• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Personal Finance »Fund» Good New For EPF Account Holder, EPF Claim Will Be Settled Within 20 Days

EPF ખાતેદારોને રાહતઃ હવે 30 નહીં 20 દિવસમાં મળશે PFના ક્લેમના રૂપિયા

EPF ખાતેદારોને રાહતઃ હવે 30 નહીં 20 દિવસમાં મળશે PFના ક્લેમના રૂપિયા
નવી દિલ્હીઃ EPF ખાતા ધારકોને રાહત આપતા શ્રમ મંત્રાલયે શુક્રવારે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. તેમાં સૌથી મહત્ત્વપૂર્ણ નિર્ણય છે EPFમાં જમા રકમ ઉપાડવાને લઇને છે. શ્રમ મંત્રાલયે EPF ક્લેમ માટેનો સમયગાળો 30 દિવસથી ઘટાડીને 20 દિવસ કર્યો છે. તેનાથી EPF ખાતા ધારકો દાવો કર્યાના 20 દિવસની અંદર રૂપિયા મેળવી શકશે. 

સેન્ટ્રલ પ્રોવિડન્ટ ફંડ કમિશ્નર કે. કે. જાલાને જણાવ્યું કે શ્રમ મંત્રાલયે EPFOને તેની સંપત્તિને શેરબજારમાં એક્સચેન્જ ટ્રેડેડ ફંડના રૂપમાં રોકાણ કરવાની મંજૂરી આપી પણ આપી છે. જાલાને જણાવ્યું કે, આ વર્ષે 6000થી 7500 કરોડ રૂપિયા એક્સચેન્જ ટ્રેડેડ ફંડમાં રોકવામાં આવશે. 

જાલાને જણાવ્યું કે, સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીના નિર્ણય અને શ્રમ મંત્રાલયની સૂચના પર EPFની સંપત્તિના ઓછામાં ઓછા 5 ટકા હિસ્સાનું રોકાણ શેરબજારમાં કરવામાં આવશે. આ વર્ષે માત્ર એક્સચેન્જ ટ્રેડેડ ફંડ (ETF)માં જ આ રકમનું રોકાણ કરવામાં આવશે. 31 માર્ચના રોજ સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. 

જાલાને વધુમાં જણાવ્યું કે, EPFOના 8 કરોડ ઇનઓપરેટવિ એકાઉન્ટ્સમાં 27,000 કરોડ રૂપિયાનું ફંડ નિષ્ક્રિય પડ્યું છે. તેમણે જણાવ્યું કે, લગભગ 2.5 કરોડ એકાઉન્ટમાં વન ટાઇમ ડિપોઝિટ છે અને EPFO સરકાર સમક્ષ આ પ્રકારના ખાતા બંધ કરવાની ભલામણ કરશે. નિષ્ક્રિય એકાઉન્ટ્સ પર દાવો કરવા માટે સરકારે આવતા મહિનાથી યૂએએન અનિવાર્ય કરવાનો પ્રસ્તાવ મુક્યો છે. 

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.