• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Personal Finance »Fund» Exchange Traded Funds Delivers Better Return Than Bank And Post Office Schemes In Long Term

FD અને Post Officeની યોજનાઓથી વધુ વળતર આપે છે આ સ્કીમ

નવી દિલ્હીઃ બેંક એફડી અને પોસ્ટ ઓફિસની જમા યોજનાઓની તૂલનામાં જો તમે સારું વળતર મેળવવા ઇચ્છતા હોવ તો મ્યૂચ્યૂઅલ ફંડના જુદા જુદા એક્સચેન્જ ટ્રેડેડ ફંડ (ઈટીએફ)માં રોકાણ કરી શકો છો. આ ફંડ જે ઇન્ડેક્સ પર આધારિત હોય છે, તેના જ પ્રદર્શનને પ્રતિબિંબિત કરે છે. ઉદાહરણ તરીકે સેન્સેક્સ ઈટીએફ એટલું જ વળતર આપવાનો પ્રયત્ન કરે છે, જેટલું વળતર સેન્સેક્સ આપશે. ઈટીએફને તમે કોઈ શેરની જેમ સ્ટોક એક્સચેન્જમાં ખરીદી અને વેચી શકો છો. આ સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટેડ હોય છે. માટે, તેના ખરીદ-વેચાણ માટે રોકાણકારો પાસે ડીમેટ અથવા ટ્રેડિંગ એકાઉન્ટ હોવું જરૂરી છે. 

શું છે ઈટીએફ

એવું ફંડ જે શેર બજાર અથવા તમારા બેંચમાર્ક સૂચકાંકની તૂલનામાં સારા પ્રદર્શન માટે સતત પોતાના રોકાણ પોર્ટફોલિયોમાં પરિવર્તન કરે છે, એક્ટિવલી મેનેજ્ડ ફંડ અથવા સક્રિય રૂપથી મેનેજ કરવામાં આવતા ફંડ તરીકે ઓળખાય છે. બીજી તરફ જો ફંડ બેન્ચમાર્ક સૂચકાંકના પ્રદર્શનને પ્રતિબિંબિત કરે છે અને જેનો પોર્ટફોલિયો પણ બેંચમાર્ક સુચકાંક જેવો જ હોય છે તે પરોક્ષ રીતે મેનેજ્ડ ફંડની શ્રેણીમાં આવે છે. 

ઈટીએફ પેસિવલી મેનેજ્ડ ફંડની શ્રેણીમાં આવે છે. તે અન્ડરલાઈંગ એસેટ અથવા ફંડોના પોર્ટફોલિયોમાં રોકાણ કરે છે અને તેનો કારોબાર સ્ટોક એક્સચેન્જ પર કરવામાં આવે છે. સહજ પોર્ટફોલિયો કોઈ સૂચકાંક, સિક્યોરિટી અથવા કોમોડિટીનું પ્રતિનિધિત્વ કરે છે. ઈટીએફનું ખરીદ-વેચાણ કામકાજના સમય દરમ્યાન સ્ટોક એક્સચેન્જો પર સરળતાથી કરી શકાય છે. ઈટીએફની કારોબારી કિંમત સામાન્ય રીતે ફંડની વાસ્તવિક નેટ એસેટ વેલ્યૂની નજીક હોય છે. જોકે, ઈટીએફમાં રોકાણ માટે રોકાણકારોની પાસે ટ્રેડિંગ અને ડીમેટ એકાઉન્ટ હોવું જરૂરી છે. 

આગળની સ્લાઇડમાં જાણો...છેલ્લા10વર્ષમાં વાર્ષિક કેટલું વળતર આપ્યું છે...

નોંધઃ તસવીરોનો ઉપયોગ માત્ર પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે. 
(Fund Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Personal Finance Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Exchange Traded Funds Delivers Better Return Than Bank And Post Office Schemes In Long Term
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.