• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Personal Finance »Fund» Some Websites Offer Facility Of Opening NPS Account Online

Tip: ઓનલાઇન ખોલાવો NPS ખાતું, જાણો ક્યાં મળી રહી છે આ સુવિધા

નવી દિલ્હીઃ નિવૃત્તિ પ્લાનિંગને લઇને ગંભીર છો અને નેશનલ પેંશન સિસ્ટમ (એનપીએસ)માં ખાતું ખોલાવવા માગો છો તો આ કામ તમે ઘર બેઠે પણ કરી શકો છો. સામાન્ય રીતે એનપીએસ ખાતું ખોલાવવા માટે લોકો બેંક, પોસ્ટ ઓફિસ અથવા અન્ય પોઇન્ટ ઓફ પ્રેશન્સનો સંપર્ક કરે છે. જો તમે નેટ સેવી હો તો ઘણી એવી વેબસાઇટ છે જેના દ્વારા તમે એનપીએસ ખાતું સરળતાથી ઓનલાઇન ખોલાવી શકો છો. આવો જાણીએ કઈ કઈ વેબસાઇટ ઓનલાઇન એનપીએસ ખાતું ખોલવાની સુવિધા આપી રહી છે અને પેંશન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (પીએફઆરડીએ)ની તેના માટે શું યોજનાઓ છે. 
 
ICICI direct
આઇસીઆઇસીઆઇ ડાયરેક્ટ ડોટ કોમ તમને ટિયર-1 અને ટિયર-2 બન્ને પ્રકારના ખાતા ઓનલાઇન ખોલવાની સુવિધા આપી રહી છે. ટિયર-1 ખાતામાં તમે 60 વર્ષ પહેલા રૂપિયા ઉપાડી નહીં શકો જ્યારે ટિયર-2 ખાતાનો ઉપયોગ બેંકના બચત ખાતાની જેમ કરી શકો છો. એનપીએસ ખોલાવવા માટે તમારે આઇસીઆઇસીઆઇ ડાયરેક્ટ ડોટ કોમ પર લોગ ઇન કરવાનું રહેશે. તેના માટે આઇસીઆઇસીઆઇ ડાયરેક્ટમાં પહેલેથી તમારું ખાતું હોવું જોઈએ. લોગ ઇન કર્યા બાદ તમે એનપીએસ સેક્શનમાં સબ્સક્રાઇપ એનપીએસ લિંક પર ક્લિક કરીને આગળની પ્રક્રિયા પૂરી કરી શકો છો. 
 
ફંડ્સઇન્ડિયા ડોટ કોમ
જો તમે એનપીએસ ખાતું ખોલવવા માટે બેંકના વર્તનથી કંટાળી ગયા છો તો ફંડ્સઇન્ડિયા ડોટકોમ તમારે માટે સારો વિકલ્પ સાબિત થઈ શકે છે. http://www.fundsindia.com/nps લિંક પર જાવ. એનપીએસ પ્રોસેસ પર ક્લિક કરો. એક ફોર્ડ ડાઉનલોડ કરો અને તેને ભરીને તેમાં આપવામાં આવેલ સરનામાં પર કૂરિયર કરી દો અથવા ફંડ્સઇન્ડિયા ડોટ કોમના એક્ઝીક્યૂટિવ તમારા ઘરે આવીને ફોર્મ લઈ જશે. આ પ્રક્રિયામાં 7થી 10 દિવસ લાગી શકે છે. બાકીનું તમામ કામ ઓનલાઇન છે. તમે તમારા એનપીએસ ખાતામાં ઓનલાઇન રૂપિયા જમા કરાવી શકો છો અને તમારા ફંડ મેનેજર પણ બદલી શકો છો. 

એચડીએફસી સિક્યુરિટીઝ
એચડીએફસી સિક્યુરિટીઝ પણ એનપીએસ ખાતું ઓનલાઇન ખોલવામાં મદદ કરે છે. તેની વેબસાઇટથી તમે જરૂરી ફોર્મ ડાઉનલોડ કરી શકો છો. તમે ફોર્મ ભરી એચડીએફસી સિક્યોરિટીઝને મોકલી આપો, તમારા એચડીએફસી બેંક ખાતામાંથી તમારા દ્વારા આપવામાં આવેલ સૂચના અનુસાર નિયમિત સમયાંતરે રૂપિયા એનપીએશ ખાતામાં જમા થતા રહેશે. અહીં તમે ટિયર-1 અને ટિયર-2 બન્નેપ્રકારના ખાતા ખોલાવી શકો છો. 

આગળની સ્લાઈડ્સમાં વાંચો...આ વર્ષના અંત સુધીમાં પીએફઆરડીએ પણ આપશે એનપીએસમાં રોકાણ કરવા માટે ઓનલાઇન સુવિધા....
નોંધઃ તસવીરનો ઉપયોગ માત્ર પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે. 

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.