• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Do You Know »Oil »Trivia» Seven Companies Had Controlling Power Over Oil Known As Seven Sisters

દુનિયાના અડધાથી વધુ તેલ ભંડાર પર હતો આ કંપનીઓનો દબદબો

 
ઇરાકની સૌથી મોટી રિફાઇનરી બાયજી પર વિદ્રોહીઓએ કબ્જો જમાવી લીધો છે. આ સમાચાર આવ્યા બાદ જ શેરબજારે ગઇકાલથી આજ સુધીમાં પોતાની તમામ તેજી ગુમાવી દીધી. ઇરાક સંકટ જેમ-જેમ ઘેરાઇ રહ્યું છે, તેમ-તેમ તેલ કંપનીઓની નુક્સાનીનો ખતરો વધતો જઇ રહ્યો છે. ઇરાક સંકટના લીધે સેલવ સિસ્ટર્સના વેપારને પણ ઘણી નુક્સાની પહોંચી શકે છે. તો આવો અમે તમને જણાવીએ સેવન સિસ્ટર્સનો દુનિયાના અડધાથી વધુ તેલ પર કબ્જો જમાવેલો હતો. સેવન સિસ્ટર્સ છે શું, આમા કંઇ-કંઇ કંપનીઓનો સમાવેશ થાય છે તે અહીં જાણો.
 
સેવન સિસ્ટર્સ
તેલ ઉદ્યોગ પર લાંબા સમય સુધી દબદબો ધરાવતી સાત કંપનીઓના ગ્રૂપને સેવન સિસ્ટર્સ કહેવાય છે. તેમાં અંગેર્જી-ઇરાની કંપની ગ્રૂપ (હવે બીપી), ગલ્ફ ઑઇલ, સ્ટાન્ડર્ડ ઑઇલ ઓફ કેલિફોર્નિયા (સોકૉલ), ટેક્સાકો (હવે શેવરૉન), રોયલ ડચ શેલ, સ્ટાન્ડર્ડ ઑઇલ ઓફ ન્યૂઝર્સી (એસો), અને સ્ટાન્ડર્ડ ઓઇલ કંપની ઓફ ન્યૂયોર્ક (સોકોની - હવે એગ્જોનમોબિલ)નો સમાવેશ થાય છે.
 
1940ના મધ્યથી 1970ના દાયકા સુધી વિશ્વ પેટ્રોલિયમ ઉદ્યોગ પર આ કંપનીઓનો દબદબો રહ્યો. સેવન સિસ્ટર્સના સભ્ય 1973 સુધી દુનિયાના 85 ટકા તેલ ભંડારો પર નિયંત્રણ ધરાવતા હતા. પરંતુ છેલ્લાં કેટલાંક દાયકામાં ઓપેક ઉત્પાદક સંઘ અને ઇમર્જીંગ બજાર અર્થતંત્રોમાં સરકારી નિયંત્રણવાળી કંપનીઓના આગમનના લીધે આ સેવન સિસ્ટર્સ કંપનીઓ અને તેના ઉત્તરાધિકારીઓનું પ્રભુત્વ ઓછું હોય છે.

ફોટો - ક્રૂડ ઓઇલ ડ્રિલિંગ મશીન 
 
આગળની સ્લાઇડમાં જાણો શું છે ન્યૂ સેવન સિસ્ટર્સ
(Oil Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Do You Know Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Seven Companies Had Controlling Power Over Oil Known As Seven Sisters
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.