• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Market »Commodity »Gold Silver» 32 Percentage Cheating On Non Hallmark Gold

નોન-હોલમાર્ક સોનામાં થતી ભેળસેળઃ અશુદ્ધ સોનામાં 32% સુધીની ઠગાઈ

 
નવી દિલ્હી: હોલમાર્ક વિનાનું વેચીને તમને ઠગવામાં આવી રહ્યા છે. ચિંતા ઉપજાવે તેવી બાબત એ છે કે બ્યૂરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સે 9 વર્ષ પહેલા સાબિત કર્યું હતું કે 90 ટકા નોન-હોલમાર્ક સોનુ ભેળસેળવાળુ હોય છે, એવું જ આજે ફરી સાબિત થયું છે. દૈનિક ભાસ્કરે સોનાના 25 સેમ્પલ્સની તપાસ કરાવી તો સંપૂર્ણ શુદ્ધ સોનુ એક સિવાય કોઈ પણ સેમ્પલમાંથી મળ્યું નહીં. તપાસ એક નહીં દેશની ચાર લેબ્સમાં કરાવવામાં આવી. રેન્ડમ સેમ્પલિંગ હેઠળ સેમ્પલ્સ જયપુરમાંથી લેવામાં આવ્યા, જે દેશમાં સોનાના વેપાર અને વપરાશમાં ટોચના 10 શહેરોમાં છે. સમગ્ર દેશમાં ગ્રાહકોને થઈ રહેલા નુકસાનનો અંદાજ બીઆઈએસના 2014ના આંકડાઓ પરથી લગાવી શકાય છે, કે ઉત્તર ભારતમાં 85 ટકા સુધી, પૂર્વમાં 70 ટકા અને પશ્ચિમમાં 50 ટકા ગ્રાહક નોન-હોલમાર્ક જ્વેલરી જ ખરીદી રહ્યા છે.
 
સોનામાં ભેળસેળ પર ભાસ્કર જૂથનો મોટો ખુલાસો, વિવિધ સ્થળેથી લેવાયેલા  25માંથી 24 સેમ્પલ્સ અશુદ્ધ નીકળ્યા
ટૂંક સમયમાં દેશમાં હોલમાર્ક સોનું અનિવાર્ય કરવામાં આવશે : રામવિલાસ પાસવાન
 
જયપુરમાં 25 સોનાના સેમ્પલ્સ 14 અલગ અલગ દુકાનોમાંથી લેવામાં આવ્યા. તેમાં 24 સેમ્પલ્સમાંથી અશુદ્ધ સોનુ મળી આવ્યું હતું, તેમાંથી 4 સેમ્પલ્સમાં 10 ટકા સુધી, 1 સેમ્પલમાં 11 ટકા, 3 સેમ્પલ્સમાં 6થી 9.5 ટકા તથા 6 સેમ્પલ્સમાંથી 6 ટકા સુધીની અશુદ્ધતા મળી આવી હતી. ભાસ્કરે સોનાના વેપારમાં વ્યાપક સ્તર પર થઈ રહેલી ભેળસેળ અંગે ગ્રાહક બાબતોના કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાને જાણ કરી તો તેમણે કહ્યું કે નજીકના ભવિષ્યમાં સમગ્ર દેશમાં સોના પર હોલમાર્ક કરાવવું ફરજિયાત બનાવાશે.  નોન-હોલમાર્ક સોનુ ખરીદતાં ગ્રાહકોને કિંમત અને કેરેટ બંને બાબતોમાં ઠગવામાં આવી રહ્યા છે.
 
22/20 કેરેટ નોન-હોલમાર્ક સોનાના ઘરેણાંનો અર્થ છે - જ્વેલર જ્યારે ગ્રાહકોને ઘરેણાં વેચશે તો 22 કેરેટ સોનાના ભાવ વસૂલશે. તેની શુદ્ધતા 20 કેરેટ હશે. હકીકતમાં એવું પણ થઈ રહ્યું નથી. તપાસમાં તેના 18 કેરેટ (75 ટકા) અથવા તેનાથી ઓછી શુદ્ધતા હોવાની પુષ્ટી થઈ હતી જ્યારે કિંમત વસૂલવામાં આવી હતી 22 કેરેટની. તપાસમાં 10 ગ્રામ જ્વેલરી ખરીદતા ચૂકવણી કરવી પડી - રૂ. 29200 (22 કેરેટ સોનાનો બજાર ભાવ અને બનાવટ ચાર્જ રૂ. 4000 સહિત) જ્યારે સોનુ મળ્યું રૂ. 19875નું. એટલે કે રૂ. 9,325નું નુકસાન. આ નુકસાન 32 ટકા છે. સોનાના સેમ્પલ્સની દિલ્હી અને જયપુરની ચાર સરકારી અને ખાનગી સેન્ટરોમાં તપાસ કરાવવામાં આવી - એમએમટીસી અસેસિંગ સેન્ટર દિલ્હી, લાવટ ગોલ્ડ ટેસ્ટિંગ એન્ડ રિફાઈનરી જયપુર, ગોવિંદમ કમ્પ્યુટરાઈઝ્ડ, શ્રી શ્યામ બાબા ગોલ્ડ એન્ડ સિલ્વર રિફાઈનરી.
ઈનપુટ : બ્રજેશ ગિરિ, ધર્મેન્દ્ર સિંહ ભદૌરિયા
 
આ અંગે વધુ વાંચવા આગળ ક્લિક કરો...
(Commodity Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Market Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 32 percentage cheating on Non Hallmark Gold
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.