• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Property »Interior Decoration» PNC Menon Starts From Rs 50 To Become Billionaire

ન ડિગ્રી હતી, ના રૂપિયા, માત્ર 50 રૂા. લઇને ઘરેથી નિકળ્યા, આજે છે અબજોપતિ

નવી દિલ્હીઃ સપના મોટા હતાં. પરંતુ ન તો ડિગ્રી હતી અને ન રૂપિયા હતા. પરંતુ કંઈક કરવું હતું, તેથી 50 રૂપિયા ગજવામાં નાંખીને ઘરેથી નીકળી પડ્યા. આ છે કેરલના પાલઘાટમાં એક ખેડૂત પરિવારમાં જન્મેલા પીએનસી મેનન. મેનના પિતા કેરલમાં નાના કારોબારી હતા. જ્યારે તેઓ 10 વર્ષના હતાં ત્યારે તેમના પિતાનું અવસાન થયું. ત્યાર બાદ તેમના પરિવારમાં બિઝનેસ સંભાળી શકે તેવું કોઈ ન હતું, કારણ કે મેનનના દાદાજી અભણ હતાં. તેમના માતા પણ બીમાર રહેતા હતાં. આજ કારણે તેઓ શાળાનું શિક્ષણ પણ માંડ માંડ મેળવી શક્યા. આજે તેઓ કરોડોની સંપત્તિના માલિક છે. જ્યારે તેઓ પ્રથમ વખત બિઝનેસ માટે ઘરેથી નિકળી પડયા હતા ત્યારે તેમના ગજવામાં 50 રૂપિયા હતા. અમે તમને જણાવીએ કે કેવી રીતે મેનને સફળતા મેળવી. 
 
આ રીતે શરૂઆત થઈ, પ્રથમ વખત સાંભળ્યું ઓમાનનું નામ

પીએનસી મેનન ખેડૂત પરિવારમાંથી આવતા હતા. બાળપણમાં મુશ્કેલીઓના કારણે તેઓ સ્નાતકનો અભ્યાસ કરી ન શક્યા. તેમણે શરૂઆતનું શિક્ષણ ત્રિશુરમાં લીધું. વર્ષ 1976માં તેમની મુલાકાત ઓમાનથી આવેલ બ્રિગેડિયર સુલેમાન અલ અદાવી સાથે થઈ. બ્રિગેડિયર એ દિવસોમાં ભારત માછલી પકડવાની બોટ ખરીદવા માટે આવ્યા હતાં. સુલેમાને મેનને તેમની સાથે વ્યવસાય શરૂ કરવાનું આશ્વાસન આપતા ઓમાન આવવા માટે કહ્યું. એ સમયે પ્રથમ વખત મેનને ઓમાનનું નામ સાંભળ્યું હતું. ઘરે જઇને તેમણે ઓમાનને નકશામાં શોધ્યું. બાદમાં તેમણે સુલ્તાનનું આમંત્રણ સ્વીકાર્યું. બે મહિનાની અંદર તેમણે પોતાનો પાસપોર્ટ બનાવડાવ્યો અને ઓમાન જવાની તૈયારી કરી લીધી. ઓમાન ગયા ત્યારે તેમની પાસે માત્ર 50 રૂપિયા હતા, કારણ કે એ સમયે ઓમાન જનારા ભારતીયોને 50 રૂપિયાથી વધુ રૂપિયા લઈ જવાની પરવાગની ન હતી. ઓમાન આવ્યા બાદ મેનને ઘણાં ઉત્સાહિત હતા, તેમના મનમાં નિષ્ફળતાનો ડર ન હતો. તેમને પોતાના પર વિશ્વાસ હતો કે ઓમાન જઈને કંઈને કંઈક કામ જરૂર કરી લેશે. 

આગળની સ્લાઈડ્સમાં જાણો... ઓમાનમાં મેનને કેવી મુશ્કેલીઓનો સામનો કર્યો....

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.