• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Special» Hunt For Woman Who Threw Out Apple Computer Worth $200,000

એપ્પલનું એન્ટિક કોમ્પ્યુટર ભૂલથી ગયું ભંગારમાં, તેના રૂ.1 કરોડ 28 લાખ ઉપજ્યા

બિઝનેસ ડેસ્કઃ અમેરિકાના સાન ફ્રાંસિસ્ક્રો શહેરમાં એક મહિલાએ દુર્લભ એવું એપ્પલ વન કોમ્પ્યુટર ભંગારમાં આપી દીધુ. આજે તેની કિંમત બે લાખ ડોલર એટલે કે એક કરોડ ત્રીસ લાખ રૂપિયા જેટલી આંકવામાં આવી રહી છે.
 
રિસાઇક્લીંગ સેન્ટરે કહ્યું કે તેમને એ મહિલાની તલાશ છે, પરંતુ તેણીએ પોતાનું કોઇ સરનામુ આપ્યું નથી.
 

વોઝનિયેકે બનાવ્યું હતું કોમ્પ્યુટર

 
આ કોમ્પ્યુટર એપ્પલના બિલકૂલ શરૂઆતના કોમ્પ્યુટરોમાં સામેલ છે, જેને એપ્પલના સ્થાપકોમાંના એક એવા સ્ટીવ વોજનિયેકે પોતાના હાથે બનાવ્યું હતું. આ રીતના ફક્ત બે કોમ્પ્યુટર બનાવવામાં આવ્યા હતા. જુલાઇ 1976માં કોમ્પ્યુટર 666.66 ડોલરમાં વેચાયુ હતું. કહેવાય છે કે આખી દુનિયામાં આ પ્રકારના ફક્ત 66 કોમ્પ્યુટર બચ્યા છે.
 
આ મશીનમાં ફક્ત ચાર કિલોબાઇટ મેમરી છે. ભંગાર ખરીદનાર અને વેચનારી કંપની ક્લીન બે એરિયાનું કહેવું છે કે એક દિવસે 60-70 વર્ષની એક મહિલા તેની દુકાનમાં અનેક ડબ્બાઓ આપી ગઇ હતી. મહિલાએ પોતાનું સરનામુ આપ્યું નથી. ડબ્બાને ખોલતા આ કોમ્પ્યુટર નીકળ્યું.
 
રિસાયક્લીંગ કંપનીએ એક પ્રાયવેટ કલેક્શનને 2 લાખ ડોલરમાં વેચી દીધુ છે અને કંપની વેચાયેલી આઇટમ પર તેના અસલ માલિકને 50 ટકા પાછા આપતી હોવાથી ગિચુન કહે છે કે તેને આ રકમ રહસ્યમય દાતા સાથે વહેંચવી છે. તે કહે છે તે કેવી દેખાતી હતી તે તેને ખબર છે અને તેણીને 1 લાખ ડોલરનો ચેક લેવા માટે કહી રહ્યા છે.
 
આગળ જુઓ વિવિધ તસવીરો...
(Special Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Hunt for woman who threw out Apple computer worth $200,000
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.