• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Experts »Market» Gold ETF Best For Your Portfolio

ગોલ્ડ ETF તમારા પોર્ટફોલિયો માટે ઉત્તમ

ગોલ્ડ ETF તમારા પોર્ટફોલિયો માટે ઉત્તમ
એક્સચેન્જ- ટ્રેડેડ ફંડ્સ (ETF) ભારતીય નાણાકીય બજારમાં લાંબા સમયથી વણસ્પર્શી રહી છે. મોટા ભાગના લોકોને તો યોજના તરીકે ઈટીએફ વિશે જાણકારી જ નથી, જ્યારે થોડા લોકોને છે તેઓ સામાન્ય રીતે અત્યંત લોકપ્રિય ગોલ્ડ ઈટીએફમાં વધુ લેણદેણ કરે છે. ઈટીએફ 1980થી અસ્તિત્વમાં છે, પરંતુ ગત 10 વર્ષમાં તે વધુ પ્રચલિત બની છે. બદનસીબે ઈટીએફ વૈશ્વિક સ્તરે શેરો કરતાં વધુ ટ્રેડ કરે છે, પરંતુ ભારતમાં ઈટીએફ આ ફંડો વિશે જ્ઞાનને અભાવે રહસ્યનાં આંચળ હેઠળ ઢંકાયેલી રહી છે.
 
ઈટીએફ સેન્સેક્સ, નિફ્ટી, એસ એન્ડ પી 500, નાસ્દાક જેવાં ઈન્ડેક્સોનું પગેરું રાખે છે. તમે ઈટીએફના શેરો ખરીદી કરો છો ત્યારે તમે તે પાડોશી ઈન્ડેક્સની ઊપજ અને વળતરોનું પગેરું રાખતા પોર્ટફોલિયોના શેરોની ખરીદી કરો છો. ઈટીએફ અને ઈન્ડેક્સ ફંડ્સના અન્ય પ્રકારો વચ્ચે મુખ્ય તફાવત એ છે કે ઈટીએફ તેના સમોવડિયા ઈન્ડેક્સથી ચઢિયાતી કામગીરી કરવાનો પ્રયાસ કરતી નથી, પરંતુ તેની કામગીરીને પ્રતિકૃત કરે છે. મ્યુચ્યુઅલ ફંડો કે શેરોથી વિપરીત તે બજારને મારવાનો પ્રયાસ કરતી નથી, પરંતુ બજાર તરીકે જળવાઈ રહેવાનો પ્રયાસ કરે છે.
 
રોકાણકારો મોટે ભાગે ઘણાં બધાં કારણોસર શેરો રાખતા હોય છે, જેને અમુક વાર બજારની વાસ્તવિક કામગીરી સાથે ઓછી લેવાદેવા હોય છે અને અન્ય સટ્ટાકીય કે ભાવનાત્મક પરિબળો સાથે વધુ લેવાદેવા હોય છે. ઈટીએફ તે અર્થમાં ઈન્ડેક્સમાં તમારી ભાવનાઓનું ભાગફળ કે મનસ્વીપણાનું અજ્ઞેયવાદી છે અને ઈક્વિટી બજારમાં ઈન્ડેક્સ કે ક્ષેત્રની થીમની કામગીરીનું પ્રતિબિંબ છે.
 
ઈટીએફના લાભો
સક્રિય ફંડોમાં આદર્શ પૂરકઃ સક્રિય ફંડો (મ્યુચ્યુઅલ ફંડ્સની જેમ) તમારા પોર્ટફોલિયોની વૃદ્ધિ કરવામાં તમને મદદરૂપ થાય છે. એટલે કે, બજારનાં વળતરોથી સ્વતંત્ર ઈન્ડેક્સ પર સક્રિય ફંડો વળતરો ઊપજાવે તેનું માપન. ઈટીએફ બીટા મેનેજ કરે છે, એટલે કે, પોર્ટફોલિયોમાં વળતરો એકંદર બજારનાં વળતરો સાથે સુમેળ સાધે છે. ખાસ કરીને લાર્જ કેપ ક્ષેત્રમાં વધુ પારદર્શકતા અને સંશોધનને લીધે ગત થોડાં વર્ષ પૂર્વે લગભગ 10 ટકા પરથી આલ્ફા લગભગ 3-4 ટકાએ સંકોચાયા છે.
 
આથી સક્રિય એમએફ અને ઈટીએફમાં ફાળવણી ઉત્તમ આલ્ફા- બીટા ફ્રેમવર્કમાં પરિણમી શકે છે અને તેથી પોર્ટફોલિયોના સ્તરે ઉત્તમ જોખમ સમાયોજિત વળતરો આપે છે. આમ, ઈટીએફ તમારા પોર્ટફોલિયોમાં ફક્ત ફંડ નહીં રહેતાં તમારાં સક્રિય ફંડોને હંમેશાં પૂરક હોવી જોઈએ.પગેરું રાખવામાં ઓછામાં ઓછી ભૂલઃ ઈટીએફ ખાસ કરીને કોઈ એક કંપનીના શેરો નહીં પણ ઈન્ડેક્સ પર અલગ અલગ ભાર ધરાવતી ઘણી બધી કંપનીઓના શેરો ખરીદી કરતા રોકાણકારોને બજારમાં ઉત્તમ જોખમ સમાયોજિત યોજનામાંથી એક તરીકે માનવામાં આવે છે.
 
આથી ઈટીએફની ભૂલોનું પગેરું રાખવું (તમારા પોર્ટફોલિયોની કામગીરી અને ઈન્ડેક્સની કામગીરી વચ્ચે ફરકનું પ્રમાણસર વિચલન) સામાન્ય રીતે લઘુતમ હોય છે. આનો અર્થ જો નિફ્ટીની રોજિંદી કામગીરી 2.18 ટકા નીચે આવે તો તમારો પોર્ટફોલિયો પણ તે પ્રમાણમાં નીચે આવશે.ઈન્ટ્રાડે ટ્રેડિંગ સાથે બજારની શક્તિનો લાભ લોઃ ઈટીએફ એક જ શેર હોવા છતાં સંપૂર્ણ બજારમાં ટ્રેડ કરવા માટે રોકાણકારોને માર્ગ આપે છે. એનએવી પર દિવસમાં એક વાર કિંમત અંકાતાં મ્યુચ્યુઅલ ફંડોની તુલનામાં ઈટીએફ ઈન્ટ્રાડે ટ્રેડ કરી શકાય છે અને તે રોકાણકારોને એક સિક્યુરિટીના ટ્રેડિંગ મારફત ટૂંકા ગાળાની બજારની વધઘટની દિશા પર સટ્ટો લેવાની તક આપે છે.
લેખક : એડલવાઇઝ એસેટ મેનેજમેન્ટ લિ. (એએમસી) ના ચીફ એક્ઝીક્યુટીવ ઓફિસર છે.
 
વિકાસ સચદેવ
(Market Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Experts Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Gold ETF best for your Portfolio
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.