• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Do You Know »Budget »Facts» New Rule Will Affect You From May 1

1મેથી બદલાઈ રહ્યાં છે આ નિયમ, જાણો તમારી પર શું થશે અસર

નવી દિલ્હીઃ 1મેથી દેશમાં નવા નિયમો લાગું થઈ રહ્યાં છે. રિયલ એસ્ટેટ સેકટર, પંજાબ નેશનલ બેન્કનો નવો લોન રેટ, ડિઝલ પેટ્રોલની કિંમતો અને લાલ લાઈટના યુઝના નવા નિયમોની અસર પડશે. અમે તમને જણાવી રહ્યાં છીએ કે આ નિયમોમાં ફેરફારથી તમારા પર શું અસર પડશે.
 
લાગુ થઈ રહ્યાં છે નવા રિયલ એસ્ટેટ એકટ
 
એક મેથી દેશમાં રિયલ એસ્ટેટ રેગ્યુલેશન એકટ લાગુ થઈ જશે. આ અંતર્ગત રાજયમાં રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરીટી એક મેથી કામ કરવા લાગશે. બાદમાં 90 દિવસની અંદર રિયલ એસ્ટેટ ડેવલોપર્સ અને પ્રોપર્ટી ડિલર્સે ઓથોરીટીમાં તેમનું રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. એક મેથી ડેવલોપર્સ પ્રોજેકટનું પ્રી લોન્ચિંગ કરી શકશે નહિ અને પ્રોજેકટ લોન્ચ કરતા પહેલા તેમને એપ્રુવલ્સ અને એનઓસી લેવાનું રહેશે. આ એકટથી બાયર્સને ખુબ જ મજબુતી મળશે અને તે બિલ્ડર્સની મનમાની વિરુધ્ધ રેગ્યુલેટરી ઓથોરેટીમાં જઈ શકશે. ઓથોરીટીના નિર્દેશનું પાલન ન કરવા પર અપીલેટ ટ્રિબ્યુનલ બિલ્ડર અને પ્રોપર્ટી ડિલરને જેલ સુધી મોકલી શકે છે.
 
રોજ નક્કી થશે ડીઝલ પેટ્રોલની કિંમત
 
1 મેથી દેશના પાંચ શહેરોમાં ડિઝલ અને પેટ્રોલની કિંમતો રોજ નક્કી થશે. આ પાંચ શહેરોમાં પોન્ડીચેરી, વિઝાગ, ઉદયપુર, જમશેદપુર અને ચંદીગઢ છે. સરકાર પાયલોટ પ્રોજેકટના આધાર પર આ શહેરોમાં ડિઝલ અને પેટ્રોલની કિંમત આંતરાષ્ટ્રીય બજારના હિસાબથી રોજ નક્કી કરશે. બાદમાં તેને સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે. એટલે કે આંતરાષ્ટ્રીય બજારમાં ઓઈલની કિંમતો ઓછી થવા પર ગ્રાહકોને તેને ફાયદો તરત મળશે. તેની સાથે જ ઓઈલની કિંમતો વધવા પર ડિઝલ પેટ્રોલ માટે વધુ પૈસા આપવા પડશે.
 
પીએનબીની લોન સસ્તી
 
પંજાબ નેશનલ બેન્કે તેની એમસીએલઆરમાં 0.15 ટકાનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. આ પગલાથી બેન્કની લોન 1મેથી સસ્તી થઈ જશે. નવા એમસીએલઆર 8.05 ટકાથી 8.65 ટકાની વચ્ચે હશે.
 
સમગ્ર દેશમાં લાલ લાઈટના યુઝ પર પ્રતિબંધ
 
1મેથી સમગ્ર દેશમાં વીઆઈપી લાલ લાઈટનો ઉપયોગ કરી શકશે નહિ. કેન્દ્ર સરકારે તાજેતરમાં કેબિનેટ બેઠકમાં નિર્ણય કર્યો છે. આ નિયમ વડાપ્રધાન, રાષ્ટ્રપતિ અને ભારતના ચીફ જસ્ટિસના વાહનો પર પણ લાગ થશે. જોકે એમ્બ્યુલન્સ અને ફાયર સર્વિસ લીલી લાઈટનો યુઝ કરી શકશે. કેન્દ્ર સરકાર આ માટે મોટર વ્હીકલ એકટમાં ફેરફાર કરશે.
 
આગળની સ્લાઈડમાં જાણો, કયારથી બંધ થઈ જશે એકાઉન્ટ...
(Budget Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Do You Know Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: New Rule Will Affect You from May 1
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.