• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Economy »Banking» Cash Withdrawal Limit May Continue Beyond Dec 30

નવા વર્ષમાં પણ ઉપાડ મર્યાદા લાગુ રહે તેવી શકયતા, નોટોનું છાપકામ સ્લો

નવા વર્ષમાં પણ ઉપાડ મર્યાદા લાગુ રહે તેવી શકયતા, નોટોનું છાપકામ સ્લો
નવી દિલ્હી:બેન્કની શાખા અને એટીએમમાંથી નાણાં ઉપાડવા અંગેની મર્યાદા 30 ડિસેમ્બર પછી પણ યથાવત્ રહી શકે છે. મોટા ભાગના બેન્કર્સનો એવો મત છે. મર્યાદાના 50 દિવસ 30 ડિસેમ્બરે પૂરા થઈ જાય છે. પરંતુ નવી ચલણી નોટોની જેટલી માગ છે એટલી તેની છપામણી નથી થઈ રહી. મતલબ કે કૂવામાં હશે તો હવાડામાં આવશે. તેથી બેન્કર્સને એમ લાગી રહ્યું છે કે બેન્કોમાં વ્યવસ્થા જાળવી રાખવા માટે અંકુશ યથાવત્ રાખવો જરૂરી છે. સરકારે કે આરબીઆઈએ હજી સુધી સ્પષ્ટતા નથી કરી કે અંકુશ ક્યારે પૂરો થશે. નાણાં સચિવ અશોક લવાસાએ જણાવ્યું હતું કે 30 ડિસેમ્બર બાદ ઉપાડની મર્યાદાની સમીક્ષા કરાશે.
 
રોકડ આપ્યા વિના પૈસા કાઢવા ઉપરનો અંકુશ પૂરો ન કરી શકાય
 
અત્યારે ચેક કે વિડ્રોઅલ સ્લિપથી અઠવાડિયે 24000 ઉપાડી શકાય છે. પરંતુ બેન્કો એટલા રૂપિયા પણ નથી આપી શકતી. ATMમાંથી રોજ 2000 ઉપાડી શકાય છે પરંતુ 500ની નોટો ઓછી હોવાથી ATMમાંથી 2000ની જ નોટો નીકળે છે. એક સરકારી બેન્કના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે જો 2 જાન્યુઆરીએ આ બે મર્યાદાઓ ખતમ કરી દેવામાં આવે તો પણ બેન્કો રોકડના અભાવે લોકોની માગ પૂરી નહીં કરી શકે. તેથી રોકડની ઉપલબ્ધતા વધારવા માટે ધીમે-ધીમે છૂટ આપવી જોઇએ. તાજેતરમાં જ એસબીઆઈનાં ચેરપર્સન અરુંધતી ભટ્ટાચાર્યએ જણાવ્યું હતું કે બેન્કોને વધુ રોકડ આપ્યા વિના પૈસા કાઢવા ઉપરનો અંકુશ પૂરો ન કરી શકાય. બેન્ક અધિકારીઓનાં સંગઠન આઇબોકના મહાસચિવ હરવિંદર સિંહે પણ જણાવ્યું હતું કે બેન્કો અને લોકોનાં હિતમાં અંકુશ થોડા દિવસ યથાવત્ રાખવો જોઇએ.
 
ઉલ્લેખનીય છે કે 8-9 નવેમ્બરની મધરાતથી રૂ. 1000 અને 500ની જૂની નોટો ચલણમાંથી દૂર કરવામાં આવી હતી. ત્યાર 19 ડિસેમ્બર સુધી મધ્યસ્થ બેન્કે 5.92 લાખ કરોડની નવી નોટો બહાર પાડી છે. જૂની નોટોમાંથી અંદાજે રૂ. 13 લાખ કરોડ બેન્કોમાં જમા થઈ ગયા છે.
 
આરબીઆઈ નોટબંધી અંગેની ચર્ચા જાહેર નહીં કરે
 
રિઝર્વ બેન્કની બોર્ડ મિટિંગમાં નોટબંધી અંગે શું ચર્ચા કરવામાં આવી હતી તે અંગેની માહિતી આપવાનો આરબીઆઈએ ઇનકાર કરી દીધો છે. આ અંગે તેણે પારદર્શિતાના નિયમો ટાંક્યા છે. અરજી આરટીઆઈ કાર્યકર વેંકટેશ નાયકે કરી હતી. તેઓ આ નિર્ણયની સામે અપીલ કરશે. નાયકે જણાવ્યું હતું કે આ નિર્ણય જાહેર ન કરવાનું સમજાય છે પરંતુ અમલ થઈ ગયા બાદ તેને કેમ ગુપ્ત રાખવામાં આવે છે તે સમજાતું નથી.
 
નોટબંધીથી જીવીએ ગ્રોથ 0.6 ટકા ઘટશે : ઇકરા
 
રેટિંગ એજન્સી ઇકરાએ જણાવ્યું હતું કે નોટબંધીને કારણે આર્થિક ગતિવિધિમાં સુસ્તી આવી છે. તેના કારણે ગ્રોસ વેલ્યૂ એડેડ (જીવીએ)નો ગ્રોથ રેટ 2016-17માં 6.6 ટકા રહી શકે છે. જે વર્ષ 2015-16માં 7.2 ટકા હતો. તેણે જણાવ્યું હતું કે જાન્યુઆરી સુધી રોકડનું સંકટ ખૂબ જ ઘટી જશે પરંતુ અર્થતંત્રને સામાન્ય થતાં ઘણો સમય લાગશે. નોટોના અભાવે માગમાં ઘટાડો થયો છે. તેના કારણે કંપનીઓની વિસ્તરણ યોજના ઉપર વિપરીત અસર પડશે. નોટબંધીને કારણે ડિજિટલ ટ્રાન્ઝેક્શન ઉપર આપવામાં આવી રહેલા ભારને કારણે અસંગઠિત ક્ષેત્રો ઉપર અવળી અસર પડશે. સરકારે જીવીએની ગણતરી 2015માં કરવાની શરૂ કરી હતી. તે અગાઉ અર્થતંત્રમાં વિકાસને માત્ર જીડીપીથી આંકવામાં આવતો હતો. ગત વર્ષે જીડીપી 7.6 ટકા રહ્યો હતો.
(Banking Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Economy Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: cash withdrawal limit may continue beyond Dec 30
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.