• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Do You Know »Banking »FAQ» What Is Know CIBIL

'સિબિલ' શું છે તે જાણો

'સિબિલ' શું છે તે જાણો
અમદાવાદઃ આજકાલ તમને બહુ બધા લોકો સિબિલની ચર્ચા કરતાં જોવા મળી જશે અને કહેશે કે તેમનું નામ સિબિલમાં જતું રહ્યું છે. અને હવે તેમણે લોન વગેરે નહિં મળે. આવો, અમે તમને બતાવીએ કે સિબિલ શું છે અને તેનાથી તમે કંઇ રીતે છુટકારો મેળવી શકો છો.


 
સિબિલનું પૂરૂં નામ ક્રેડિટ ઇન્ફોર્મેશન બ્યૂરો (ઇન્ડિયા) લિમિટેડ છે. આ એક ખાનગી સંગઠન છે અને તેના સભ્ય સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા સહિત ભારતની તમામ મોટી સરકારી અને ખાનગી બેન્કો છે. આ આઇએસઓ 27001:2005 માન્ય સંગઠન છે અને તેમનો દાવો છે કે તેઓ પોતાનો ડેટા ફકત પોતાના સભ્યોને જ આપે છે. આ ભારતનું સૌપ્રથમ આ પ્રકારનું સંગઠન છે. તેનું રજીસ્ટર્ડ કાર્યાલય નરીમન પોઇન્ટ મુંબઇમાં છે.


 
સિબિલ પોતાની સભ્ય બેન્કોને લેખિત આગ્રહ પર કોઇપણ વ્યક્તિ કે ફર્મ અથવા તો લિમિટેડ કંપનીના લોનની ચૂકવણીનો ઇતિહાસ આંકડા વગેરે ઉપલબ્ધ કરાવે છે. આ આંકડાઓના આધારે તે બેન્ક અથવા સંસ્થા, કોઇ વ્યક્તિ કે કંપનીની આર્થિક સ્થિતિ અને તેની લોન ચૂકવવાની આદત જાણી લે છે. તેના લીધે બેન્ક અનાવશ્યક જોખમથી બચી શકે છે. ગ્રાહકોને પણ તેનો ફાયદો મળે છે. જો તેમનો રેકોર્ડ ક્લીન છે તો તેને તરત જ લોન મળી જાય છે જે ગ્રાહક લોનની ચૂકવણી કરતું નથી અથવા વારંવાર ડિફોલ્ટ કરતાં રહે છે તો તેના તમામ આંકડા સિબિલની પાસે જતા જ તેની સભ્ય બેન્કો તેને શેર કરી લે છે. આ કિસ્સામાં મોટાભાગના લોકોને લોન કે ક્રેડિટ કાર્ડ મળી શકતું નથી.


 
સિબિલ પોતાની સભ્ય બેન્કોને વ્યક્તિગત ગ્રાહકો અને ફર્મો તથા કંપનીઓ વગેરેની લોન હિસ્ટ્રી સિવાય અન્ય પ્રકારની માહિતી પણ આપે છે. જેમકે પાસપોર્ટ નંબર, વોટર આઇડી કાર્ડ, જન્મતારીખ વગેરે. એ જ રીતે કંપનીઓના કિસ્સામાં તેનો રજીસ્ટ્રેશન નંબર વગેરે આપે છે. તેના માટે સિબિલ પાસે બે સેગમેન્ટ છે. એક છે કન્ઝયુમર ક્રેડિટ બ્યુરો અને બીજું કોમર્શિયલ ક્રેડિટ બ્યુરો. આ બેન્કો, નાણાંકીય સંસ્થાઓ વગેરે પાસેથી માહિતીઓ એકત્ર કરે છે અને પોતાના સભ્યોને આપે છે.


 
જો તમારૂં નામ સિબિલમાં જતું રહ્યું છે અને તમે તમામ લોન ચૂકવી દીધી છે તો તમે જે બેન્ક પાસેથી લોન લીધી છે તે બેન્કને કહી દો કે તમારૂં નામ સિબિલમાંથી હટાવી દે. તમારૂં નામ સિબિલમાં છે કે નહિં તે જોવા માટે તેની વેબસાઇટ ડબલ્યુ ડબલ્યુ ડોટ સિબિલ ડોટ કોમ પર લોન કરીને જાણી શકો છો. તમારે પૂરો રિપોર્ટ લેવો હોય તો તમારે તેના માટે 142 રૂપિયા ખર્ચ કરવા પડશે. સામાન્ય ધારણા કરતાં વિપરીત સિબિલ કોઇને પણ ડિફોલ્ટર કરતી નથી. તે વ્યક્તિ અને કંપનીની ફકત ફાઇનાન્સિયલ હિસ્ટ્રી જ બતાવે છે. તે કોઇના અંગે 
(Banking Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Do You Know Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: What Is Know CIBIL
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.