• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Budget 2017 »Youth And Woman» Jaitley Gives 600 Districts Pm Kaushal Centres, Sets Up National Testing Agency

બજેટમાં યૂથ પર મોટો ફોકસ, 600 જિલ્લામાં બનાવવામાં આવશે પીએમ કૌશલ કેન્દ્ર

બજેટમાં યૂથ પર મોટો ફોકસ, 600 જિલ્લામાં બનાવવામાં આવશે પીએમ કૌશલ કેન્દ્ર
નવી દિલ્હીઃ બજેટમાં યુવાઓ અને શિક્ષણને લઈને કેટલીક મહત્વની જાહેરાત કરવામાં આવી છે. ભાષણની શરૂઆત કરતા જેટલી એ કહ્યું કે તે દેશના યુવાઓને મજૂબત કરવા માંગે છે. તે કામ શિક્ષણ, કુશળતા અને રોજગાર દ્વારા કરવામાં આવશે. બજેટ 2017-18ની જાહેરાત કરતા નાણાં પ્રધાને કહ્યું કે યુવા સરકારના 10 અગત્યના ક્ષેત્રોમાંથી એક છે. તેમણે કહ્યું છે કે સરકાર 600થી વધુ જિલ્લાઓમાં પ્રધાનમંત્રી કૌશલ કેન્દ્રનું નિર્માણ કરાવશે. હાલના સમયમાં 60 જેટલા જિલ્લાઓમાં આ સેન્ટરો છે.
 
નવો પ્રોગ્રામ સંકલ્પ લોન્ચ, 4 હજાર કરોડ રૂપિયા મળ્યા
 
નાણાં મંત્રીએ યુવાઓ માટે સંકલ્પ પ્રોગ્રામ માટે 4 હજાર કરોડ રૂપિયા આપવાનો પ્રસ્તાવ મૂકયો છે. તેના દ્વારા દેશમાં 3.5 કરોડથી વધુ યવાઓને માર્કેટ ટ્રેનિંગ આપવામાં આવશે. હાયર એજયુકેશનની તમામ પરીક્ષાઓ લેવા માટે હવે નેશનલ ટેસ્ટિંગ એજન્સીઓ બનાવવામાં આવશે અને તે જ તેમની એકઝામ કન્ડકટ કરશે. સીબીઆઈ અને અન્ય એજન્સીઓને તેની જવાબદારીમાંથી મુકત કરવામાં આવશે. બજેટમાં જેટલીએ હાયર એજયુકેશન માટે યુજીસીમાં ઘણાં રિફોર્મ્સ કરવાનો પ્રસ્તાવ રાખ્યો છે. તેમાં કોલેજ અને ઈનસ્ટીટયુટને સ્વતંત્રતા આપવા પર ભાર મૂકવામાં આવ્યો છે.
 
100 સ્કિલ સેન્ટર્સ ખુલશે
 
દેશમાં 100થી વધુ ઈન્ટરનેશન સ્કિલ સેન્ટર્સ સ્થાપિત કરવામાં આવશે. જયા યુવાઓને એડવાન્સ ટ્રેનિંગ અને વિદેશી ભાષ।ઓનો કોર્સ પણ કરી શકશે. આ કારણે વિદેશમાં કામ કરવા ઈચ્છતા યુવાઓને ફાયદો થશે.
 
શું છે સંકલ્પ પ્રોગ્રામ
 
બજેટ 2017-18માં નાણાં પ્રધાન અરૂણ જેટલી એ સંકલ્પ ( સ્કિલ એકવીઝીન એન્ડ નોલેજ અવેરનેસ ફોર લાઈવહુડ પ્રમોશન પ્રોગ્રામ) લોન્ચ કરવાની જાહેરાત કરી છે. તેના માટે 4000 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી. આ પ્લેટફોર્મ પર યુવાઓને માર્કેટ સંબધી ટ્રેનિંગ આપવામાં આવશે. તેનો ફાયદો 3.5 કરોડથી વધુ યુવાઓને મળશે.
 
સ્ટ્રાઈવને મળ્યા 2,200 કરોડ રૂપિયા
 
જેટલી એ કહ્યુ છે કે ઈન્ડસ્ટ્રીયલ વેલ્યુ એનહાસમેન્ટ(સ્ટ્રાઈવ)ના આગળના ફેઝને આ વર્ષે લોન્ચ કરવામાં આવશે. તેના માટે 2,200 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવ્યા છે. આ પ્રોગ્રામ આઈટીઆઈ અને એપ્રેન્ટીશીપ પ્રોગ્રામમાં ટ્રેનિંગ આપવા માટે ઉપયોગી સાબિત થશે. એન્યુઅલ લર્નિગની સમિક્ષા કરવા માટે એક સિસ્ટમ બનવવાના પ્રસ્તાવને પણ તેમાં સમાવેશ કરવામાં આવ્યો છે. બજેટમાં નાણાં પ્રધાને સ્કીલ એકવિઝન પ્રોગ્રામ માટે 4 હજાર કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.
 
દર વર્ષે વધશે 5 હજાર પોસ્ટ ગ્રેજયુએટ સીટસ
 
સરકારની યોજના દર વર્ષે 5 હજાર પોસ્ટ ગ્રેજયુએટસ સીટસ વધારવાની યોજના છે. ઓનલાઈન એજયુકેશનને પ્રોત્સાહન આપવા માટે સ્વયમ પ્લેટફોર્મને પ્રોત્સાહન આપવામાં આવશે. તેમાં 350થી પણ વધુ કોર્સીસ ઓનલાઈન ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ સિવાય ડીટીએચ દ્વારા સ્વયમને એકસેસ કરવામાં આવશે.
 
યુવાઓ અને એજયુકેશનના ક્ષેત્ર માટે બજેટમાં કરવામાં આવ્યા આ પ્રસ્તાવ
 
સેકન્ડરી એજયુકેશન માટે ઈનોવેશન ફન્ડ બનાવવામાં આવશે. હાયર એજયુકેશનમાં એન્ટ્રસ એકઝમ માટે એજન્સી બનાવવામાં આવશે. લેધર અને ફુટવેર સેકટર માટે સ્પેશિયલ જોબ ક્રિએટ કરવામાં આવશે.
(Youth And Woman Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Budget 2017 Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: jaitley gives 600 districts pm kaushal centres, sets up national testing agency
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.