• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Economy »Banking» EMI Can Be Lower If Banks Wishes To Act As They Have Huge Cash Deposits

હજુ પણ ઘટી શકે છે EMI, બેન્કોને વ્યાજ દર ઘટાડ્યા સિવાય નથી છૂટકો

હજુ પણ ઘટી શકે છે EMI, બેન્કોને વ્યાજ દર ઘટાડ્યા સિવાય નથી છૂટકો
નવી દિલ્હીઃ આરબીઆઇએ ભલે મોનેટરી પોલિસીમાં રેપો રેટમાં ઘટાડો નથી કર્યો. તેમ છતાં લોનોના ઇએમઆઇ ઘટવાનો રસ્તો બંધ નથી થયો. આ સંકેત ખુદ આરબીઆઇના ગવર્નર ઉર્જિત પટેલે પોલિસી રજૂ કરતા આપ્યો છે. તેમના જણાવ્યા અનુસાર, `બેન્કો પાસે રેટ કાપનો અવકાશ છે.' ઇકોનોમિસ્ટ અનુસાર, બેન્કિંગ સિસ્ટમમાં હાજર ફેક્ટર રેટ કટ માટે મજબૂર કરી શકે છે.
 
બેન્કો કેમ ઘટાડી શકે છે ઇએમઆઇ
 
ઘટતી ક્રેડિટ ગ્રોથ અને વધેલી ડિપોઝિટ્સને જોતા અગ્રણી બેન્કો હોમલોન, કાર લોન અને પર્સનલ લોન જેવી રીટેલ લોન્સ હજુ પણ સસ્તી કરી શકે છે. એચડીએફસી બેન્કના ચીફ ઇકોનોમિસ્ટ અભિક બરુઆએ મનીભાસ્કર ડોટકોમને જણાવ્યું કે, `નોટબંધી પછી બેન્કો પાસે ઘણી કેશ આવી છે. ક્રેડિટ ગ્રોથ પણ રેકોર્ડ સ્તરે ઘટ્યો છે. તેથી બેન્કો પાસે તક છે કે તેઓ રીટલ લોન સસ્તી કરે જેથી ડિમાન્ડ વધે.'
 
ઇકોનોમિસ્ટ ડી.એચ. પઇ પન્નદિકરના જણાવ્યા અનુસાર, બેન્કોનો ડિપોઝિટ ગ્રોથ 15 ટકાના હાઇ લેવલ પર છે. જ્યારે ક્રેડિટ ગ્રોથ ઘટીને 5 ટકા પર આવી ગયો છે. તેથી બેન્કો સામે રેટ ઘટાડવા સિવાય આરો નથી.
 
બેન્કો પાસે 3-4 લાખ કરોડની એક્સ્ટ્રા કેશ
 
બેન્કર સુનિલ પંતના જણાવ્યા અનુસાર, નોટબંધી પછી બેન્કો પાસે આશરે 15 લાખ કરોડ આવ્યા છે. મારી જાણકારી અનુસાર, બેન્કોનું કરન્ટ આઉટસ્ટેન્ડિંગ આશરે 70 લાખ કરોડ રૂપિયા છે. સાથે તેમની ક્રેડિટ ગ્રોથ જો 5 ટકા અનુસાર જોઇએ તો આશરે 3.5 લાખ કરોડ નવી ડિપોઝિટથી નિકળી ગયા છે. જો બેન્કોથી 50 ટકા ડિપોઝિટ નકળી ગઇ હોય તો તેમની પાસે 3-4 લાખ કેશ બચી હશે. આમ, બેન્કો પાસે એટલી એક્સ્ટ્રા કેશ નિકાળવા માટે દેવું સસ્તું કરવા સિવાય બીજો આરો નથી.
 
નવા ગ્રાહકને વધારે ફાયદો
 
લિક્વિડિટી અને વધતી સ્પર્ધાને જોતા બેન્કો આગામી દિવસોમાં વ્યાજ દર ઘટાડી શક છે. જોકે, આ રીતે નવા ગ્રાહકોને લોભાવવા માટે બેન્ક વધારે પગલા લઇ શકે છે. તે અનુસાર તેઓ એમસીએલઆરમાં તરત ઘટાડો કરી શકે છે. તેનો ફાયદો નવા ગ્રાહકોને જ મળશે. જ્યારે બેન્કો બેઝ રેટમાં કાપ મૂકવામાં સમય લઇ શકે છે. તેના કારણે જૂના ગ્રાહકોને સસ્તી લોન માટે રાહ જોવી પડી શકે છે.
 
(Banking Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Economy Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: EMI can be lower if banks wishes to act as they have huge cash deposits
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.