• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Personal Finance »Insurance» Women's Primary Health Insurance Requirement Today

મહિલાનો આરોગ્ય વીમો આજની પ્રાથમીક જરૂરિયાત

મહિલાનો આરોગ્ય વીમો આજની પ્રાથમીક જરૂરિયાત
અમદાવાદ :મહિલાઓના આરોગ્ય માટે જોખમી ઘટનાઓ વધી રહી હોવાથી મોડે મોડે, વિશ્વભરમાં મહિલા આરોગ્ય વિષય પર વધુ ધ્યાન કેન્દ્રીત કરવામાં આવી રહ્યું છે. આજની મહિલાઓ માત્ર ગૃહિણી નથી. સમયની સાથે સાથે મહિલાઓએ મોટી ભૂમિકાઓ અને મહત્વના હોદ્દાઓ ધારણા કર્યાં છે, જેને કારણે તેમનાં દૈનિક રૂટીન અને જીવનશૈલીમાં ફેરફાર આવ્યો છે. આની સાથે સાથે વધતા જતા વૈશ્વિક પ્રદૂષણને લીધે મહિલાઓના આરોગ્ય સામેનાં જોખમ વધી ગયાં છે. આ સંદર્ભમાં થયેલા પાયાના સંશોધન નિર્દેશ કરે છે કે મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સર, હાર્ટ એટેક, ડિલિવરી સમયે કોમ્પ્લિકેશન્સ અને માનસિક બિમારીના કેસોમાં ક્રમશઃ વધારો થઇ રહ્યો છે.

લાંબા અને કંટાળાજનક કામકાજના કલાકો, બિનઆરોગ્યપ્રદ ભોજન અને ઊંઘવાની આદતોએ કદાચ મહિલાઓમાં આરોગ્યના જોખમો વધારી દીધાં છે, જે તીવ્ર ડીપ્રેશનથી માંડીને હૃદયરોગના હૂમલા સુધીના રોગો નોતરે છે. આ સમસ્યાઓ માત્ર કામકાજી મહિલાઓ સુધી જ સિમિત નથી, ગૃહિણીઓમાં પણ તેનું પ્રમાણ જોવા મળ્યું છે. ગૃહિણીઓ આરોગ્યપ્રદ આહાર લેવાની અને રૂટિન જીવન જીવવાની સાનુકુળ સ્થિતિમાં હોવા છતાં તેઓ આવા રોગમાંથી ભાગ્યે જ બચી શકે છે.

જીવનની ગતિ ખૂબ ઝડપી બની ગઇ છે અને લડાઇ હવે અઘરી થઇ ગઇ છે. જીવન હવે પહેલાં જેવું નિરાંતનું, તણાવ કે દબાણરહિત નથી રહ્યું. વધતા જતા સ્પર્ધાત્મક વાતાવરણમાં દરરોજ જીવન ખર્ચ વધી રહ્યો છે ત્યારે લોકો પોતાના પરિવારજનોને સારું જીવન આપવા પહેલાં કરતાં વધુ આકરી મહેનત કરે છે.

તાજેતરનાં સમયમાં એવું બહુ જોવા મળ્યું છે કે મહિલાઓ કુદરતી ડિલીવરી કરી શકતી નથી અને તેમને તાત્કાલિક સી-સેક્શન્સ (સીઝેરિયન) માટે લઇ જવામાં આવે છે. જૂના જમાનામાં, સગર્ભા મહિલાઓ ઘરનાં કામકાજના સ્વરૂપમાં શારિરીક પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહેતી હતી. આને કારણે તેમને સક્રિય અને શારીરિક રીતે ફીટ જીવનશૈલી જાળવી રાખવામાં મદદ મળતી હતી. કદાચ, આ બધાંને કારણે તેઓ તણાવમુક્ત જીવન જીવી શકતી હતી અને તેથી જ તેઓ કુદરતી રીતે બાળકને જન્મ આપી શકતી હતી. જોકે આજની સ્ત્રીઓને આવું સુખ જવલ્લે જ મળે છે.

મધ્યમ-વયની મહિલાઓ પોતાના પરિવારજનોની કાળજીમાં વધુ વ્યસ્ત રહેતી હોવાથી તેમનાં આરોગ્ય પર વધુ ગંભીર અસર પડે છે. વધુમાં, આજના સ્પર્ધાત્મક વાતાવરણમાં કામ કરવું સરળ નથી. તેઓ આરોગ્ય. પ્રત્યે બેદરકાર બની જાય છે, પરિણામે વિવિધ ઓર્થોપેડીક અને કાર્ડિયાક જટિલતાનો ભોગ બને છે. કેલ્શીયમની તીવ્ર અછતને લીધે હાડકાં અને સ્નાયુ ખેંચાવા માંડે છે, અને ઘણીવાર તેઓ અનિદ્રાનો ભોગ બને છે.

મહિલાઓમાં કેન્સરનું પ્રમાણ પણ વધી રહ્યું છે અને દર વર્ષે ભોગ બનતી મહિલાઓની સંખ્યામાં તીવ્ર વધારો નોંધાઇ રહ્યો છે. આમાં સ્તન અને ગળાના કેન્સર સૌથી સામાન્ય બની ગયાં છે. જટિલ આધુનિક જીવનના સતત દબાણ હેઠળ જીવતી મહિલા પોતાની વ્યાવસાયિક અપેક્ષાઓને સંતોષવાની ગાંડી દોટમાં કચડાતી રહે છે. તેઓ પોતાની વ્યક્તિગત સુખાકારીની સંપૂર્ણ અવગણના કરે છે અને આ રીતે ગંભીર અને સામાન્ય એમ બંને પ્રકારની આરોગ્ય સમસ્યાને આમંત્રણ આપી બેસે છે. આવી જ એક સામાન્ય સમસ્યા છે ઓબેસિટી, જે નોકરિયાત મહિલા-ગૃહિણી બંનેમાં સામાન્ય થઇ ગયું છે. આ રોગ માટે કસરતનો સદંતર અભાવ અને બિનઆરોગ્યપ્રદ આહારની ટેવ મુખ્ય પરિબળોમાંના એક છે. આ અંતિમ ધ્યેય માટે હેલ્થ ઇન્શ્યોરન્સ જ ઉપાય છે.

લેખક: તાતા અેઆઇજી જન. ઇન્સ્યોરન્સના પ્રેસિડેન્ટ છે.
(Insurance Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Personal Finance Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Women's primary health insurance requirement today
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.