• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Do You Know »Commodity Market »Trivia» What Is Commodities Trading?

કોમોડિટીઝ ટ્રેડિંગ શું છે? તેમાં કોણ સોદા કરી શકે ?

કોમોડિટીઝ ટ્રેડિંગ શું છે? તેમાં કોણ સોદા કરી શકે ?
કોમોડિટીઝ એક્સચેન્જીસ અને કોમોડિટીઝ ટ્રેડિંગ દાયકાઓથી અસ્તિત્વ ધરાવે છે
 
કોમોડિટીઝ ટ્રેડિંગ એટલે દરજજાપાત્ર કોમોડિટીઝ એક્સચેન્જમાં થતાં ફિઝિકલ કોમોડિટીઝ ફયુચર અથવા ઓપ્શનના કામકાજને ગણવામાં આવે છે. કોમોડિટીઝ એક્સચેન્જીસ અને કોમોડિટીઝ ટ્રેડિંગ દાયકાઓથી અસતીત્વ ધરાવે છે. તેઓ ખેડૂતો, ટ્રેડરો અને તેનો ઉપયોગ કરતી ઇન્ડસ્ટ્રીઝ માટે પ્રાઇસ ડિસ્કવરી, હેજીંગ ટુલ્સની સુવિધા પૂરી પાડે છે. તેઓ ફિઝિકલ કોન્ટ્રાક્ટના સેટલમેન્ટની સાથે જરૂર પડે ત્યારે અસરકારક ડિલિવરી યંત્રણા પણ ધરાવે છે. કોમોડિટીઝ કોન્ટ્રાક્ટ એ ઇકવિટી કોન્ટ્રાક્ટને સમાન જ હોય છે જેમાં પાકતી મુદ્તની તારીખ, ગુણવત્તાના માપદંડ અને રિસ્ક મેનેજમેન્ટના પેરામિટરનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોય છે.
 
સમાન કોમોડિટીઝના કેસમાં સાધારણ ફેરફાર હોય છે દા.ત. એમસીએક્સમાં સોનું હોય તો – એક કિલોગ્રામ કોન્ટ્રાક્ટ અને ગોલ્ડ મીનિ કોન્ટ્રાક્ટ (૧૦૦ ગ્રામ). ખરીદનાર અને વેચનારે આવાં ફ્યુચર કોન્ટ્રાક્ટના માર્જીન અને દૈનિક ભાવ ફરકને રોજનું રોજ સેટલમેન્ટ કરવાનું રહે છે. કોમોડિટીઝ કોન્ટ્રાક્ટ છ મહિના માટે ઉપલબ્ધ રહે છે, ખેડૂત ફોરવર્ડ ભાવને ધ્યાનમાં લઈ શકે છે અને પાકની પ્રાપ્તિ સમયના ભાવના અંદાજને ગણતરીમાં લઈને તે મુજબનો પાક ઉગાડી કે લઈ શકે છે. આવા સમયે, વપરાશકાર એટલે આવી કોમોડિટીઝને ખરીદનાર, ભાવિ મહિનાના ભાવને ગણતરીમાં લઈને તે મુજબ ભાવ બાંધણી કરી શકે છે અને આમ કરીને જ્યારે ખરેખર તેને જ્યારે એ કોમોડિટીઝની જરૂરીયાત રહે છે ત્યારે સંભવિત ભાવ વધારા સામે પોતાને સુરક્ષીત કરી શકે છે.
 
કોમોડિટીઝ એક્સચેન્જ પર નિયત થતાં ભાવ માગ અને પુરવઠાં, હવામાન, જીયો-પોલિટીકલ પરિસ્થિતિ પર આધાર રાખે છે. જીયો- પોલિટિકલ સાથે સંબધ ધરવાતી કોમોડિટીઝમાં ક્રુડ ઓઇલ ગણી શકાય. ઇકોનોમીક ફેકટરની અસર સોના પર વધુ થાય છે જે કરન્સી અને ઇન્ટરેસ્ટ જેવા વિષય સાથે સંકળાયેલું છે. આ ઉપરાંત સરકારની આયાત- નિકાસ નીતિની પણ સીધી અસર જોવા મળે છે.  ભારતમાં વર્તમાન સમયમાં કોમોડિટીઝ માર્કેટમાં મંદીનો તબક્કો ચાલી રહ્યો છે અને દૈનિક કામકાજ રૂ.80,000 કરોડથી ઘટીને રૂ.20,000 કરોડ થયું છે.
 
કોમોડિટીઝમાં કોણ ટ્રેડ કરી શકે
 
વ્યક્તિગત, એચએનઆઈ, કોર્પોરેટ્સ, હેજર્સ, પ્રોસેસર્સ અને ફિઝિકલ માર્કેટ સાથે સંકળાયેલી વ્યક્તિ કોમોડિટીઝમાં ટ્રેડ કરી શકે છે. આ ઉપરાંત, નાણાકિય સંસ્થા જેવી કે બેન્ક, એનબીએફસી, હેજ ફંડ્સ, એગ્રીગેટર્સ અને અન્ય ભાગ લેનારા જેઓ વૈશ્વિક સ્તરે તેમાં દાખલ થઈ શકે છે. વૈશ્વિક ધોરણે ગ્રાહકોને કોર્મશિયલ (જેઓ હેજીંગ ગ્રાહકો છે) અને નોન કોર્મશિયલમાં વર્ગીકરણ કરવામાં આવે છે જેઓ સટોડીયા પ્રકારના ટ્રેડિંગ કરતાં ગ્રાહકો છે.
લેખક જીયોજીત કોમટ્રેડના હેડ છે
 
કોમોડિટીઝ કામકાજો
 
કિમતી ઘાતુ - સોના, ચાંદી .
બેઝ મેટલ - કોપર, નિકલ, ઝીંન્ક, તાંબુ, એલ્યુમિનિયમ.
એનર્જી - ક્રુડ ઓઇલ, ગેસ.
સોફ્ટ - સુગર, કોટન.
ખાદ્ય તેલ કોમ્પલેક્સ - સીપીઓ, સોયા બીન, સોયા ઓઇલ, એરંડા, રાયડાં કઠોળ- તેજાનાં- હળદર, મરચાં,ધાણા.
ધાન્ય - મકાઈ, ઘઉં.
અન્ય - મેંથા ઓઇલ, ગુવાર સીડમાં વાયદાઓ ચાલે છે.
(Commodity Market Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Do You Know Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: What Is Commodities Trading?
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.