• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Economy »Banking» Center Will Not Help In Waiving Off Farm Loans And States Have To Beat It Says Jaitley

ખેડૂતોની દેવા માફી પર કેન્દ્ર મદદ નહીં કરે, રાજ્યોએ પોતે કાઢવા પડશે નાણાં: જેટલી

નવી દિલ્હીઃ અરુણ જેટલીએ જણાવ્યું છે કે જે રાજ્ય ખેડૂતોના લોનોની માફીનો નિર્ણય લઇ રહ્યા છે તેમને કેન્દ્ર સરકાર કોઇ મદદ નહિ કરે. તે માટે રાજ્યોએ પોતાના રીસોર્સિસમાંથી નાણાં કાઢવા પડશે. ઉલ્લેખનીય છે કે રવિવારે મહારાષ્ટ્ર સરકારે ખેડૂતોનું દેવું માફ કરવાની જાહેરાત કરી હતી. તેની પહેલા ઉત્તરપ્રદેશની સરકાર પણ આ પગલું લઇ ચૂકી છે. મધ્ય પ્રદેશમાં પણ ખેડૂતોનું દેવું માફ કરવાની માગણી ચાલુ છે. સાઇબર સિક્યોરિટી મોટો મુદ્દો...
 
રિઝર્વ બેન્કે દેવા માફીથી મોંઘવારી વધવાની આપી છે ચેતવણી
 
રિઝર્વ બેન્કે તાજેતરમાં તેની મોનેટરી પોલિસીમાં આશંકા બતાવી છે કે ખેડૂતોના દેવા માફીથી નાણાકીય મોરચે હાલત ખરાબ થઇ શકે છે. તેનાથી ફુગાવો વધી શકે છે. રિઝર્વ બેન્કે એ પણ કહ્યું કે દેવા માફીથી એવા ખેડૂતો નિરાશ થઇ શકે છે જેમણે સમયસર લોન ચુકવી છે.
 
- યુનિયન ફાઇનાન્સ મિનિસ્ટરે સોમવારે પીએસયુ બેન્કો સાથેની મીટિંગમાં એનપીએનો મુદ્દો ઊઠાવ્યો હતો. તે પછી પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે- સાઇબર સિકયોરિટી બેન્કો માટે મોટો મુદ્દો છે. મીટિંગમાં તેના પર પણ ચર્ચા થઇ.
- જેટલીએ જણાવ્યું કે બેન્કરપ્સી કોડ હેઠળ અત્યાર સુધી 81 કેસો નોંધાયા છે. તેનાથી ડિફોલ્ટના કેસો હલ કરવામાં મદદ મળશે. રિઝર્વ બેન્ક એવા દેવાદારોની લિસ્ટ તૈયાર કરી રહી છે. તે પછી તેમને હલ કરવામાં આવશે.
 
બેન્કોને 574 કરોડનો નફો

- જેટલીના જણાવ્યા અનુસાર, નાણાકીય વર્ષ 2016-17 દરમિયાન બેન્કોને 574 કરોડનો નફો થયો. આ પ્રોવિજનિંગ પછીના આંકડા છે. આ દરમિયાન પીએસયુ બેન્કોનો ઓપરેટિંગ પ્રોફિટ 1.5 લાખ કરોડ રહ્યો.
- જેટલીએ જણાવ્યું કે બેન્કોની ક્રેડિટ ગ્રોથ હાલમાં સુસ્ત છે અને તેને વધારવી એક ચેલેન્જ છે.
(Banking Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Economy Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Center will not help in waiving off farm loans and states have to beat it says Jaitley
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.