• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Economy »Banking» Gujarat High Court Dismissed Plea Of Essar Steel Against RBI On Bad Loan

બેડ લોન સામે એસ્સાર સ્ટીલની અરજીને ગુજરાત હાઇકોર્ટે રદ કરી, બેન્કોને રાહત

અમદાવાદઃગુજરાત હાઉકોર્ટે એસ્સાર સ્ટીલની રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ) સામે બેડ લોનને લગતી એક અરજીને સોમવારે ખારિજ કરી દીધી છે. હાઇકોર્ટનું આ પગલું કંપનીઓની બેડ લોન સામે સરકારના કડક વલણને મોટું બળ પૂરું પાડી શકે છે.
 
આરબીઆઇએ એસ્સાર સ્ટીલ અને અન્ય 11 કંપનીઓ સામે દરેકની બાકી નિકળતી રૂ.5,000 કરોડની લોન સામે ઇન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી કોડ હેઠળ બેન્કોને પગલાં લેવા 13 જૂનના રોજ એક સરક્યુલર મોકલ્યો હતો. આ સરક્યુલર સામે એસ્સાર સ્ટીલ અરજી કરી હતી. તેના પર કોર્ટે 14 જુલાઇએ ચુકાદો રીઝર્વ રાખ્યો હતો.
 
- એસ્સાર સ્ટીલ એવી દલીલ સાથે હાઇકોર્ટમાં ગઇ હતી કે આ ઓર્ડર અયોગ્ય છે, કેમકે કંપની લોન રીસ્ટ્રક્ચરિંગના પ્રગિતના તબક્કામાં છે.
- કંપનીએ હાઇકોર્ટને એવી વિનંતી કરી હતી કે તેની સાથે અન્ય 11 એકાઉન્ટ્સ (કંપનીઓ) જેવો વ્યવહાર નહિ કરવો જોઇએ, જે હવે બંધ થઇ ચૂકી છે. જ્યારે એસ્સાર સ્ટીલ સારું પ્રદર્શન કરી રહી છે અને તેનું વાર્ષિક ટર્નઓવર 20,000 કરોડ રૂપિયા છે.
(Banking Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Economy Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Gujarat High Court dismissed plea of Essar Steel against RBI on bad loan
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.