• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Economy »Banking» Cash Withdrawal Limit From ATM May Rise From New Year Following Increasing Supply

ATMમાંથી કેશ ઉપાડની વધી શકે છે મર્યાદા, નવા વર્ષમાં સુવિધા આપવાની તૈયારી

નવી દિલ્હીઃલગભગ 45 દિવસથી નોટબંધીનો સામનો કરી રહેલા દેશના લોકોને નવા વર્ષમાં થોડીક રાહત મળી શકે છે. તેમાં આરબીઆઇ એટીએમથી નાણાં કાઢવાની લિમિટ વધારી શકે છે. એવું એટલા માટે બની શકે છે કે છેલ્લા એક સપ્તાહમાં નવી નોટોની સપ્લાઇ ખૂબ ઝડપથી વધી રહી છે. બેંકિંગ સુત્રોના જણાવ્યા અનુસાર બેન્કોમાં રજાઓ છતાં 24 કલાક નોટોનું છાપકામ થઇ રહ્યું છે.  તેને જોતા એટીએમમાંથી દૈનિક 2500 રૂપિયાની લિમિટને વધારવામાં આવે એવી શક્યતા છે.
 
સરકારનું શું છે પ્લાનિંગ

બેન્કિંગ ઇન્ડસ્ટ્રીના સૂત્રોના જણાવ્યા અનુસાર, આ સમયે 30 ડિસેમ્બર પછી કેવી સ્ટ્રેટેજી રાખવી તે અંગે સારી એવી ક્વાયત સરકાર લેવલે થઇ રહી છે. સરકારનું ફોકસ છે કે જે રીતે, લોકો પાસેથી 50 દિવસનો સમય માગ્યો હતો તેને જોતા નવા વર્ષમાં લોકોને એવા પગલાં બતાવવા પડશે. જેનાથી તેમને એવો અહેસાસ થઇ શકે કે સ્થિતિ સામાન્ય બની રહી છે.
 
ATM વિડ્રોલ પર મળશે છૂટ
 
એક પબ્લિક સેક્ટર બેન્કના અધિકારીએ મનીભાસ્કર ડોટકોમને જણાવ્યું હાલ કોઇ પણ વ્યક્તિ તેના બેન્ક એકાઉન્ટમાંથી એક દિવસમાં 2500 રૂપિયા કાઢી શકે છે. જ્યારે બીજી બેન્કના એટીએમમાંથી 2,000 રૂપિયા કાઢી શકાય છે. અધિકારીના જણાવ્યા અનુસાર, હવે તમામ એટીએમ રીકેલિબ્રેટ થઇ ચૂક્યા છે. તે ઉપરાંત 500 અને 2000 રૂપિયાની પ્રિન્ટિંગ અને સપ્લાય પણ વધી ગઇ છે. તેથી આરબીઆઇ માટે એટીએમની લિમિટમાં વધારો કરવાનું સરળ હશે.
 
7 લાખ કરોડ રૂપિયા સુધી આવી ચૂકી છે કરન્સી
 
બેન્કિંગ ઇન્ડસ્ટ્રીના સૂત્રોના જણાવ્યા અનુસાર હવે સિસ્ટમમાં 7 લાખ કરોડ રૂપિયાની નવી કરન્સી આવી ગઇ છે. તે ઉપરાંત આ સપ્તાહમાં રજાઓનો ફાયદો પણ આરબીઆઇને મળશે. તેથી બેન્કો બંધ રહેશે પરંતુ પ્રિન્ટિંગ 24 કલાક થઇ રહ્યું છે. તેને જોતા એટીએમ અને બેન્ક બ્રાંચમાં કેશની સપ્લાય વધવાનું સરળ બનવાનું છે.

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.