• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Do You Know »Global Economy »Facts» 9/11 WTC Attack: Company Paid Rs.1,188 Crore To The Families Of Dead 658 Employees

9/11 WTC ધ્વંસઃ માર્યા ગયેલા તમામ 658 કર્મચારીના પરિવારોને કંપનીએ આપ્યા રૂ.1,188 કરોડ

અમેરિકામાં ટ્વિન ટાવર પર ત્રાસવાદી હુમલો થયો તે સમયની તસવીર
 
બિઝનેસ ડેસ્કઃ અમેરિકાના ન્યુયોર્ક સિટીમાં 14 વર્ષ પહેલા 11મી સપ્ટેમ્બરે વર્લ્ડ ટ્રેડ સેન્ટરના બે ટાવરો પર થયેલા ભયાનક ત્રાસવાદી હુમલાથી અમેરિકા સહિત વિશ્વભરમાં હાહાકાર મચી ગયો હતો. આ હુમલામાં 110 માળના બે ટાવરો સંપૂર્ણ રીતે ધ્વસ થઇ ગયા હતા અને આશરે 3000 લોકોના મોત થયા હતા. આજુબાજુની બિલ્ડિંગ્સ, સ્ટ્રીટ્સ અને અન્ય સંપત્તિને પણ ભારે ખુવારી થઇ હતી. આ ટાવરમાં અનેક અગ્રણી કંપનીઓના હેડક્વાર્ટ્સ અને ઓફિસો આવી હતી તેમને જાનમાલનું ભારે નુકસાન થયું હતું. તેમાં કેન્ટોન ફિટ્ઝગેરાલ્ડ નામની અગ્રણી ફાઇનાન્શિયલ સર્વિસીસ કંપનીઓના બેતૃતિયાંશથી વધારે કર્મચારીઓના મોત થયા હતા, જે આ ટાવરમાં સ્થિત અન્ય કંપનીઓને થયેલા નુકસાનથી વધારે હોવાનું કહેવાય છે.
 
હાલ ફરી ટ્વિન ટાવરો ઊભા થઇ ગયા છે અને આ હુમલાથી અન્ય કંપનીઓ અને લોકોનો પુનર્વસવાટ થઇ ગયો છે. પરંતુ કેન્ટોન કેન્ટોન ફિટ્ઝગેરાલ્ડના વિનાશ અને પછી થયેલા વિકાસની સ્ટોરી ખૂબ રોચક છે અને તેના પર ટોમ બાર્બાશ નામના લેખકે 2003માં એક પુસ્તક પણ બહાર પાડ્યું હતું. જેનું લાંબુ શીર્ષક છે- On Top of the World: Cantor Fitzgerald, Howard Lutnick, and 9/11: A Story of Loss and Renewal.
 
ત્રાસવાદી હુમલા વખતે શું થયું

ન્યુયોર્કના મેનહટ્ટનમાં આવેલા વન વર્લ્ડ ટ્રેડ સેન્ટરના ટાવરના 101-105મા માળે કેન્ટોન ફિટ્ઝગેરાલ્ડનું કોર્પોરેટ હેડક્વાર્ટસ આવેલું હતું. કંપનીના આશરે 960 કર્મચારીઓ આ ઓફિસોમાં કામ કરતા હતા. ત્રાસવાદી હુમલો થયો ત્યારે 658 કર્મચારીઓ હાજર હતા. 11 સપ્ટેમ્બરે સવારે આ કંપનીના હેડક્વાર્ટર્સથી આઠ માળ નીચે અપહ્ત વિમાન મારફત ત્રાસવાદી હુમલો થયો હતો. તેમાં કેન્ટોન ફિટ્ઝગેરાલ્ડના હાજર તમામ 658 કર્મચારીઓના મોત થયા હતા. કંપનીના સીઇઓ અને ચેરમેન હાવર્ડ લુટનિકના ભાઇ પણ આ હુમલામાં માર્યા ગયા હતા. અન્ય કર્મચારીઓ બિઝનેસ ટ્રીપ, બિમારી કે અન્ય કારણસર એક યા બીજા બહાને ગેરહાજર હતા તેના કારણે તેઓ બચી ગયા. જેમકે કંપનીના સીઇઓ હાર્વર્ડ લુટનિક પોતે એટલે બચી ગયા કે તેમના પુત્રને કિન્ટરગાર્ટન (કેજી)માં પ્રથમ દિવસ હોવાથી તેઓ તેને મૂકવા ગયા હતા.
 
લુટનિકે કંપનીને બચાવી લીધી, કર્મચારીઓના પરિવારને ઉદાર આર્થિક મદદ કરી 
 
પોતાની કંપનીને થયેલા ભારે આર્થિક નુકસાન અને મોટા ભાગનો સ્ટાફ માર્યો ગયો તે કંપનીના વડા તરીકે લુટનિક માટે ખૂબ આઘાતજનક હતું. છતાં હિંમત હાર્યા વિના તેમણે ફરી બેઠી કરવાનો નિર્ણય જાહેર કર્યો હતો. એટલું જ નહિ, તેમણે કંપનીનો 25 ટકા નફો માર્યા ગયેલા કર્મચારીઓના પરિવારજનોમાં પાંચ વર્ષ સુધી વહેંચવાની તથા આગામી 10 વર્ષ સુધી તેમની આરોગ્ય સંભાળ લેવાની પણ ખાતરી આપી હતી. 

કંપની આ હુમલાના એક સપ્તાહમાં જ તેના ટ્રેડિંગ માર્કેટ્સને ફરી ઓનલાઇન શરૂ કરી શકી હતી. 2006માં કંપનીએ તેનું વચન પાળી બતાવ્યું હતું અને માર્યા ગયેલા કર્મચારીઓના પરિવારજનોને કુલ 180 મિલિયન ડોલર (એટલે કે આશરે 1,188 કરોડ રૂપિયા) ઉપરાંત લુટનિકની બહેન ઇડીલી દ્વારા સંચાલિત રીલિફ ફંડમાંથી બીજા 170 લાખ ડોલર પણ ચૂકવ્યા હતા.
 
આગળ વાંચો, સાઉદી અરેબિયા અને અમેરિકન એરલાઇન્સ સામે કેન્ટોરે ક્યો કાનૂની દાવો
(Global Economy Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Do You Know Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 9/11 WTC Attack: Company paid Rs.1,188 crore to the families of dead 658 employees
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.