• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Budget 2017 »Youth And Woman» Budget Betal Story: When King Was Trapped Announcement

બજેટ બેતાલ કથા: જ્યારે રાજા જાહેરાતથી ફસાઇ ગયા

બજેટને વિક્રમ-વેતાલ વાર્તાઓથી સમજો.
 
વાર્તાઓમાં સામાન્ય માનવી એટલે કે આપણે હઠીલા વિક્રમ છીએ તો રૂપિયાને સમજો વેતાલ. વિક્રમ જેટલી પણ વાર વેતાલને પકડે છે, તે પોતાની રહસ્યમય વાર્તાઓમાં તેને ગૂંચવીને ફરી દૂર ભાગી જાય છે. તેવીજ રીતે, આપણે જેટલા પણ રૂપિયા કમાઇએ છીએ, રૂપિયા રૂપી વેતાલ સરકારની રહસ્યમયી વાર્તા (યોજનાઓ) ગણાવીને આપવાથી દૂર ભાગી જાય છે.
 
જ્યારે રાજા જાહેરાતથી ફસાઇ ગયા
 
યમુના કિનારે એક નગર હતું દિલ્હી. ત્યાં નમો નામનો રાજા હતો. તેની પ્રસિદ્ધિ દૂર દેશો સુધી હતી. બીજા દેશના લોકો મળવા આવતા હતા. તે પણ જતો હતો. પડોશી રાજ્યોના રાજા કહેતા હતા- રાજા અને તેના મંત્રી ધનિક વર્ગનું ધ્યાન રાખે છે. પ્રજાની ચિંતા નથી. રાજાએ પાછલી વખતે જ્યારે સામ્રાજ્યનો જે હિસાબ-કિતાબ રજૂ કર્યો હતો ત્યારે પણ મધ્યમવર્ગીય લોકો માટે કંઇ નહોતું. ગત વર્ષે રાજા અને તેના મંત્રીઓએ પોતાના કર્મચારીઓની સેવા નિવૃતિ બાદની બચત પર જમા રકમ પર ઘણી વાર વ્યાજ વધાર્યુ-ઘટાડ્યું હતું.
 
ઉપાડ સામે પણ પ્રતિબંધ મૂક્યો હતો. આ વખતે પણ ઓચિંતી જૂની કરન્સીને ચલણમાંથી બહાર કરીને તેણે મધ્યમવર્ગમાં હાહાકાર મચાવી દીધો હતો. પડોશના એક મોટા રાજ્યમાં ચૂંટણીજંગ પણ છે તેમ છતાં રાજાએ મધ્યમવર્ગ માટે કંઇ કર્યુ નથી.આમ કહેતા વેતાલે વિક્રમને કહ્યું- બોલ રાજાએ ચૂંટણી છતાં મધ્યમવર્ગ માટે કંઇ કેમ ના કર્યુ?
 
વિક્રમ:ચૂંટણી વાતાવરણમાં રાજા એક વાર - બોલો કેટલા આપું- 20 હજાર કરોડ, 40 હજાર કરોડ- કહીને ફસાઇ ચૂક્યો છે. તેથી તેણે આપીને બદનામી લેવાની જગ્યાએ ફાયદો લેવાની નમો ફોર્મ્યુલા અપનાવી હતી. રાજા ચતુર છે પણ તેના સેનાપતિ ઠીક નથી. તેથી દરેક ચૂંટણીમાં રાજાએ જાતે કમાન સંભાળવી પડે છે. અને આમ પણ મધ્યમવર્ગને તો માત્ર આવકવેરામાં છૂટ જોઇતી હોય છે. તે તો થોડી આપી દીધી છે.
 
આગળની સ્લાઇડમાં વાંચો, ગરીબને સપનાં બતાવો...
(Youth And Woman Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Budget 2017 Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Budget Betal story: when King was trapped announcement
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.