• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Special» The Hemline Economy: Hemline Index Tells Relationship Between Short Skirts Of Girls And Economy

યુવતીઓના સ્કર્ટ ટૂંકા હોય તો અર્થતંત્ર મજબૂત! જાણો, શું છે સ્કર્ટ ઇન્ડેક્સ?

બિઝનેસ ડેસ્કઃ હેમલાઇન ઇન્ડેક્સ મતલબ સ્કર્ટ ઇન્ડેક્સ...આ એ થીયરી છે જે થોડા સમય પહેલા દેશની આર્થિક હાલત જાણવા માટે ઉપયોગમાં લેવામાં આવતી હતી. આ  થીયરી અનુસાર, જે દેશમાં યુવતીઓના સ્કર્ટ નાના હોય છે, ત્યાંનું અર્થતંત્ર એટલું જ મજબૂત હોય છે. લાંબા સ્કર્ટવાળા દેશની હાલત આર્થિક રીતે સારી નથી હોતી. જોકે, વૈશ્વિક સ્તર પર આ થીયરીને અર્થશાસ્ત્રીઓએ માન્યતા આપી નથી. પરંતુ 1926માં અમેરિકાના અર્થશાસ્ત્રી  જ્યોર્જ ટેલર આ જ થીયરીને માનતા હતા. એ સમયે યુવતીઓના સ્કર્ટથી દેશની આર્થિક હાલત કેવી છે તે જાણી શકાતું હતું.

શું છે આ હેમલાઇન ઇન્ડેક્સ

જ્યોર્જ ટેલરની થીયરી અનુસાર, આ એ પ્રકારનું ફ્રોક એક્સચેન્જ છે જ્યાં સ્કર્ટની લંબાઇને દેશના અર્થતંત્રના સૂચકાંક તરીકે ગણવામાં આવે છે. તેનો મતલબ એ થાય છે કે, બજાર ઘટવા સાથે નાના સ્કર્ટનું ચલણ પણ ઘટી જાય છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, અર્થતંત્રની હાલત સારી હોય તો યુવતીઓ નાના સ્કર્ટ એટલા માટે પહેરે છે, કારણ કે તે પોતાની લક્ઝરી જીવનશૈલી બતાવી શકે. ઉપરાંત, નાના સ્કર્ટનું ચલણ એક ફેશન સ્ટેટસ પણ બની ગયું હતું. મંદીના સમયમાં આ પ્રકારની ફેશન ઘણી નબળી પડી જાય છે. એટલે કે લોકો આર્થિક મુશ્કેલીઓમાં એટલા બધા ફસાયેલા હોય છે કે તેમને આ પ્રકારની જીવનશૈલીમાં રહેવા માટેનો સમય જ નથી મળતો. માટે અમેરિકામાં એવું માનવામાં આવતું હતું કે બજારમાં નાના નાના સ્કર્ટ પહેરેલી યુવતીઓ ધીમે ધીમે ઓછી નજર આવે તો સમજી જવું કે સંકટની શરૂઆત થઈ ગઈ છે. 

1929ના ચર્ચામાં આવ્યું સ્કર્ટ ઇન્ડેક્સ

1929માં જ્યારે વોલ સ્ટ્રીટમાં ભારે ઘટાડો આવ્યા બાદ રાતોરાત નાના સ્કર્ટનું ચલણ બજારમાંથી ગાયબ થઈ ગયું. મંદી દરમ્યાન મોટી સંખ્યામાં બેરોજગારીનો આંકડો વધતો ગયો, જેના કારણે સ્કર્ટ ફેશનમાંથી બહાર થઈ ગયા, જે સ્કર્ટ જોવા મળતા હતા તેમની પણ લંબાઈ વધુ હતી. 1939માં બીજા વિશ્વ યુદ્ધ દરમ્યાન અર્થતંત્રની હાલત ખરાબ થઈ ગઈ હતી. તે સમયે લેગિંગ્સના ફેબ્રિક નહિ મળવાથી સ્કર્ટની લંબાઈ ઘૂંટણ સુધી પહોંચી ગઈ હતી. 

1947માં ક્રિસ્ટિના ડિનોરે મોંઘા મટિરિયલનો ઉપયોગ કરીને ફુલ સાઈઝ સ્કર્ટ રજૂ કર્યું હતું. તેને સકારાત્મક સંકેત ગણવામાં આવ્યો. જોકે, 1950ના સમયગાળામાં સ્કર્ટની સાઈઝ નાની થતી ગઈ. તેની સાથે જ શેરના ભાવ પણ વધતા ગયા. 

આગળની સ્લાઈડ્સમાં વાંચો...ફેશન સાથે સ્ટોકના ભાવમાં પણ ફેરફાર થયા...
નોંધઃ તમામ તસવીરનો ઉપયોગ માત્ર પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે.
(Special Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: The hemline economy: Hemline Index Tells Relationship Between Short Skirts Of Girls And Economy
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.