• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Economy »Banking» Decision On Rate Cut Today, If Repo Rate Cut Happens Home Loan Will Become Cheaper

RBIએ રેપો રેટ યથાવત રાખ્યો પણ SLR ઘટાડ્યો, લોનો સસ્તી થવાની હજુ પણ આશા

નવી દિલ્હીઃ લોન્સ સસ્તી થાય તેની હજુ વધુ રાહ જોવી પડી શકે છે, પરંતુ હજુ આશા રાખી શકાય એમ છે. રિઝર્વ બેન્કની મોનેટરી પોલિસી કમિટીએ રેપો રેટ સહિતના પોલિસી રેટમાં કોઇ ફેરફાર કર્યો નથી. રેપો રેટને કોઇ ફેરફાર કર્યા વિના 6.25 ટકા પર યથાવત રાખવામાં આવ્યો છે. જોકે, સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો (SLR)માં 0.50 ટકાનો કાપ મૂકવામાં આવ્યો છે. તેનાથી બજારમાં લિક્વિડિટી વધશે અને બેન્કો પર લોન સસ્તી કરવાનું દબાણ વધશે. SLRમાં 50 બેસિસ પોઇન્ટનો કાપ...
 
- આરબીઆઇએ તેની દ્વિમાસિક નાણાકીય નીતિની સમીક્ષા માટે મોનેટરી પોલિસી કમિટીની બે દિવસની મીટિંગના અંતે એસએલઆરમાં 50 બેસિસ પોઇન્ટનો ઘટાડો કર્યો છે. નવો એસએલઆર રેટ 24 જૂનથી લાગુ પડશે.
- ઉલ્લેખનીય છે કે એસએલઆરના આધાર પર બેન્કોએ એક ચોક્કસ રકમ રિઝર્વ બેન્ક પાસે રાખવી પડે છે. હવે બેન્કોને રિઝર્વ બેન્ક પાસે ઓછી રકમ જમા કરવાની રહેશે. તેથી બેન્કો પાસે વધુ નાણાં રહેશે.
 
 
કી પોઇન્ટસ

- આરબીઆઇની મોનેટરી પોલિસી કમિટીએ બે દિવસની બેઠકના અંતે પોલિસી રેટ્સને યથાવત રાખ્યા છે.
- રેપો રેટને કોઇ ફેરફાર વિના 6.25 ટકા પર યથાવત રાખ્યો છે.
- રિવર્સ રેપો રેટને પણ 6 ટકા પર સ્થિર રાખવામાં આવ્યો છે.
- જોકે, સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો (એસએલઆર)ને 0.5 ટકા ઘટ્યો છે, જેથી સિસ્ટમમાં લિક્વિડિટી વધશે.
- રિઝર્વ બેન્ક પહેલા એ જોવાનું પસંદ કરશે કે જીએસટી લાગુ થયા પછી મોંઘવારી પર શું અસર થાય છે અને ચોમાસુ કેવું રહે છે. તે પછી જ દરમાં કાપ મૂકવાનો વિચાર કરી શકાય.
 
 
રેટમાં ઘટાડો નહિ કરવાના પક્ષમાં હતા એમપીસીના 5 સભ્યો

એમપીસીના 5 સભ્યો રેટમાં કાપ નહિ મૂકવાના પક્ષમાં હતા. જ્યારે એમપીસીના એક સભ્યે રેટ કટ માટે અભિપ્રાય આપ્યો હતો. એમપીસી હાલની સ્થિતિમાં ઉતાવળે કોઇ નિર્ણય લેવા માગતી ન હતી.
 
જીએસટી અને ચોમાસા પર નજર
 
એમપીસીનો રેટ કટ નહિ કરવાનો નિર્ણય ધારણા મુજબનો છે. આર્થિક નિષ્ણાતોએ જણાવ્યું હતું કે રિઝર્વ બેન્ક જીએસટી લાગુ થવાથી મોંઘવારી પર શું અસર થાય તે જોવાનું પસંદ કરશે. તે ઉપરાંત તેની નજર ચોમાસા પર પણ છે. તેથી રેટમાં કાપ નહિ મૂકીને રિઝર્વ બેન્કે મોંઘવારી વધવા નહિ દેવાના તેના વલણને જાળવી રાખ્યું છે.
 
મોંઘવારી નીચા સ્તરે
 
એપ્રિલ, 2017માં કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (સીપીઆઇ) પર આધારીત રીટેલ ફુગાવો અનેક વર્ષોના નીચા સ્તરે 2.99 ટકા પર રહ્યો છે. એપ્રિલ 2016માં સીપીઆઇ આધારીત રીટેલ ફુગાવો 5.47 ટકા હતો. જ્યારે હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ પર આધારીત મોંઘવારી દર એપ્રિલમાં 3.85 ટકા પર રહ્યો છે, જે છેલ્લા ચાર માસથી સૌથી ઓછો છે.
 
આગળની સ્લાઇડમાં જાણો, એપ્રિલની બેઠકમાં કેમ ન ઘટ્યો રેપો રેટ
(Banking Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Economy Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Decision on rate cut today, if repo rate cut happens home loan will become cheaper
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.