• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Economy »Banking» Bankers Are Saying Failure Of Meeting Cdr Norms Will Increase The NPA Of Banks

CDR પેકેજ લાગુ કરવામાં ફેલ થઇ રહી છે કંપનીઓ, બેન્કોની NPA વધવાનો ડર

CDR પેકેજ લાગુ કરવામાં ફેલ થઇ રહી છે કંપનીઓ, બેન્કોની NPA વધવાનો ડર
નવી દિલ્હીઃઇકોનોમીના રિવાઇવલનો સંકેત હજુ નથી દેખાઇ રહ્યો. ઓછામાં ઓછુ કોર્પોરેટ ડેટ રિસ્ટ્રક્ચરિંગ (સીડીઆર) ના કેસમાં આમ જ લાગે છે. લેટેસ્ટ આંકડાઓ અનુસાર કંપનીઓ સીડીઆર પેકેજ લાગુ કરવામાં નિષ્ફળ થઇ રહી છે. ત્યારે આવનારા દિવસોમાં એનપીએનું પ્રેશર બેન્કો પર વધુ વધી શકે છે.
 
શું કહે છે આંકડાઓ
 
કોર્પોરેટ ડેટ રિસ્ટ્રક્ચરિંગ સેલથી મનીભાસ્કર.કોમને પ્રાપ્ત આંકડા અનુસાર ડિસેમ્બર 2016 સુધી 264 કંપનીઓ સીડીઆર પેકેજ પૂર્ણ કરવામાં નિષ્ફળ રહી છે. જેની પર અંદાજે 1.25 લાખ કરોડ રૂપિયાનું દેવું છે. વર્ષ 2015ના ડિસેમ્બર પેકેજના ધોરણો પૂરા નહીં કરનારી માત્ર 202 કંપનીઓ હતી.
 
શું  છે તેનો અર્થ
 
પીએનબીના પૂર્વ સીજીએમ જી.એસ.બિન્દ્રાના અનુસાર આંકડાઓ સ્પષ્ટ કરે છે કે ઇકોનોમીમાં રિવાઇવલ હજુ નથી થઇ રહ્યું. જેના કારણે સીડીઆર પેકેજને પૂરા નહીં કરનારી કંપનીઓની સંખ્યા વધી છે. જેની અસર બેન્કોની એનપીએ પર જોવા મળશે.
 
સતત વધી રહી છે બેન્કોની એનપીઓ
 
આરબીઆઇના ડેટા અનુસાર માર્ચ 2016માં બેન્કોની ગ્રોસ એનપીએ તેમના દ્ધારા આપવામાં આવેલી કુલ લોનના 7.6 ટકાના લેવલે પહોંચી ગઇ છે. અને જે રીતે એનપીએ રિકવરીમાં પ્રોબ્લેમ આવી રહ્યા છે તેને જોતાં આ લેવલ માર્ચ 2017 સુધી 8.5 ટકા પર પહોંચી શકે છે.  
 
સેકટર
કુલ કેસ
લોન (કરોડ રૂપિયા)
ઇન્ફ્રાસ્ટ્રક્ચર
16
40,349
આર્યન એન્ડ સ્ટીલ
37
40,269
ઇપીસી
5
23,522
એન્જિનિયરિંગ
8
22,082
કન્સ્ટ્રક્શન
11
18,644
શિપ બ્રેકિંગ એન્ડ બિલ્ડિંગ
3
11,449
ટેક્સટાઇલ
18
10,558

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.