• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Do You Know »Foreign Currency »FAQ» What Is Dollar Index

ડોલર ઇન્ડેક્સ શું છે?

ડોલર ઇન્ડેક્સ શું છે?

 

યુએસ ડોલર ઇન્ડેક્સ (USDX)એ વિદેશી ચલણોના એક જૂથના સાપેક્ષમાં અમેરિકન ડોલરના મૂલ્યનું માપ છે. તેમાં અન્ય છ દેશનાચલણોના ભારાંક / હિસ્સાના સાપેક્ષમાં ડોલરનું મૂલ્ય ધ્યાનમાં લેવામાં આવે છે. આ ચલણોનીચે પ્રમાણે છે : 

•    યુરો (EUR), 57.6% ભારાંક / હિસ્સો 
•    જાપાની યેન (JPY) 13.6% ભારાંક / હિસ્સો
•    પાઉન્ડ સ્ટર્લિંગ (GBP), 11.9% ભારાંક / હિસ્સો
•    કેનેડિયન ડોલર (CAD), 9.1% ભારાંક / હિસ્સો
•    સ્વીડિશ ક્રોના (SEK), 4.2% ભારાંક અનેહિસ્સો
•    સ્વીસ ફ્રાન્ક (CHF) 3.6% ભારાંક / હિસ્સો
 

અન્ય ચલણોના સાપેક્ષમાં અમેરિકન ડોલરનું મૂલ્ય વધે અથવા મજબૂત બને ત્યારે USDX ઉપર જાય છે.

 સામાન્ય રીતે યુએસ ડોલર અન્ય ચલણોના સાપેક્ષમાં વધે ત્યારે ડોલર ઇન્ડેક્સ ઉપર જાય છે. તે યુએસની આર્થિક પ્રવૃત્તિ અથવા અન્ય પ્રવૃત્તિનું સૂચક છે જે અમેરિકન ડોલરને મજબૂત અથવા નરમ બનાવી શકે છે. બ્રેટોન વુડ્સ સિસ્ટમ નાબૂદ થયા બાદ તરત માર્ચ 1973માં તે શરૂ કરવામાં આવ્યો હતો. શરૂઆતમાં યુએસ ડોલર ઇન્ડેક્સનું મૂલ્ય 100.000 હતું. ત્યાર બાદ ફેબ્રુઆરીમાં તે વધીને 148.1244 સુધી પહોંચ્યો હતો અને 16 માર્ચ 2008ના રોજ તે 70.698 સુધી નીચે પણ જઈ આવ્યો છે. ચલણોના જૂથ (બાસ્કેટ)માં અત્યાર સુધીમાં માત્ર એક વખત ફેરફાર થયો છે. 1999ના પ્રારંભમાં કેટલાક યુરોપીયન ચલણો યુરોમાં સમાવિષ્ટ થઈ ગયા ત્યારે આ ફેરફાર થયો હતો.

તેમાં કુલ 22 દેશો છે કારણકે યુરોપીયન યુનિયનના 17 સભ્યોએ યુરોને પોતાના એકમાત્ર ચલણ તરીકે સ્વીકાર્યું છે. આ ઉપરાંત બીજા પાંચ દેશો (જાપાન, ગ્રેટ બ્રિટન, કેનેડા, સ્વીડન અને સ્વીટ્ઝર્લેન્ડ) અને તેના ચલણ સામેલ છે.

 22 દેશો એ વિશ્વનો બહુ નાનો હિસ્સો ગણાય, પરંતુ ઘણા અન્ય ચલણો પણ યુએસ ડોલર ઇન્ડેક્સને બહુ નિકટતાથી અનુસરે છે. તેથી યુએસ ડોલરની વૈશ્વિક મજબૂતાઈનું માપ મેળવવા માટેUSDXએક મહત્ત્વનું સાધન છે.

(Foreign Currency Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Do You Know Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: What Is Dollar Index
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.