• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Personal Finance »Fund» Uan Number May Be Necessary For Pf Account Holder

PF ખાતાધારકો માટે UAN થશે ફરજિયાત, જાણો કેવી રીતે એક્ટિવેટ કરશો

નવી દિલ્હીઃસરકારી ઈપીએફઓ ખાતાધારકો માટે યુનિવર્સલ એકાઉન્ટ નંબર (યુએએન)ને ફરજિયાત બનાવવા જઈ રહ્યું છે. તેનાથી ખાતાધારકોને ઈપીએફઓની યોજનાઓ લાભ લેવાનું સરળ થઈ જશે. થોડા દિવસ પહેલા મળેલી બેઠકમાં કેન્દ્રીય પીએફ કમિશ્નર કે કે જાલાને જણાવ્યું કે, આ પ્રસ્તાવ પર સરકારની મંજૂરીની રાહ જોવાઈ રહી છે. 

યુએએન સુવિધા ગયા વર્ષે લોન્ચ કરવામાં આવી હતી. તેનાથી કર્મચારી ઇચ્છે તેટલી વખત સંસ્થા બદલે તો પણ તેનો પીએફ એકાઉન્ટ નંબર એક જ રહેશે. તેને નોકરી બદલવાની સાથે વારંવાર પીએફના રૂપિયા ઉપાડવાની જરૂર નહીં રહે. જુલાઈ 2014માં ઈપીએફઓએ દેશભરની કંપનીઓને ચાર કરોડ કરતાં પણ વધુ યુએએન ઇસ્યુ કર્યા હતા. 

કંપનીઓએ તે નંબર પોતાના કર્મચારીઓને આપવાનો હોય છે. આ નંબરની સાથે પાન, બેંક ખાતા નંબર, આધાર વગેરે પણ જોડવામાં આવી રહ્યા છે. અત્યાર સુધી 48.63 લાખ કર્મચારિઓના યુએએન એક્ટિવેટ થઈ ગયા છે. 
 

આગળની સ્લાઈડ્સમાં વાંચો....પાંચ સ્ટેપ્સમાં જાણો તમારો UAN નંબર, મેળવો પીએફ પાસબુક

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.