• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Do You Know »Global Economy »Trivia» Russian President Putin Will Join In BRICS Leaders Meet Goa, Know His Life Style

રશિયાના જેમ્સ બોન્ડ ગણાય છે પુટિન, Photosમાં જૂઓ તેમની લક્ઝરી લાઇફ

નવી દિલ્હીઃ ગોવામાં શનિવારથી શરૂ થઇ રહેલા બ્રિક્સ દેશોના સંમેલનમાં આમ તો આર્થિક સહકાર પર મુખ્ય ફોકસ રહેશે. પરંતુ આ સંમેલનમાં ભાગ લેનારા ભારત, ચીન, રશિયા, બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકાના લીડર્સ પણ પોતાની લાઇફ સ્ટાઇલના કારણે ચર્ચામાં રહેનારા છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાળપણમાં ચા વેચી હતી એમ રશિયાના રાષ્ટ્રપ્રમુખ પુટિને શરૂઆતની કેરિયરમાં જાસૂસ તરીકે કામગીરી કરી હતી. પુટિન રશિયાના જેમ્સ બોન્ડ મનાય છે. એટલું જ નહિ, ઘણા મુદ્દાઓ પર અમેરિકાની ગુપ્તચર સંસ્થા સીઆઇએને પુટિનની ચાલ સમજાતી નથી.
 
જોકે, આ બધુ હોવા છતાં પુટિન રોયલ લાઇફ જીવે છે અને તેની ચર્ચા છે. ઘણીવાર તેઓ તરતા કે કરાટેબાજી અથવા શિકાર કરતા જોવા મળે છે. તેમની ફિટનેસ જેમ્સ બોન્ડ સિરીઝના એક્ટર ડેનિયલ ક્રેગને પણ પાછા પાડી દે એવી છે. સ્ટાઇલિશ પુટિન એ લૉર્જ શોન ટર્બોગ્રાફક પ્લોર લે મેરિટની ઘડિયાળ પહેરે છે. તેની કુલ કિંમત રૂ.3.3 કરોડ બતાવાય છે. સીએનએનના ભારતીય એન્કર ફરીદ ઝકરિયાના જણાવ્યા અનુસાર, પુટિન આશરે 200 અબજ ડોલરની સંપત્તિના માલિક છે. જોકે, ઘણીવાર તેમની નેટવર્થ આશરે 40 અબજ ડોલર પણ આંકી ગઇ છે.
 
પુટિનને રમતોનો પણ ઘણો શોખ છે. તેમને ઝુડો, સ્વિમિંગ અને આઇસ હોકી ખેલતા જોઇ શકાયા છે. આ સાથે તેઓ સબમરિન ચલાવવાથી લઇને ફાઇટર પ્લેન ઊડાવતા પણ જોવા મળ્યા છે. અહીં પુટિનની લાઇફ સ્ટાઇલ દર્શાવતા રેર ફોટોઝ આપ્યા છે.
 
આગળની સ્લાઇડમાં જૂઓ- પુટિનની લાઇફસ્ટાઇલની ઝલક...
(Global Economy Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Do You Know Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Russian president Putin will join in BRICS leaders meet Goa, know his life style
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.