડિજિટલ ટ્રાન્ઝેકશનને પ્રોત્સાહન આપી રહ્યું છે. એવામાં નીતી આયોગે કહ્યું છે કે વર્ષ 2020 સુધીમાં દેશમાં ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, એટીએમ અને પીઓએસ મશીનની જરૂરિયાતો પુરી થઈ જશે. આવનારા વર્ષોમાં કોઈ પણ પ્રકારની લેણદેણ માટે માત્ર અગૂઠાનો ઉપયોગ થશે. ભારત ફેરફારના સમયમાંથી પસાર થઈ રહ્યો છે....
 
- પ્રવાસી ભારતીય દિવસ 2017ના એક સેશન દરમિયાન નીતી આયોગના સીઈઓ અમિતાભ કાંતે કહ્યું છે કે ફાઈનાન્શિયલ ટેકનોલોજી અને સોશિયલ ઈનોવેશન બંને મામલાઓમાં ભારત ખુબ જ બદલાવના ગાળામાંથી પસાર થઈ રહ્યું છે. 
- કાંતે કહ્યું કે આ સોશિયલ ઈનોવેશનના કારણે ભારત એક લાંબી છલાગ લગાવશે. મારું માનવું છે કે વર્ષ 2020 સુધી દેશમાં તમામ ડેબિટ કાર્ડસ, ક્રેડિટ કાર્ડસ, એટીએમ મશીનો અને પીઓએસ મશીનો સંપૂર્ણ રીતે બંધ થઈ જશે.
 
30 સેકન્ડમાં થઈ જશે ટ્રાન્ઝેકશન
 
- અમિતાભ કાંતે કહ્યું છે કે, ભારતમાં આ તમામ ચીજોની જરૂરિયાત નહી રહે. ભારતીય માત્ર 30 સેકન્ડની અંદર પોતાના અંગૂઠાના ઉપયોગથી ટ્રાન્ઝેકશન કરી રહ્યાં હશે.
- તેમણે કહ્યું કે હાલ અમે જે ચીજોને આગળ વધારી રહ્યાં છે તે ડિજિટલ પેમેન્ટ છે. તેના કારણે ઈનોવેશનની રીતોમાં પણ ખુબ જ ફેરફાર આવશે.
 
યુવા જ બની જશે દેશની 10 લાખ કરોડ ડોલરની ઈકોનોમિ
 
- અમિતાભ કાન્તે કહ્યું કે, બે લાખ કરોડ ડોલર તો ફોર્મલ ઈકોનોમી છે અને એક લાખ કરોડ ડોલર ઈન્ફોર્મલ ઈકોનોમિ છે. આ રીતે ભારત 10 હજાર કરોડ ડોલર વાળી ઈકોનોમિ બની શકે છે. એવામાં ભારત માટે ગ્રો કરવું શકય નથી.    
-  તેમણે કહ્યું કે ગ્રોથ માટે જરૂરી છે કે નોન-ફોર્મલ ઈકોનોમિને ફોર્મલ ઈકોનોમીમાં બદલવી પડશે.
 
ભારત માટે 10 ટકાની ઝડપથી ગ્રોથ કરવો છે પડકાર
 
- કાંતે કહ્યું કે દેશ હાલના સમયમાં 7.6 ટકાના દરથી આગળ વધી રહ્યો છે.
- તેમણે વધુમાં કહ્યું કે, ભારત માટે પડકાર છે કે તેને ત્રણ દશકા અને તેના કરતા વધુ સમય માટે 9થી 10 ટકાની ઝડપથી આગળ વધવાનું છે.

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.