• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Economy »Banking» Essar Steel, Bhushan Steel Among 12 Names In Insovency List Of RBI

12 મોટા ડીફોલ્ટર્સની યાદીમાં એસ્સાર અને ભૂષણ સ્ટીલ, બીજા નામો પણ થશે જાહેર

નવી દિલ્હીઃ  એસ્સાર સ્ટીલ, ભૂષણ સ્ટીલ, એબીજી શીપયાર્ડ, ઇલેક્ટ્રોસ્ટીલ અને આલોક ઇન્ડસ્ટ્રીઝ એવી 12 દેવાદાર કંપનીઓની યાદીમાં સામેલ છે, જેમના નામ આરબીઆઇએ ઇનસોલ્વન્સી પ્રક્રિયા માટે આગળ મૂક્યા છે. આ જાણકારી એક જાહેર ક્ષેત્રના સીનિયર બેન્કરે આપી છે.
 
બેન્કરે જણાવ્યું છે કે આ 12 કેસોમાં ઇનસોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી કોડ (આઇબીસી)માં જણાવેલી પ્રોસેસ પ્રમાણે ઇનસોલ્વન્સીની કાર્યવાહીને આગળ વધારાશે.

સંપર્ક કરતા એસ્સાર સ્ટીલના પ્રવક્તાએ કહ્યું કે અમને ઘટનાની કોઇ માહિતી નથી. બીજી કંપનીઓને મોકલેલી ક્વેરીનો પણ કોઇ જવાબ નથી મળ્યો.
 
આ રીતે થશે કાર્યવાહી

આ કોડમાં રિઝોલ્યુશન માટે સમયમર્યાદા નક્કી કરાઇ છે. બેન્કરે કહ્યું કે કોઇ પણ કેસને સ્વીકારવો કે રિઝેક્ટ કરવો તે માટે 14 દિવસની સમયમર્યાદા અપાઇ છે. બેન્કરે કહ્યું કે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ  (એનસીએલટી) દ્વારા સ્વીકૃત કેસોમાં દેવાદારને ઇનસોલ્વન્સી પ્રેક્શનર નિયુક્ત કરવા માટે 30 દિવસ અપાશે અને સમગ્ર પ્રક્રિયા 180 દિવસમાં પૂરી કરાશે. તેમાં પ્રોજેક્ટના રીવાઇવલ અને અન્ય પ્રમોટરને વેચવા સહિતની શક્યતાઓ પર વિચાર કરાશે.
 
આઇએસી કરશે 12 નામોની જાહેરાત

આ અગાઉ આરબીઆઇના ડેપ્યુટી ગવર્નર એસ એસ મુંદ્રાએ જણાવ્યું કે સ્વતંત્ર બોર્ડ મેમ્બર્સની બહુમતીવાળી ઇન્ટર્નલ એડવાઇઝરી કમિટી યોગ્ય સમયે 12 ડિફોલ્ટર્સના નામ જાહેર કરશે. આ પહેલા સપ્તાહની શરૂઆતમાં આરબીઆઇએ એનપીએની બાબતમાં 12 સ્ટ્રેસ્ડ એકાઉન્ટની ઓળખ કરી છે. તેમાં કુલ એનપીએના 25 ટકાથી વધારે હિસ્સો છે. આરબીઆઇ તરફથી ઇશ્યુ થયેલા નોટિફિકેશન અનુસાર, દરેક ખાતામાં રૂ.5000 કરોડની વધારે લોન છે. આ એકાઉન્ટ્સ પર બેન્કરપ્સી એન્ડ ઇનસોલ્વન્સી કોડ પ્રમાણે કાર્યવાહી થશે.
(Banking Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Economy Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Essar Steel, Bhushan Steel among 12 names in insovency list of RBI
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.