• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Economy »Banking» Cabinet Okays Merger Of 5 Associate Banks Into SBI

એસબીઆઇમાં 5 એસોસિયેટ બેન્કોના મર્જરને કેબીનેટની મંજૂરી, SBI બનશે ગ્લોબલ પ્લેયર

એસબીઆઇમાં 5 એસોસિયેટ બેન્કોના મર્જરને કેબીનેટની મંજૂરી, SBI બનશે ગ્લોબલ પ્લેયર
નવી દિલ્હીઃ કેબિનેટે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા અને તેની 5 એસોસિયેટ બેન્કોના મર્જરને મંજૂરી આપી છે. તેની જાહેરાત કરતા નાણા પ્રધાન અરુણ જેટલીએ જણાવ્યું હતુંકે આ મર્જરની સાથે એસબીઆઇ ગ્લોબલ પ્લેયર બની જશે. જોકે, મહિલા બેન્કના મર્જર પર કોઇ નિર્ણય લેવાયો નથી.
 
કેબિનેટ મીટિંગ પછી નાણાપ્રધાન અરુણ જેટલીએ જણાવ્યું કે, `કેબિનેટે પહેલેથી આ દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી આપેલી છે. આ દરખાસ્ત અનેક બેન્કોના બોર્ડને મોકલવામાં આવી હતી અને તેમણે મંજૂરી આપી દીધી હતી. કેબિનેટે તેમની ભલામણો પર વિચાર કર્યો અને દરખાસ્તને મંજૂરી આપી દીધી.'
 
આ બેન્કો એસબીઆઇમાં થશે મર્જર

જે બેન્કોનું એસબીઆઇમાં મર્જર થશે તેમાં સ્ટેટ બેન્ક ઓફ બિકાનેર એન્ડ જયપુર, સ્ટેટ બેન્ક ઓફ ત્રાવણકોર, સ્ટેટ બેન્ક ઓફ મૈસુર, સ્ટેટ બેન્ક ઓફ પતિયાલા અને સ્ટેટ બેન્ક ઓફ હૈદરાબાદનો સમાવેશ થાય છે.
 
ગ્લોબલ પ્લેયર બનશે એસબીઆઇઃ જેટલી

કેબિનેટ મીટિંગ પછી જેટલીએ જણાવ્યું કે, `આ બધી 5 સબસિડીયરીઝના મર્જરની સાથે એસબીઆઇ માત્ર ડોમેસ્ટિક લેવલે જ નહિ પરંતુ ગ્લોબલ લેવલે પ્લેયર બની જશે.' તેમણે કહ્યું કે, આ મર્જરથી નિશ્ચિત રીતે બેન્કની એફિશ્યન્સી વધશે અને એસોસિયેટ્સ બેન્કો સાથે તાલમેલ વધવાથી ઓપરેશન કોસ્ટમાં ઘટાડો થશે. આ સાથે ફંડની કોસ્ટ પણ ઘટશે.
 
નવી બેન્કની એસેટ બેઝ 37 લાખ કરોડ રૂપિયા થવાનો અંદાજ
 
પાંચ એસોસિયેટ્સ બેન્કોના મર્જરથી એસબીઆઇ ગ્લોબલ સાઇઝની બેન્ક બનવાનું અનુમાન છે. તેનો એસેટ બેઝ લગભગ રૂ.37 લાખ કરોડ રૂપિયા અથવા 555 અબજ ડોલર થશે. આ સાથે 22,500 બ્રાંચ અને 58,000 એટીએમ હશે. નવી બેન્કના 50 કરોડથી વધારે ગ્રાહકો હશે.
 
કેબિનેટના અન્ય મહત્ત્વના નિર્ણયો

- કેબિનેટે 31 સ્મોલ અને માર્જિનલ ઓઇલ એન્ડ ગેસ ફીલ્ડ્સની ફાળવણીને મંજૂરી આપી છે.
- કેબિનેટે કલેક્શન ઓફ સ્ટેટિસ્ટિક્સ એક્ટ, 2008માં સુધારાને મંજૂરી આપી છે.

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.