• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Economy »Banking» Govt Prepaired Roadmap For Meger Of Some PSU Banks After SBI, Also Identifies 10 Banks

10 સરકારી બેન્કોના મર્જરની તૈયારી, PNBમા મર્જ થઈ શકે છે અલ્હાબાદ બેન્ક

નવી દિલ્હીઃભારતીય સ્ટેટ બેન્ક(એસબીઆઈ)માં 6 બેન્કોના મર્જર બાદ સરકાર ઘણી પીએસયુ બેન્કોને મર્જ કરવા જઈ રહી છે. ફાઈનાન્સ મિનિસ્ટ્રીના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ માટે 4 મોટી અને 6 નાની બેન્કોની પસંદગી કરવામાં આવી છે. પ્રથમ મર્જર પીએનબીમાં અલ્હાબાદ બેન્કનું 31 જુલાઈ સુધીમાં થઈ શકે છે. આ બેન્કોની થઈ પસંદગી...
 
ફાઈનાન્સ મિનિસ્ટ્રીના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, જે 6 નાની બેન્કોની પસંદગી થઈ છે તેમાં યુનાઈડેટ બેન્ક, યુકો બેન્ક અને યુનિયન બેન્ક પણ સામેલ છે. તેમને કોઈ મોટી બેન્કમાં મર્જ કરવામાં આવી શકે છે. મોટી બેન્કોમાં પીએનબી, બેન્ક ઓફ બરોડા અને કેનેરા બેન્કનું નામ સામેલ છે, જેમાં નાની બેન્કોને મર્જ કરવાની યોજના છે.
 
બેન્ક શેર 3.40 ટકા સુધી ચઢયા
 
બેન્કોના મર્જરના સામાચારો બાદ બુધવારના કારોબારમાં બેન્ક શેરોમાં ખરીદી વધી ગઈ અને શેરો પણ ખાસ વધી ગયા છે. બુધવારના કારોબારમાં બપોરે 2.45એ આઈડીબીઆઈ 3.40 ટકા, સિન્ડીકેટ બેન્ક 3.17 ટકા, અલ્હાબાગ બેન્ક 2.98 ટકા, આંધ્રા બેન્ક 1.98  ટકા, બેન્ક ઓફ બરોડા 197 ટકા, પીએનબી 1.61 ટકા, કેનેરા બેન્ક 1.46 ટકા, યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયા 1.16 ટકા, ઓરિએન્ટલ બેન્ક ઓફ કોમર્સ 0.94 ટકા, બેન્ક ઓફ ઈન્ડિયા 0.65 ટકા અને એસબીઆઈમાં 0.56 ટકાનો ઉછાળો જોવા મળ્યો.
 
ગ્લોબલ સાઈઝની બેન્ક તૈયાર કરવાની યોજના
 
સરકારનો પ્લાન છે બેન્કોના મર્જર દ્વારા ગ્લોબલ સાઈઝની 4થી 5 બેન્ક તૈયાર કરવામાં આવે. ઉલ્લેખનીય છે કે એસબીઆઈમાં તેની 5 સહયોગી બેન્કો અને ભારતીય મહિલા બેન્કનું મર્જર થયા બાદ તે બેન્ક વિશ્વની 50 સૌથી મોટી બેન્કોમાં સામેલ થઈ ગઈ છે. ફાઈનાન્સ મિનિસ્ટ્રીના જણાવ્યા પ્રમાણે, આ ફાઈનાન્શિયલ વર્ષના અંત સુધીમાં આ પ્રપોઝલ્સને મંજરી મળી શકે છે. ફાઈનાન્સ મિનિસ્ટર અરૂણ જેટલી પણ ઘણાં પ્રસગે કહી ચુકયા છે કે ભારતને ગ્લોબલ લેવલની 5થી 6 બેન્કોની જરૂરિયાત છે. તેના કન્સોલિડેશનને લઈને યોગ્ય સમયે નિર્ણય કરવામાં આવશે.
 
NPAને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે મર્જર
 
એક સિનિયર ઓફિસરે જણાવ્યું છે કે મિનિસ્ટ્રી વધુ લોકો સુધી પહોંચી શકાય તે માટે અન્ય સરકારી બેન્કો પર પણ આ મોડલ લાગૂ કરવા અંગે વિચારી રહી છે. તેમનું કહેવું છે કે મર્જર થશે તે વાત ચોક્કસ છે, પરતું આ નિર્ણય કમર્શિયલી પ્રુડેન્ટ પેરામીટરને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે. તે એ વાતને ચકાસવામાં આવશે કે સંબધિત બેન્કોનું મર્જર કોમર્શિયલી ટકી શકશે કે કેમ.
 
બેન્કોની NPAમાં થયો વધારો
 
ફાઈનાન્શિયલ વર્ષ 2016-17માં એપ્રિલથી ડિસેમ્બર દરમિયાન પબ્લિક સેકટર બેન્કોની બેડ લોન 1 લાખ કરોડ રૂપિયાથી વધીને 6.06 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે. તેમાંથી મોટો હિસ્સો પાવર, સ્ટીલ, રોડ ઈન્ફ્રાસ્ટ્રકચર અને ટેકસટાઈલ સેકટરમાં છે.
 
તમામ પક્ષો સાથે ચર્ચા થયા બાદ લેવાશે નિર્ણય
 
એક અધિકારીનું કહેવું છે કે જયારે પણ કન્સોલિડેશન થશે ત્યારે સંબધિત પક્ષોને ધ્યાનમાં રાખવામાં આવશે. તેમાં શેરહોલ્ડર્સ જ નહિ, કર્મચારીઓને પણ સામેલ  કરવામાં આવશે. સરકારનું માનવું છે કે આમ થવાથી તમામને ફાયદો થશે. અધિકારીનું કહેવું છે કે મર્જર સંબધિત ઓથોરિટીઝ અને રેગ્યુલેટર્સ તમામ બાબતો પર વિચાર કરશે. એટલું જ નહિ મર્જરના પ્રપોઝલ્સને સીસીઆઈમાંથી પણ મજૂરી લેવાની રહેશે. આયોગ એ વાત પર વિચાર કરશે કે કન્સોલિડેશન કરનાર નવી બેન્ક માર્કેટમાં મોનોપોલી ધરાવતી બેન્ક તો નહિ બની જાયને.
(Banking Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Economy Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Govt Prepaired Roadmap For Meger Of Some PSU Banks After SBI, Also Identifies 10 Banks
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.