• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Economy »Banking» However In Value Terms Frauds Involving Rs 2236 Crore Were Reported In SBI

બેન્ક ફ્રોડમાં ICICI ટોપ પર, SBI બીજા નંબર પરઃ RBI

બેન્ક ફ્રોડમાં ICICI ટોપ પર, SBI બીજા નંબર પરઃ RBI
નવી દિલ્હીઃ બેન્કોમાં થનારા ફ્રોડમાં આઈસીઆઈસીઆઈ બેન્ક ટોપ પર રહી છે. એપ્રિલથી ડિસેમ્બરની વચ્ચે બેન્કોમાં થયેલા ફ્રોડના મામલામાં ભારતીય સ્ટેટ બેન્ક બીજા નંબર પર રહી છે. આ જાણકારી ભારતીય રિઝર્વ બેન્કે તેના રિપોર્ટમાં આપી છે.
 
બેન્કોમાં થયા અસંખ્ય ફ્રોડ
 
ચાલું નાણાંકીય વર્ષની શરૂઆતમાં આઈસીઆઈસીઆઈ બેન્કમાં ફ્રોડના 455 કેસ થયા. આ તમામ કેસ 1 લાખ રૂપિયાની ઉપરના હતા. આ લિસ્ટમાં બીજા નંબર પર એસબીઆઈ રહી છે. જયાં 429 કેસ થયા. બાદમાં સ્ટાન્ડર્ડ ચાર્ટડ બેન્કમાં આવા 244 કેસો થયા છે, જયારે એચડીએફસી બેન્કમાં 237 કેસો નોંધાયા છે. અન્ય બેન્કોમાં એક્સિસ બેન્કમાં 189, બેન્ક ઓફ બરોડામાં 176, સિટી બેન્કમાં 150 મામલાઓ થયા. આ તમામ મામલાઓ 1 લાખ રૂપિયાની ઉપરના હતા.
 
ફ્રોડમાં સામેલ રૂપિયાના મામલામાં એસબીઆઈ આગળ
 
જયાં નંબરના મામલામાં આઈસીઆઈસીઆઈ બેન્ક આગળ રહી, જયારે ફ્રોડમાં સામેલ રૂપિયાના મામલામાં એસબીઆઈ આગળ રહી. ચાલું નાણાંકીય વર્ષના શરૂઆતના 9 મહિનામાં એસબીઆઈમાં થયેલા મામલાઓ 2,236.81 કરોડ રૂપિયાના હતા. બાદમાં પીએનબીનો નંબર રહ્યો હતો. આ બેન્કમાં 2,250.34 કરોડ રૂપિયાના ફ્રોડના મામલાઓ પ્રકાશમાં આવ્યા હતા. એક્સિસ બેન્કમાં 1,998.49 કરોડ રૂપિયાના ફ્રોડના મામલા પ્રકાશમાં આવ્યા.
 
બેન્ક કર્મચારીઓ પણ ફ્રોડમાં સામેલ રહ્યાં
 
રિઝર્વ બેન્ક તરફથી નાણાં મંત્રાલયને આપવામાં આવેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે, બેન્કમાં થયેલા આ મામલામાં ઘણાં બેન્કના કર્મચારીઓ પણ સામેલ હોવાનું પ્રકાશમાં આવ્યું છે. તેમાં એસબીઆઈના 34 કર્મચારીઓ સંડોવાયેલા હોવાનું પ્રકાશમાં આવ્યું. જયારે એચડીએફસીના 49 કર્મચારી ફ્રોડના મામલામાં સંડોવાયેલા હોવાનું બહાર આવ્યું. જયારે એક્સિસ બેન્કના 35 કર્મચારી સડોવાયેલા હોવાનું પ્રકાશમાં આવ્યું. ટોટલ 450 કર્મચારીઓ આ ફ્રોડમાં સંડોવાયેલા હોવાનું પ્રકાશમાં આવ્યું છે.
(Banking Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Economy Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: However In Value Terms Frauds Involving Rs 2236 Crore Were Reported In SBI
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.