• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Personal Finance »Money Mantra» Which Is The Best Between EPF And NPS For Investment For Retirement?

નિવૃત્તિ રોકાણ માટે ઈપીએફ અને એનપીએસમાંથી શ્રેષ્ઠ વિકલ્પ કયો?

નિવૃત્તિ રોકાણ માટે ઈપીએફ અને એનપીએસમાંથી શ્રેષ્ઠ વિકલ્પ કયો?
ઈપીએફ અને એનપીએસ એટલે કે ભવિષ્ય નિધિ અને નેશનલ પેન્શન સ્કીમમાંથી કઈ પસંદ કરવી? હવે ચિંતાનો વિષય છે. મુંઝવણ એટલા માટે પણ છે, કેમ કે રોકાણકાર સમજી શકતો નથી કે તેની પરિસ્થિતિના હિસાબે શું યોગ્ય રહેશે? ઈપીએફ એક સલામત રોકાણ છે, જ્યારે એનપીએસ એક અલગ પ્રકારની સુવિધા છે. 
 
2015-16ના બજેટમાં એવો પ્રસ્તાવ રજુ કરાયો હતો કે ઈપીએફ (કર્મચારી ભવિષ્ય નિધિ) કે પછી નવી પેન્શન સ્કીમ બંનેમાંથી દેશના નાગરિક કોઈ પણ એક વિકલ્પ પસંદ કરી શકે છે. ઈપીએફઓ તરફથી તેનો કોઈ વિરોધ નોંધાયો નથી એટલે રોકાણકારો દ્વીધામાં છે. ઈપીએફ પસંદ કરવું કે પછી એનપીએસ. તેમ છતાં બંનેમાં એક વાત સરખી છે કે બંને લાંબા સમયે ફાયદો આપનારા છે. આથી પ્રથમ બંને વિકલ્પો અંગે સમજીએ: 
 
એનપીએસ (નવી પેન્શન સ્કીમ) 
તેમાં પૈસા જમા કરાવાથી નિવૃત્તિના સમયે તમારા હાથમાં સારી એવી રકમ આવી શકે છે. આ યોજનામાં કેટલા પૈસા જમા કરાવવા છે તમારે નક્કી કરવાનું છે. તેમાં ઇક્વિટી ડેબિટ વિકલ્પોમાં રોકાણ કરાય છે. ક્યાં રોકાણ કરવું છે તે તમારે પસંદ કરવાનું હોય છે. મહત્તમ 50 ટકા સુધી રોકાણ ઇક્વિટીમાં અને બાકીનું ગિલ્ટ કે કોર્પોરેટ બેન્ડમાં નાખી શકાય છે. તમે કેટલું જોખમ ઉઠાવી શકો છો તેના પર આધાર રાખે છે. ઉપરાંત ઓટો એલોકેશનની પણ એક વિશેષતા છે, જેમાં તમારી ઉંમર વધવાની સાથે ઇક્વિટીમાં રોકાણ ઘટવા લાગે છે. એવા લોકો માટે યોગ્ય છે, જે એસેટ એલોકેશન અંગે વધુ જાણતા નથી. 6 ફંડ મેનેજર એનપીએસના ફંડ સંભાળે છે અને તમારે તેમાંથી પસંદગી કરવાની હોય છે. ફંડ મેનેજર બદલવાની પણ વ્યવસ્થા છે. 
 
ઈપીએફ (એમ્પ્લોઈ પ્રોવિડન્ટ ફંડ) 
કર્મચારી ભવિષ્ય નિધિમાં કર્મચારી દ્વારા પગારમાંથી થોડી રકમ જમા કરવામાં આવે છે પણ તે લાંબાગાળા માટે હોય છે. કર્મચારી જેટલી રકમ નક્કી કરે, એટલી રકમ નોકરીદાતાએ પણ આપવાની હોય છે. તેમાં જે રોકાણ સરકારી ડિપોઝિટ્સમાં થાય છે, તેના પર તમને વ્યાજ મળે છે. વ્યાજ સંપૂર્ણ રોકાણ પર રહે છે. વ્યાજ દરની જાહેરાત દર વર્ષે ઈપીએફઓ દ્વારા કરવામાં આવે છે. 
 
બંનેમાં તફાવત શું છે? 
બંને યોજનાઓમાં મોટું અંતર છે. ઈપીએફ ચોક્કસ વ્યાજ કમાવાની યોજના છે. જેમાં વ્યાજમાં ઘટાડો-વધારો થઈ જાય છે, જેના કારણે રોકાણકારને મુશ્કેલી પડશે. હવે અંતર સમજીએ.
 
ફાળો 
ઈપીએફમાં રોકાણની રકમ બેઝિક સેલરીના આધારે નક્કી થાય છે. તમે વધુ રોકાણ ઈચ્છો તો સ્વૈચ્છિક પ્રોવિડન્ટ ફંડ પણ એક વિકલ્પ છે. ઈપીએફ દરેક વ્યક્તિ માટે નથી. નવી પેન્શન સ્કીમમાં આવું નથી. કોઈ પણ વ્યક્તિ એનપીએસ ખાતું આજથી શરૂ કરી શકે છે. તેમાં વ્યક્તિ ઈપીએફની જેમ રોકાણ કરી શકે છે. કેટલું રોકાણ કરવું તે તમે નક્કી કરી શકો છો. 
 
રોકાણ 
બંને વચ્ચે મોટું અંતર એ છે કે તેમાં રોકાણની રીત અલગ છે. ઈપીએફના બધા પૈસાનું રોકાણ સરકારી ડિપોઝિટમાં કરવામાં આવે છે. સરકારે તેની ધારામાં ફેરફાર કરીને 5થી 15 ટકા રકમ ઇક્વિટી માર્કેટમાં રોકાણ કરવાની મંજૂરી આપી છે. તેનાથી વિરુદ્ધ એનપીએસ એક બજાર આધારિત પ્રોડક્ટ છે, મ્યુચ્યુઅલ ફંડ જેવી. તેમાં જે રોકાણ થાય છે તે ઈક્વિટી, ગવર્નમેન્ટ સિક્યોરિટીઝ અને કોર્પોરેટ બોન્ડ્સમાં થાય છે. રોકાણકાર તરીકે તમે ક્યાં કેટલું રોકાણ કરવું છે નક્કી કરી શકો છો. 
 
રિટર્ન 
ઈપીએફમાં રિટર્ન નક્કી હોય છે, જે વ્યાજ સ્વરૂપે હોય છે. તેને દર વર્ષે ઈપીએફઓ નક્કી કરે છે. એનપીએસમાં આવું નથી. તેમાં એસેટ એલોકેશન અલગ-અલગ વસ્તુઓમાં ખરીદીને આધારે રિટર્ન મળે છે. 
 
ટેક્સ કેટલો લાગશે? 
અહીં ઈપીએફ એનપીએસ કરતાં વધુ ફાયદાકારક છે. ભવિષ્ય નિધિમાં તમને જે વ્યાજ મળે છે, તે કરમુક્ત હોય છે. તમે પાંચ વર્ષ બાદ પૈસા પણ ઉપાડી શકો છો, જેમાં કોઈ ટેક્સ લાગુ પડતો નથી. તેનાથી વિરુદ્ધ એનપીએમાં કર કપાત થાય છે. આથી રોકાણકારને એનપીએસની સરખામણી એનપીએફ વધુ આકર્ષક લાગશે. 
 
લિક્વિડિટી 
ઉપરાંત ઈપીએફમાં અન્ય વિશેષતા ભરપૂર લિક્વિડિટીની છે. સળંગ પાંચ વર્ષ રોકાણ કર્યા બાદ તમે ગમે ત્યારે તેમાંથી ઉપાડ કરી શકો છો, જે સંપૂર્ણ કરમુક્ત હોય છે. જે લોકો નોકરી બદલતા રહે છે અને રકમને ટ્રાન્સફર કરવા માગતા નથી તેમને માટે પણ સારો વિકલ્પ છે. એનપીએસમાં આવું નથી. તેમાં પૈસા ઉપાડવા એક વિન્ડો છે, પરંતુ ચોક્કસ મર્યાદામાં રકમ ઉપાડી શકાય છે. 
 
જો તમે, આપવામાં આવેલી માહિતીને આધારે તમને ઈપીએફ વધુ આકર્ષક લાગશે. જો કોઈને પસંદગી કરવાનું કહેવાશે તો તે ઈપીએફ પસંદ કરશે. ઈપીએફનો ઉપયોગ નિવૃત્તિને બદલે વચ્ચે આવતી જરૂરિયાતો પૂરી કરવા થાય છે.
 
જિતેન્દ્ર સોલંકી
(સેબીનારજિસ્ટર્ડ રોકાણ સલાહકાર, ફાઈનાન્શિયલ પ્લાનિંગ ગિલ્ડ ઓફ ઈન્ડિયાના સભ્ય )
(Money Mantra Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Personal Finance Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Which is the best between EPF and NPS for investment for retirement?
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.