• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Budget 2017 »Youth And Woman» Cashless The 7 Way Budgets Cash Decrease Of 6 Percent

કેશલેસની આ 7 રીત, બજેટથી કેશ વ્યવહારો 6 થી 9 ટકા ઘટશે

નવી દિલ્હીઃબજેટમાં કેશલેસ ઇકોનોમીને પ્રોત્સાહન આપવા માટે લગભગ અડધો ડઝન જોગવાઈ છે. તેમાં ભીમ પર કેશબેક, 10 લાખ સ્વાઇપ મશીન અને આધાર ઇનેબલ્ડ પેમેન્ટને પ્રોત્સાહન આપવું મુખ્ય છે. તેનાથી કેશ ટ્રાન્ઝેક્શનમાં 6 ટકા જેટલો ઘટાડો આવશે. સરકાર કેશલેસ અંગે કોઇ મોટો આઈડિયા લાવી શકી નથી.
આ બજેટમાં...
 
સરકાર દ્વારા કરવામાં આવેલા ઉપાયો પર એક્સિસ બેન્કના સંગ્રામસિંહ કહે છે કે તેનાથી ટ્રાન્ઝેક્શનમાં લગભગ 6 થી 9 ટકા કેશ ઘટશે. તેમના અનુસાર નોટબંધી બાદ ડિજિટલ પેમેન્ટની રીતોમાં વૃદ્ધિ થઇ છે, જે પીઓએસ મશીનો લાગવાને કારણે જળવાઇ રહેશે. તેઓના અનુસાર 20 લાખ આધાર ઇનેબલ્ડ પીઓએસ ડિવાઇસ શરૂ થવાથી નાના દુકાનદાર પણ કેશલેસ તરફ વધશે. ભીમ પર બોનસ સ્કીમ, સેલ ડિવાઇસ અને ફિંગર પ્રિન્ટ ડિવાઇસ પર ડ્યૂટી હટાવવી, 10 લાખ પીઓએસ ટર્મિનલ લાવવા વગેરે પગલાં છે, જે તેને બૂસ્ટ આપશે.
 
1#યુપીઆઈ

શું છે: પેમેન્ટ ઇન્ટરફેસ છે. બેન્કની એપથી ચાલે છે.
ટ્રાન્ઝેક્શન: તેનાથી 24 કલાક ટ્રાન્ઝેક્શન થાય છે.
લિમિટ: મહત્તમ એક લાખ સુધી ટ્રાન્ઝેક્શન
જરૂર: તેમાં વર્ચ્યુઅલ પેમેન્ટ એડ્રેસ જોઇતું હોય છે.
વિશેષતા:યુપીઆઈ ઈ-મેલની જેમ સરળ છે. તેમાં માત્ર એક આઈડીની જાણકારીથી પૈસા ટ્રાન્સફર કરી શકાય છે. એકાઉન્ટ નંબર અને આઈએફએસસી કોડની જરૂર નથી.
ફ્રી-ચાર્જિસ
નોટબંધી બાદ:8 નવેમ્બર 2016 સુધી યુપીઆઈથી રોજ માત્ર 3,721 ટ્રાન્ઝેક્શન થતાં હતાં. એક મહિના બાદ તે આંકડો 1289 ટકા વધીને રોજનો 48 હજાર થઇ ગયો હતો.
 
2#કેશકાર્ડ
 
શું છે: પ્રી-પેડ કાર્ડ હોય છે, જેને રિચાર્જ કરી શકાય છે અથવા એક વાર પૈસા નાખીને લઇ શકાય છે.
ટ્રાન્ઝેક્શન: સેવા 24 કલાક સાતેય દિવસ છે. ઇન્સ્ટન્ટ સ્વાઇપ થઇ જાય છે.
જરૂરિયાત: ઉપયોગ માટે સ્વેપ મશીન હોવું જોઇએ.
લિમિટ: 50 હજારથી એક લાખ સુધી હોય છે.
વિશેષતા:તેની સૌથી મોટી વિશેષતા આ છે કે બેન્ક એકાઉન્ટ ના હોય તોપણ તેનો ઉપયોગ કરી શકાય છે. બેન્ક લિન્ક્ડ કાર્ડનો ઉપયોગ ડેબિટકાર્ડની જેમ થાય છે.
 
મફત-ચાર્જિસ
નોટબંધી બાદ:નવેમ્બર 2016માં દેશભરમાં પ્રી-પેડ કાર્ડથી 1442 કરોડ રૂપિયા ખર્ચાયા હતા. ડિસેમ્બર 2016માં આ આંકડો 47 ટકા વધીને 2130 કરોડ રૂપિયા થઇ ગયો હતો.
 
આગળની સ્લાઇડમાં વાંચો,નેટ બેન્કિંગ,કાર્ડ (ક્રેડિટ/ડેબિટ),ભીમ એપ...
(Youth And Woman Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Budget 2017 Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Cashless the 7 way budgets cash decrease of 6 percent
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.