• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Economy »Banking» 100 Days Of Demonetisation: Around Fifty Percent Currency Has Come Into The System

રોકડની તંગી આવતા 40 દિવસમાં દૂર થવાની આશા, 65% કરન્સી જ સિસ્ટમમાં આવી

નવી દિલ્હીઃવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 8 નવેમ્બરે નોટબંધીની જાહેરાત કરી હતી. જેનો ઉદ્દેશ દેશમાં બ્લેકમની પર લગામ લગાવવાનો હતો. તે સમયે વડાપ્રધાને લોકોને કહ્યું હતું કે મને 50 દિવસ આપો ત્યાર બાદ સ્થિતિ સામાન્ય થઇ જશે. આજે તેમની એ જાહેરાતને 100 દિવસ પૂરા થઇ ગયા છે. 100 દિવસ પછી પણ અગાઉ જેવી સ્થિતિએ તેઓ દેશને નથી પહોંચાડી શક્યા. હજુ પણ મોટાભાગના સમયે એટીએમ ખાલી રહે છે. બેન્કોમાથી પણ જોઇએ તેટલા રૂપિયા નથી ઉપાડી શકાતા. આરબીઆઇ અનુસાર 13 માર્ચ બાદ બેન્કોમાંથી કેશ ઉપાડની લિમિટ સંપૂર્ણ રીતે દૂર થઇ જશે. એટલે કે 50 દિવસના બદલે 140 દિવસમાં કેશની સ્થિતિ સામાન્ય થઇ જશે.
 
15 લાખ કરોડના બદલે 10 લાખ કરોડની કરન્સી
 
8 ફેબ્રુઆરીએ આરબીઆઇએ કહ્યું હતું કે 27 જાન્યુઆરી સુધી 9.92 લાખ કરોડની કરન્સી ચલણમાં છે. તેમની વાતથી એ સ્પષ્ટ છે કે હજુ 8 નવેમ્બર પહેલાની સ્થિતિ નથી. હજુ પણ 50 ટકા કરન્સી માર્કેટમાં નથી આવી. જો કે બંધ કરવામાં આવેલી કરન્સી સાથે તુલના કરીએ તો તે આંકડો 65 ટકા થાય છે.
 
સેવિંગ એકાઉન્ટ પર હજુ પણ કેપ
 
સિસ્ટમમાં કરન્સીની કમીને જોતાં આરબીઆઇએ સેવિંગ એકાઉન્ટ અને એટીએમથી કેશ વિડ્રોઅલની લિમિટ પર કેપ લગાવી છે. એટલે કે સપ્તાહમાં બેન્ક કે એટીએમમાંથી 24 હજાર જ ઉપાડી શકાય છે. પરંતુ 20 ફેબ્રુઆરીથી સેવિંગ એકાઉન્ટમાં સાપ્તાહિક 50 હજાર અને 13 માર્ચથી આ લિમિટ સમાપ્ત થશે. એટલે કે પહેલા જેવી સ્થિતિ થઇ જશે.
 
આગળની સ્લાઇડમાં 3-4 કલાકમાં એટીએમ થાય છે ખાલી...

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.