• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Economy »Banking» Bank Of Baroda Offers Home Loan At 8.35 Which Is Lower Than SBI

BOB આપશે 8.35%ના દરે સૌથી સસ્તી હોમ લોન, SBI કરતા પણ નીચો દર

મુંબઈઃ બેન્ક ઓફ બરોડા(બીઓબી)  હવે દેશમાં સૌથી સસ્તી હોમ લોન આપશે. બેન્કે હોમ લોનના વ્યાજ દર 0.7 ટકાથી ઘટાડીને 8.35 ટકા કર્યા છે. જયારે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા 8.50 ટકા પર હોમ લોન આપી રહી છે. અત્યાર સુધી માર્કેટમાં સૌથી સસ્તી હોમ લોન એસબીઆઈ જ આપી રહી હતી.
 
આટલી થશે બચત
 
બીઓબી એ તેના રેટમાં 70 બેસિક પોઈન્ટમાં ઘટાડો કર્યો છે. સો બેસિસ પોઈન્ટનો મતલબ 1 ટકા થાય છે. 50 લાખ રૂપિયાની લોન પર 70 બીપીએસના કાપથી સીધી જ દર મહિને 2496 રૂપિયાની બચત થશે. 30 વર્ષની લોન પર લગભગ 9 લાખ રૂપિયા બચશે.
 
સિબિલ સ્કોર સારો, તો જ નવા રેટ પર મળશે લોન
 
બેન્કના એક અધિકારી એ જણાવ્યું કે હોમ લોન સિબિસ સ્કોર સાથે જોડાયેલો છે. નવા રેટ પર લોન મેળવવાની સુવિધા માત્ર એમને જ આપવામાં આવશે જેનો સિબિલ સ્કોર સારો હશે. એવા ગ્રાહકો જેમનો સ્કોર 760 કે તેના કરતા ઉપર હશે. તેમને જ 8.35 ટકા પર હોમ લોન ઓફર આપવામાં આવશે. બેન્ક ઓફ બરોડાના હાલના ગ્રાહક પણ નવા રેટમાં શિફટ થઈ શકશે. તેના માટે કોઈ એડિશનલ ચાર્જ આપવાનો રહેશે નહિ.
 
એમસીએલઆર 0.55-0.75 ટકા ઘટયા
 
બીઓબીએ માર્જિનલ કોસ્ટ ઓફ લેન્ડિંગ રેટ(એમસીએલઆર)માં 55-75 બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે, જે 7 જાન્યુઆરીથી લાગુ થઈ ગઈ છે. બેન્કનું એક વર્ષનું એમસીએલઆર પણ 8.35 ટકા છે. જયારે એસબીઆઈ હાલનો એમસીએલઆર 8 ટકા છે.
 
આગળની સ્લાઇડમાં વાંચો... 20 વર્ષની હોમ લોન પર નવા વ્યાજ દરથી ઇએમઆઇમાં કેટલી થશે બચત
(Banking Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Economy Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Bank Of Baroda Offers Home Loan At 8.35 Which Is Lower Than SBI
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.