• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Do You Know »Global Economy »FAQ» What Is Look East Policy

ભારતની પૂર્વ તરફ જુઓ નીતિ અથવા લુક ઇસ્ટ પોલિસી શું છે

ભારતની પૂર્વ તરફ જુઓ નીતિ અથવા લુક ઇસ્ટ પોલિસી શું છે
 
લુક ઇસ્ટ પોલિસી અથવા પૂર્વ તરફ જુઓ નીતિ પૂર્વ એશિયાઈ ક્ષેત્રમાં મજબૂતી મેળવવા માટે ભારતની આર્થિક નીતિઓમાંની એક છે. આ નીતિ અંતર્ગત ભારતનો પ્રયત્ન આ ક્ષેત્રમાં ચીનનો વધતો પ્રભાવ રોકવાનો છે. બીજા શબ્દોમાં કહીએ તો, લુક ઇસ્ટ પોલિસી દક્ષિમ પૂર્વ એશિયાઈ દેશોની સાથે વ્યાપક આર્થિક અને રાજનીતિક સંબંધો વિકસિત કરવાનો પ્રયત્ન છે જેથી કરીને આ ક્ષેત્રમાં ક્ષેત્રીય શક્તિના રૂપમાં ખુદને સ્થાપિત કરી શકાય. 

તેની શરૂઆત 1991માં થઈ અને તેને વડાપ્રધાન પી વી નરસિંહ રાવના સાશનકાળમાં વિકસિત અને લાગૂ કરવામાં આવી. જોકે, બાદમાં અટલ બિહારી વાજપેયી અને મનમોહન સિંહની સરકારે પણ આ નીતિ અપનાવી હતી. આ નીતિ અંતર્ગત ભારતે એશિયન ટાઇગર અને ટાઈગર કબ અર્થવ્યવસ્થાઓની સાથે સારા સંબંધો સ્થાપિત કર્યા છે. ભારતે શ્રીલંકા, થાઈલેન્ડ અને અન્ય પૂર્વ એશિયાઈ અર્થવ્યવસ્થાઓની સાથે મુક્ત વ્યાપાર સમજૂતી કરી છે, જેમાં સિંગાપોરની સાથે વ્યાપક આર્થિક સહયોગ કરાર અને થાઈલેન્ડની સાથે ઝડપી પાક યોજના સામેલ છે. લોકતંત્ર, માનવાધિકાર અને રાજનૈતિક હિતો પર ભાર મુકતા તાઈવાન, જાપાન અને દક્ષિણ કોરિયાની સાથે સંબંધોને મજબૂત કરવામાં આવ્યા છે. દક્ષિણ કોરિયા અને જાપાન ભારતમાં ભારે વિદેશી રોકાણના સ્ત્રોત બન્યા છે. બીજી બાજુ પૂર્વ એશિયાઈ અર્થવ્યવસ્થા પણ ભારત સાથે સહયોગ માટે રસ દાખવ્યો છે. 
(Global Economy Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Do You Know Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: What Is Look East Policy
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.