• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Do You Know »Banking »Facts» Know How Indian Currency Notes Changed From British Era To PM Modi Regime

અંગ્રેજ શાસનથી મોદી રાજ સુધી, જાણો કેટલી બદલાઈ ભારતીય નોટ

નવી દિલ્હીઃ પીએમ મોદી દ્વારા 500 અને 1000 રૂપિયાની નોટો તાત્કાલિક બંધ કરવાની જાહેરાત બાદ સમગ્ર દેશમાં ચર્ચાઓનું બજાર ગરમ છે. સરકારે તેના બદલે પ્રથમવાર 2000ની નોટ અને 500 રૂપિયાની નવી નોટ બહાર પાડવાની જાહેરાત કરી છે. આ પહેલાં મોરારજી દેસાઈ સરકાર દ્વારા પણ આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
 
મોદી સરકાર પહેલાંથી જ આવી નોટો બંધ કરવાનો નિર્ણય કરી ચૂકી છે. સિક્યુરિટી અને અન્ય કારણોસર પહેલા પણ નોટ બદલવામાં આવી છે. જોકે આઝાદી પહેલા અને તે બાદ અત્યાર સુધી નોટના આકારને લઈને તેને બહાર પાડતી સંસ્થા અને સરકાર બદલાતી રહી છે. આવો જાણીએ અંગ્રેજોના કાળથી લઈને પીએમ મોદીના શાસન સુધી ભારતીય નોટોમાં કેટલો ફેરફાર થયો.
 
બેંક ઓફ હિન્દુસ્તાને બહાર પાડી ભારતની પ્રથમ નોટ
 
- ભારતની પ્રથમ નોટ બેંક ઓફ હિન્દુસ્તાને 1770માં બહાર પાડી. આ નોટ 10 રૂપિયાથી 10 હજારની કિંમતની હતી.
- અંગ્રેજો પહેલાં દેસી રજવાડાઓ વતી અલગ-અલગ પ્રકારની નોટ બહાર પાડવામાં આવતી હતી.
- આ બેંક બેંગાલ પ્રેસીડેન્સી અંતર્ગત કામ કરતી પ્રાઈવેટ બેંક હતી. આ ઉપરાંત મુંબઈ પ્રેસીડેન્સી વતી પણ નોટ જાહેર કરાઈ હતી.
 
દેશી રજવાડા પણ બહાર પાડતા હતા નોટ
 
 - અંગ્રેજો પહેલા અનેક રજવાડા દ્વારા નોટ બહાર પાડવામાં આવતી હતી. તેમાં હૈદરાબાદનું નામ અગ્રેસર હતું.
- આ ઉપરાંત ગોવામાં પોર્ટુગલ સરકાર વખતે પણ નોટ ચલણમાં હતી. પોંડિચેરીમાં ફ્રાન્સ સરકાર નોટ ઈસ્યુ કરતી હતી. જોકે આઝાદી બાદ આ તમામ વિસ્તારો ભારતમાં ભળી ગયા અને ભારતીય રૂપિયો અસ્તિત્વમાં આવ્યો. જે આજે પણ શરૂ છે.
 
સમય સાથે બદલાતી ગઈ નોટો પર તસવીરો
 
- બદલાતા સમયની સાથે નોટો પર તસવીરો પર બદલાતી ગઈ.
- અંગ્રેજોના સમયમાં આ નોટો પર જોર્જ પંચમ અને ક્વીન વિક્ટોરિયાની તસવીરો છપાતી હતી. આઝાદી બાદ આ નોટો પર મહાત્મા ગાંધીથી લઈ અશોક સ્તંભની તસવીરો છપાવા લાગી.
- મોદી સરકાર દ્વારા જાહેર કરવામાં આવનારી 2000 અને 500 રૂપિયાની નોટમાં નેનો ચિપ લાગેલી હશે. ઉપરાંત તેનો રંગ પણ અલગ પ્રકારનો હશે.
 
 
 આગળની સ્લાઈડ્સમાં જાણો, નોટ્સના ફેક્ટ..
(Banking Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Do You Know Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Know how indian currency notes changed from british era to PM modi Regime
(Read News in Gujarati from Divya Bhaskar)
Related Articles
સાઇઝમાં પહેલાં કરતાં નાની હશે 500 રૂપિયાની નવી નોટ, જોવા મળશે 8 મોટા ફેરફાર
દરેક વાત જે તમારે નવી નોટ વિશે જાણવી જરૂરી છે, RBIએ જણાવ્યા 17 ફીચર્સ
Photos: 2000ની નવી નોટ પાછળ હશે મંગળયાનનો ફોટો, 500ની નોટમાં સ્મારક

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.