• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Do You Know »Banking »Trivia» Telcos Agree On Mobile Banking Through SMSes

SMS વડે કરી શકાશે મોબાઇલ બેન્કિંગ, ફંડ ટ્રાન્સફર, પિન ચેન્જ અને બીજુ ઘણું

SMS વડે કરી શકાશે મોબાઇલ બેન્કિંગ, ફંડ ટ્રાન્સફર, પિન ચેન્જ અને બીજુ ઘણું
નવી દિલ્હીઃ મોબાઇલ બેંકિંગ હવે વધુ સરળ અને સુલભ બનવા જઇ રહ્યું છે. ટૂંક સમયમાં જ ઇન્ટરનેટ વિના અને સામાન્ય મોબાઇલ હેન્ડસેટ વડે એસએમએસ દ્વારા ફંડ ટ્રાન્સફર,  બેલેન્સ ઇન્કવાયરી, પિન નંબર બદલવા, મિની સ્ટેટમેન્ટ, ચેકબુક રિક્વેસ્ટ જેવા કામ કરી શકાશે. કેટલીક મોટી ટેલિકોમ કંપનીઓ આ માટે રાજી પણ થઇ છે. સરકાર ટૂંક સમયમાં જ આ બેંકિંગ સિસ્ટમની ઔપચારિક જાહેરાત કરશે.
 
ઓછી રકમવાળા બિલ પેમેન્ટને હાલ આ સુવિધા નહીં મળે
 
આ સિસ્ટમને શરૂ કરવા માટે છેલ્લા બે મહિનામાં 10 ટેલિકોમ કંપનીઓ પેમેન્ટ ગેટવે 'નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા' એટલે કે એનપીસીઆઇ સાથે સમજૂતી કરી ચૂકી છે. આ સુવિધા ટેલિકોમ કંપનીઓની USSD ચેનલ પર ચાલશે. USSD એક પ્રોટોકોલ છે, જેના થકી જીએસએમ સેલ્યુલર ટેલિકોમ કંપનીઓ સર્વિસ પ્રોવાઇડર કંપનીઓની સાથે સંચાર કરે છે. આ ચેનલ દ્વારા એક સામાન્ય ટેક્સટ મેસેજ વડે ડેબિટ અને ક્રેડિટ કાર્ડ ટ્રાન્ઝેક્શન પણ કરી શકાશે. જો કે ઓછી રકમવાળા બિલ પેમેન્ટની સુવિધા હાલ પૂરી નહીં પાડવામાં આવે.
 
ટેલિકોમ કંપનીઓ રાજી ન હતી
 
એનપીસીઆઇનાં એમડી અને સીઇઓએ એક અંગ્રેજી અખબાર સાથેની વાતચીતમાં કહ્યું છે કે, 'એસએમએસ વડે મોબાઇલ બેંકિંગ' શરૂ કરવામાં વિલંબ ટેલિકોમ કંપનીઓની તૈયારી ન હોવાને કારણે થયો છે. કંપનીઓનું કહેવું હતું કે બેંકિંગ સિસ્ટમ માટે USSD ચેનલ આપવાથી તેમનાં કામકાજ પર અસર પડશે. પણ હવે કંપનીઓને મનાવી લેવાઇ છે. ટૂંક સમયમાં જ બેન્ક એકાઉન્ટ અને સામાન્ય મોબાઇલ ધરાવતા લોકો આ બેંકિંગ સુવિધાનો લાભ લઇ શકશે.
 
 
(Banking Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Do You Know Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Telcos Agree On Mobile Banking Through SMSes
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.