• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Do You Know »Global Economy »Facts» Wall Street Financier, 43, Is Sued For $850m For Sexually Harassing Model

વાંચો, ફાઇનાન્સર પર મોડલે કર્યો 5440 કરોડનો દાવો, જાણો શા માટે

બિઝનેસ ડેસ્કઃસ્વીડનની ભૂતપૂર્વ મોડેલની જાતીય સતામણી કરવા બદલ વોલ સ્ટ્રીટના ફાઇનાન્સિયર પર મોડેલે રૂ. 5440 કરોડ (850 મિલીયન ડોલર)નો દાવો કર્યો છે એમ મોડેલના વકીલે જણાવ્યું હતું.
 
સ્વીડીશ મોડેલ હન્ના બૌવેંગ ન્યુયોર્ક ગ્લોબલ ગ્રુપના સીઇઓ બેન્જામીન વે સામે કાનૂની દાવો માંડ્યો છે અને દાવો કર્યો છે કે તેણીની જાતીય સતામણી કરવામાં આવી હતી, તેણીને જુગુપ્સાપ્રેકર ડ્રેસ પહેરવા અને ડિસેમ્બર 2013માં તેમની સાથે સેક્સ માટે ભારે દબાણ કર્યું હતું.  
બૌવેંગે જણાવ્યું હતું કે તેણીને વેએ જુલાઇમાં પોતાની પાસે અનુભવ ન હોવા છતાં કંપનીની માર્કેટિંક ચીફ તરીકે નોકરી આપી હતી. આ કેસ 43 વર્ષનો સીઇઓ કેવી રીતે 25 વર્ષની યુવતીનો લાભ ઊઠાવે છે તેનો છે. વેએ તેણીને નોકરીએ રાખી હતી અને ત્યાર બાદ વારંવાર તેણીને સેક્સ માટે દબાણ કરતો હતો એમ મોડેલના વકીલ ડેવીડ રેટનરે મેનહટ્ટન ફેડરલ કોર્ટમાં પોતાના પ્રારંભિક નિવેદનમાં જણાવ્યું હતું.
 
વકીલે વધુમાં જણાવ્યું હતું કે વેએ મોડેલ માટે માસિક 3600 ભાડામાં ટ્રિબીયા એપાર્ટમેન્ટમાં એક ઘર પણ ભાડે રાખ્યું હતું એમ ન્યુયોર્ક પોસ્ટે તેના એક અહેવાલમાં જણાવ્યું છે.
 
એક દિવસ બૌવેંગને તેણે વધુ પડતું કેફી ડ્રીંક પીવડાવ્યું અને ફરક્ત બે જ મ્નીટ સેક્સ માણ્યા બાદ મોડેલ ગભરાઇ ગઇ હતી અને ભાગી ગઇ હતી. બાદમાં મોડેલ મેથી દૂર રહેવા માટે બીજી વ્યક્તિના સંપર્કમાં આવી હતી એમ રેટનરે જણાવ્યું હતું.
 
આગળ જુઓ વિવિધ તસવીરો...
 
(Global Economy Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Do You Know Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Wall Street financier, 43, is sued for $850m for sexually harassing model
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.