• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Economy »Policy» Finance Minister Budget Live, Update, Analysis

બજેટની 10 મોટી જાહેરાતઃ રૂ.3 લાખથી વધુના રોકડ વ્યવહારો પર બેન

નવી દિલ્હી:અપેક્ષા પ્રમાણે, નાણાપ્રધાન અરૂણ જેટલીએ ચૂંટણીલક્ષી બજેટ રજૂ કર્યું હતું. નોટબંધી બાદ મોદી સરકારનું આ પ્રથમ બજેટ હતું. સરકારે મધ્યમવર્ગને ઇનકમ ટેક્સમાં રાહત આપીને ત્રણ લાખ સુધીની ઇનકમ ટેક્સ ફ્રી કરી દીધી હતી. ત્રણ નવા રિફોર્મ્સ પ્રપોઝ્ડ કર્યા હતા. 1) રાજકીય પાર્ટી બે હજારથી વધારેની રકમનું દાન કેશમાં નહીં લઇ શકે. 2) બેંકોની સંપત્તિ લઇને વિદેશ ભાગી જનાર ડિફોલ્ટર્સની સંપત્તિને જપ્ત કરવા માટે કડક કાયદો આવશે. 3) ત્રણ લાખની મોટા કેશ ટ્રાન્ઝેક્શન પર બેન મૂકવામાં આવ્યો છે.
 
બજેટમાં દસ મોટી જાહેરાતો
 
# મહિલા તથા બાળ વિકાસ માટે રૂ. 1.84 લાખ કરોડની જોગવાઈ
#IRCTC પર ટિકિટ બુકિંગમાં સર્વિસ ચાર્જ નહીં
#ખેડૂતોની લોન પર 60 દિવસનું વ્યાજ માફ. 40 ટકા ખેડૂતોને કો-ઓપરેટિવ સોસાયટીઝમાંથી ક્રેડિટ મળશે
#ગુજરાત તથા ઝારખંડમાં બે નવી એઈમ્સ
#એક લાખ 50 હજાર ગ્રામ પંચાયતો સુધી બ્રોડબેન્ડ સર્વિસ પહોંચાડાશે. રૂ. 10 હજાર કરોડની ફાળવણી
#રૂ. ત્રણ લાખથી વધુના વ્યવહારો રોકડમાં નહીં કરી શકાય.
#રેલવે સેફ્ટી ફંડ હેઠળ પાંચ વર્ષમાં રૂ. એક લાખ કરોડની ફાળવણી
#3.5 લાખ યુવાનોને માર્કેટની જરૂરિયાતના આધારે ટ્રેનિંગ અપાશે
#પાક વીમા યોજનાના કવરેજમાં 40 ટકાનો વધારો
#નેશનલ ટેસ્ટિંગ એજન્સીનું ગઠન. જે એન્ટ્રેન્સ એક્ઝામ્સ આયોજીત કરાવશે.
 
ગુજરાતમાં એઈમ્સની જાહેરાત
 
- જેટલી દ્વારા ઝારખંડ અને ગુજરાતમાં એઈમ્સની સ્થાપના કરવામાં આવશે.
-મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત હોસ્પિટલોમાં અનુસ્નાતક તથા અન્ય કોર્ષ શરૂ કરવા પ્રોત્સાહન આપવામાં આવશે.
- સાબરમતી આશ્રમના 100 વર્ષની ઉજવણી કરવા માટે ગુજરાત સરકારને સહાય કરાશે
 
લઘુ અને મધ્યમ ઉદ્યોગોને રાહતો
 
- ડિજીટલ ઈકોનોમિ, કર પ્રણાલિમાં સરલીકરણ, અફોર્ડેબલ હાઉસિંગની ઉપર ભાર રહેશે.
- લઘુ અને મધ્યમ કદની કંપનીઓને પ્રોત્સાહન આપવા 50 કરોડ સુધીના ટર્ન ઓવરની કંપનીઓ પર 25 ટકા કરોડનો ટેક્સ લાગશે. દેશની 96 ટકા કંપનીઓને લાભ થશે.
- LNG પર પાંચના બદલે 2.5 ટકા ટેક્સ લાગશે
- નોન-કેશ ટ્રાન્ઝેકશન્સ માટે રૂ. બે કરોડ સુધીનું ટર્ન ઓવર ધરાવતી પેઢીઓને છ ટકા ટેક્સ લાગશે
- POS, ફિંગર પ્રિન્ટ રિડર, આઈરિશ સ્કેનરના પાર્ટ્સની ઉપર કરરાહતો, જેથી મેક ઈન્ડિયાને પ્રોત્સાહન મળે.
 
આંકડાઓમાં બજેટ
 
- 21,470,000 કુલ બજેટનું કદ
- 25.4 ટકા કેપિટલ એક્સપેન્ડિચરમાં વધારો
- સંરક્ષણ ક્ષેત્ર માટે (પેન્શન વગર) રૂ. 274114 કરોડ ખર્ચ. હથિયારોની ખરીદી માટે રૂ. 84 હજાર કરોડની ફાળવણી
- સરકારી ખર્ચની જવાબદારી વધારવા માટે, વિભાગવાર ફાળવણી કરવામાં આવી છે.
- આગામી ત્રણ વર્ષ માટે નાણાખાધ ત્રણ ટકા રહેવાની શક્યતા
- ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન 3.2 ટકાની નાણાખાધ રાખવા લક્ષ્યાં. આવતા વર્ષે આ લક્ષ્યાંક 3 ટકાનું.
 
2500 કરોડ ડિજીટલ વ્યવહારોનું લક્ષ્યાંક
 
- ત્રણ લાખથી વધુ રકમનો ખર્ચ રોકડમાં નહીં કરી શકાય
- વેપારીઓ માટે આધાર-પે લોન્ચ કરવામાં આવશે.
- 2500 કરોડ ડિજીટલ વ્યવહારોનું લક્ષ્યાંક
- બેન્કો માર્ચ સુધીમાં 10લાખ POSની ફાળવણી કરશે. જે સપ્ટેમ્બર સુધીમાં વધુ વીસ લાખ મશીનોની ફાળવણી કરાશે.
- વેપારીઓને કેશબેક તથા ગ્રાહકોને બોનસ માટેની બે નવી યોજનાઓની જાહેરાત કરાશે.
- રિઝર્વ બેન્કમાં પેમેન્ટ રેગ્યુલેટરી બોર્ડ ઊભું કરવામાં આવશે.
- ચેક બાઉન્સની ઘટનાઓને ઘટાડવા માટે નેગોશિએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટમાં સુધાર કરાશે.
- જરૂર પ્રમાણે, ટ્રિબ્યુનલ્સને મર્જ કરવામાં આવશે.
- દેશમાં આર્થિક ગુનાઓ આચરીને વિદેશ નાસી છૂટનારાઓ કોર્ટ સમક્ષ હાજર ન થાય, ત્યાર સુધી તેમની સંપતિને જપ્ત કરવાની કાયદાકીય જોગવાઈઓ કરવામાં આવશે.
 
રાજકીય ક્ષેત્રમાં પારદર્શક્તા લાવવા

- રાજકીય પક્ષો રોકડમાં માત્ર રૂ. બે હજાર સુધીનું ફંડ લઈ શકશે
- RBI એક્ટ્સમાં ફેરફાર કરીને ઈલક્ટ્રોલ બોન્ડ બહાર પાડવાની સત્તા આપમાં આવશે.
- જેને રાજકીય પક્ષો નિશ્ચિત એકાઉન્ટમાં જ જમા કરાવી શકશે.
- નિર્ધારિત સમયમાં આ બોન્ડ જમા કરાવવાના રહેશે.
- પારદર્શક પોલિટિકલ ફંડિંગમાં કંપનીઓને ટેક્સમાં છૂટ
 
આર્થિક સેક્ટર માટેની જાહેરાતો
 
- FIPB નાબુદ કરવામાં આવ્યું.
- કોમોડિટીમાં સ્પોટ તથા ડેરિવેટિવ માર્કેટની વચ્ચે સંકલન સ્થાપવા માટે કમિટીની સ્થાપના કરવામાં આવશે.
- કો-ઓપરેટિવ સેક્ટરમાં સુધાર કરીને ગેરકાયદેસર રીતે નાણા જમા કરાવનારાઓની ઉપર ગાળિયો કસવામાં આવશે.
- સાઈબર સિક્યુરિટી માટે વિશેષ ટીમનું ગઠન કરવામાં આવશે. જે નાણાકીય સંસ્થાઓ તથા રેગ્યુલેટર્સ સાથે મળીને કામ કરશે.
- જાહેર સાહસોને લિસ્ટ કરવામાં આવશે. જેમાં રેલવે સેક્ટરના IRCTC, IRCONના લિસ્ટિંગનો પણ સમાવેશ થાય છે.
- બેન્કોના રિકેપિટાઈલેઝન માટે રૂ. 10 હજાર કરોડની ફાળવણી. જરૂર પડ્યે વધુ ફાળવણી કરાશે.
- મુદ્રા હેઠળ રૂ. 244000 હજાર કરોડની ફાળવણી કરવા લક્ષ્યાંક. લઘુતમી, મહિલા, એસસી તથા એસટીને પ્રાથમિક્તા
(Policy Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Economy Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Finance minister budget live, update, analysis
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.