• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Do You Know »Debt »Trivia» A Timeline Of Argentina's Sordid History With Default

આર્જેન્ટિનામાં 13 વર્ષ પહેલાંનું સૉવરેન ડિફોલ્ટ, યુવાનોએ છોડ્યો હતો દેશ

આર્જેન્ટિનામાં 13 વર્ષ પહેલાંનું સૉવરેન ડિફોલ્ટ, યુવાનોએ છોડ્યો હતો દેશ
બુએનોસ એરેસ: છેલ્લાં 13 વર્ષમાં બીજી વખત આર્જેન્ટિના ડેબ્ટ ડિફોલ્ટથી ઝઝૂમી રહી છે. 13 વર્ષ પહેલાં પણ આર્જેન્ટિના પોતાની વિદેશી લોન ચૂકવવામાં નિષ્ફળ રહી હતી, તેના લીધે આર્જેન્ટિનાને ઘણી નુક્સાની થઇ હતી. હજારો યુવાનો દેશ છોડીને યુરોપમાં ઇમિગ્રેટ થઇ ગયા હતા. ન્યૂયોર્કમાં બોન્ડ હોલ્ડર્સના એક ગ્રૂપની સાથે થયેલી મીટિંગ કોઇપણ સમજૂતી પર પહોંચવામાં અસફળ રહી, ત્યારબાદ તેની પુષ્ટિ થઇ કે આર્જેન્ટિના ડેબ્ટ ડિફોલ્ટ કરી રહ્યું છે.
વલ્ચર ફંડ રોકાણકાર 1.3 અબજ ડોલરના આ તમામ બોન્ડની પૂરી કિંમત માંગી રહ્યું છે, જે તેની પાસે છે. આર્જેન્ટિનાએ કહ્યું કે તે આવું કરી શકે નહીં અને સાથો સાથ વલ્ચર ફંડ રોકાણકારો પર દેશમાં ચાલી રહેલ દેવાં સંકટથી એક મોટો પ્રોફિટ બનાવાનો આરોપ પણ લગાવ્યો છે. બુધવારની સાંજે આર્જેન્ટિનાના અર્થતંત્ર મંત્રી અક્સેલ કિસિલૉફ (Axel Kicillof)એ કહ્યું કે રોકાણકારોએ સરકારની ઓફરને રિજેક્ટ કરી દીધી છે.
આવો જાણીએ 13 વર્ષ પહેલાના આર્જેન્ટિનાની ક્રાઇસીસ અંગે
 
2001નું સૉવરેન ડિફોલ્ટ
 
1990ના દાયકામાં આર્જેન્ટિનાના પ્રેસિડન્ટ કાર્લોસ મેનેમ એ ફોરેન ઇન્વેસ્ટમેન્ટનો રસ્તો ખોલ્યો, ઇમ્પોર્ટ ટેરિફને ઘટાડી અને એ સ્ટેટ એન્ટરપ્રાઇસીસને પ્રાઇવેટાઇઝેશનની ગિફ્ટ આપી જે ખોટમાં ચાલી રહી હતી. આ બધાના લીધે ઇંફ્લેશનમાં ઘણો આવ્યો અને ઇંફલેશન ડબલ ડિજીટમાં થઇ ચૂકયો હતો તે સિંગલ ડિજીટમાં આવ્યો.
 
1999મા મેનેમ એ ઑફિસ છોડી દીધી. ત્યારબાદ ઇસ્ટ એશિયા અને રૂસમાં આવેલી મંદીના લીધે આર્જેન્ટિનામાંથી કરન્સી એટલી જ ઝડપથી બહાર નીકળવા લાગી, જે ઝડપથી આવી હતી. 2001મા બેરોજગારી 20 ટકા સુધી વધી ગઇ. આ દેશની દુનિયાના એવા દેશોમાં ગણતરી થતી હતી જ્યાં ખાવાની કોઇ અછત નહોતી. 2001મા તે દેશમાં ભૂખમરો અને માલન્યુટ્રિશન ફેલાય ગયો હતો.
 
ક્રાઇસીસ ખત્મ થતાં પહેલાં ઇકૉનોમી પાંચ ગણી તૂટી ગઇ. આર્જેન્ટિનાના હજારો યંગ અને એજ્યુકેટેડ લોકો યુરોપમાં ઇમિગ્રેટ થઇ ગયા. સરકાર એ 100 અબજ ડોલરથી વધુની લોનની ચૂકવણી પણ બંધ કરી દીધી. સરકાર ડેબ્ટ ડિફોલ્ટ કરી ગઇ, જે દુનિયાના સૌથી મોટા સૉવરેન ડિફોલ્ટમાંથી એક હતું.
 
(Debt Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Do You Know Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: A Timeline Of Argentina's Sordid History With Default
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.