• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Experts »Personal Finance» The Best Option Of Investment: Direct Equity Mutual Funds

શ્રેષ્ઠ મૂડીરોકાણ વિકલ્પની પસંદગી: ડાયરેક્ટ ઈક્વિટી કે મ્યુચ્યુઅલ ફંડ

શ્રેષ્ઠ મૂડીરોકાણ વિકલ્પની પસંદગી: ડાયરેક્ટ ઈક્વિટી કે મ્યુચ્યુઅલ ફંડ
જંગલમાં સિંહ અને હરણ વચ્ચેની દોડમાં હરણની સફળતાનો રેશિયો ઊંચો જ રહે છે. જ્યારે સિંહની સફળતાનો રેશિયો નીચો  જ રહેશે. કારણ… સિંહ ખોરાકના વિકલ્પ માટે દોડે છે અને હરણ જીવન બચાવવા માટેના એકમાત્ર લક્ષ્ય સાથે દોડે છે. 99 ટકા રોકાણકારોનું જીવન માત્ર અને માત્ર આર્થિક-સામાજિક પળોજણ પાછળ જ વ્યતિત થઇ જતું હોય છે. તેઓ કોઇપણ જાતના આયોજન સિવાય સિંહનું અનુકરણ કરતા હોય છે. કમાયા, ખાયા-પિયા ઔર ભૂલ ગયા.... બાકી કોઇ માણસ જો 25 વર્ષની વયથી રોજનો એક રૂપિયો સાઇડમાં મૂકે તો પણ તે સાઇઠ વર્ષનો થાય ત્યાં સુધીમાં રૂ. 12775 તો જમા થઇ જ જાય. પરંતુ જો તે રૂપિયો સેવિંગ્સ એકાઉન્ટમાં મૂકે તો 4.5 ટકા, બેન્ક એફડીમાં મૂકે તો 7-7.5 ટકા, પીપીએફમાં મૂકે તો 8 ટકા પ્લસ અને દર વર્ષે બેલેન્સ મ્યુચ્યુઅલ ફંડમાં મૂકે તો પણ એટલિસ્ટ અને એવરેજ 9 ટકા રિટર્ન તો મેળવી જ શકે. પરંતુ મહિને રૂ. 1000 કમાય કે રૂ. 100000 કમાય છતાં મોટાભાગના રોકાણકારોની એકજ બોગસ ફરિયાદ હોય છે કે, પૈસો બચવો તો જોઇએ ને…?!! ફાઇનાન્સિયલ પ્લાનિંગ એ સ્વયં શિસ્તનો પાઠ છે.

જે રોકાણકારો કમાણીની શરૂઆતથી જ કમાણીના એટલિસ્ટ 10 ટકા પણ રિટાયરમેન્ટ માટે અનામત રાખે છે અને જેમ જેમ કમાણી વધતી જાય તેના પ્રમાણમાં ઇન્વેસ્ટમેન્ટ પોર્શન પણ વધારતા જાય છે તેઓને ભાગ્યેજ વાંધો આવે તેવું સ્વાનુભવે જોવા મળ્યું છે. એક વાચક મિત્ર મળવા આવ્યા હતા. તેમણે સવાલ પૂછ્યો કે, મૂડીરોકાણ ડાયરેક્ટ ઇક્વિટીમાં કરવું સારું કે મ્યુચ્યુઅલ ફંડમાં કરવું સારું…?! મેં તેમને સમજાવ્યું કે, વ્યક્તિગત કેસ અનુસાર બન્ને વિકલ્પ સારા કે નરસા સાબિત થઇ શકે છે. પરંતુ તમારી આર્થિક પરિસ્થિતિ, સમય, સંજોગો અને જરૂરિયાત કેવી છે તેની ઉપર નિર્ભર રહે છે. તમે ઇક્વિટી જ નહિં ડેટ સાધનોમાં પણ બે રીતે મૂડીરોકાણ (સટ્ટો કે ટ્રેડિંગ નહિં….!!) કરી શકો છે.

સ્ટોક માર્કેટમાંથી ડાયરેક્ટ લે-વેચ અથવા ઇક્વિટી મ્યુ. ફંડ મારફત. બન્ને સ્રોતમાં મહત્વના પાસાઓને ધ્યાનમાં રાખીને રોકાણ કરી શકાય.રિસ્ક-રિટર્ન રેશિયો: બેન્ક એફડી, ટ્રેડિશનલ લાઇફ ઇન્સ્યોરન્સ, સરકારી બોન્ડ્સ વગેરેમાં જોખમ સિવાય મર્યાદિત અને નિર્ધારીત રિટર્ન મેળવી શકો છે. પરંતુ જો તમારે વધુ રિટર્ન જોઇતું હોય તો ઇચ્છીત રેટ ઓફ રિટર્નના પ્રમાણમાં જોખમ પણ ખેડવું પડે.

નીચી મૂડી અને રિસ્ક ડાઈવર્સિફિકેશન: જો ઇક્વિટીમાં ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ કરવા ઇચ્છતા હોય અને સેન્સેક્સપેકની તમામ કંપનીનો એક એક શેર ખરીદવા જાવ તો પણ જંગી મૂડીરોકાણ દર મહિને જોઇએ. પરંતુ મ્યુચ્યુઅલ ફંડમાં મહિને ન્યૂનતમ રૂ. 500નું રોકાણ કરીને ડાઇવર્સિફાઇડ પોર્ટફોલિયો અને રિસ્ક-રિટર્ન રેશિયો વ્યાજબી સ્તરે લઇ જઇ શકો છો.

માર્કેટ એક્સપર્ટ વર્સસ ગેસ વર્ક/ટીપ્સ: 35થી પણ વધુ વર્ષની કારકિર્દી દરમિયાન 100માંથી 90 ટકા રોકાણકારો માત્ર અનુમાન કે ટિપ્સના આધારે જ મૂડીરોકાણ કરતાં હોય છે. તેઓમાં ઇક્વિટી ઇન્વેસ્ટમેન્ટ અંગેનો અનુભવ કે નિપુણતાનો સદંતર અભાવ જ જોયેલો છે. તેના કારણે આવા રોકાણકારો મૂડીરોકાણ નહિં, બલ્કે ટ્રેડિંગ અને સટ્ટાના રવાડે જ ચડી ગયેલા જોવા મળે છે. કોઇપણ શેર માત્ર તેનો ભાવ વધે છે તે જોઇને ખરીદનારા રોકાણકારોને થોડા જ દિવસો, અઠવાડિયા કે મહિનાઓમાં મોંભેર પછડાતા પણ જોયેલા છે. શેરબજારમાં મૂડીરોકાણ પણ અભ્યાસ, અનુભવ, આવડત અને ધીરજ માગી લેતો વિષય છે.

શિસ્તબદ્ધ મૂડીરોકાણ વર્સસ ટ્રેડિંગ-સટ્ટો: ઐતિહાસિક ફીગર્સ દર્શાવે છે કે, કોઇપણ મૂડીરોકાણ સ્રોતમાં જો 10 વર્ષ કે તેથી વધુ સમય માટે જો મૂડીરોકાણ કરવામાં આવે તો ચોક્કસ પોઝિટિવ રિટર્ન મળી રહે. એસઆઇપી શ્રેષ્ઠ વિકલ્પ મનાય છે.
(Personal Finance Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Experts Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: The best option of investment: Direct equity mutual funds
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.