• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Budget 2017 »Taxation» Take Full Tax Relief Of Investment, You Will Not Have To Pay Tax Up To 7.5 Lakh Annual Income

રૂ.7.5 લાખ સુધીની વાર્ષિક આવક પર શૂન્ય ટેક્સ, સેવિંગની નવી ફોર્મ્યુલા

નવી દિલ્હીઃ સામાન્ય બજેટમાં સરકારે પર્સનલ ઇન્કમ ટેક્સના મોરચે કરદાતાઓને રાહત આપી છે. જો તમે ઇન્વેસ્ટમેન્ટ લિમિટનો પૂરો ઉપયોગ કરો તો તમને 7.5 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક પર ઇન્કમ ટેક્સ આપવાનો નહીં આવે. અમે અહીં તમને એ બતાવી રહ્યા છીએ કે જો તમે 7.5 લાખ રૂપિયા સુધીની આવક પર ટેક્સમાં છૂટનો ક્લેમ કેવી રીતે કરી શકો છો.

વાર્ષિક 3 લાખ રૂપિયા સુધી ઇન્કમ પર હશે ઝીરો ટેક્સ
 
Cleartaxના ચીફ એડિટર અને સીએ પ્રીતિ ખુરાનાએ moneybhaskar.comને જણાવ્યું કે નવા ટેક્સ રેટ અનુસાર, વાર્ષિક 3 લાખ રૂપિયાની આવક ધરાવતા લોકોને ટેક્સેબલ ઇન્કમ પર વાર્ષિક 5 ટકા ટેક્સ આપવો પડશે. 2.5 લાખ રૂપિયાની ઇન્કમ પર કોઇ ટેક્સ નહિ લાગે. એટલે કે વાર્ષિક 3 લાખ રૂપિયાની આવક પર ટેક્સેબલ ઇન્કમ થશે રૂ.50,000. તેના પર 5 ટકા ટેક્સ રેટ પ્રમાણે ટેક્સ લાયેબિલિટી થઇ રૂ.2.5 હજાર. રૂ.3.5 લાખ રૂપિયાની વાર્ષિક આવક પર રૂ.2.5 હજારની ટેક્સ છૂટ મળી છે. તેથી જો તમારી વાર્ષિક 3 લાખ રૂપિયા હોય તો તમારે ઝીરો ટેક્સ આપવાનો આવે.
 
80C હેઠળ 1.5 લાખ રૂપિયાના રોકાણ પર લઇ શકો છો ટેક્સ છૂટ

તમે 80C હેઠળ રૂ.1.5 લાખ સુધીના રોકાણ પર ટેક્સ રાહત મેળવી શકો છો. તમે 80C હેઠળ પબ્લિક પ્રોવિડન્ટ ફંડ, જીવન વીમો અને મેડિક્લેમ પર રૂ.1.5 લાખ સુધી રોકાણ કરી શકો છો.
 
એનપીએસમાં રૂ.50,000 રોકાણ પર મળશે છૂટ

ન્યુ પેન્શન સ્કીમ એટલે કે એનપીએસમાં રૂ.50,000ના રોકાણ પર તમને ટેક્સ રાહત મળી શકે છે.
 
રૂ.2.5 લાખ સુધી હોમલોનના ઇન્ટરેસ્ટ પર મળી શકે છે છૂટ

જો તમે હોમલોન લીધી હોય તો હોમલોન પરના વ્ટાજ પર રૂ.2 લાખ સુધી છૂટ મળી શકે છે. તે માટે જરૂરી છે કે તમને મકાનનું પઝેશન મળ્યું હોય. પરંતુ તમે પ્રથમવાર ઘર ખરીદ્યું હોય તો તમે રૂ.2.5 લાખ સુધી વ્યાજ પર ટેક્સની રાહત મેળવી શકો છો.
 
સેલરી ક્લાસ અને બિઝનેસમેન બંને લોકો માટે છે આ ઓપ્શન

પ્રીતિ ખુરાના કહે છે કે રૂ.7.5 લાખ રૂપિયા સુધીની વાર્ષિક ઇન્કમ પર ટેક્સ બચાવવા માટે આ ઓપ્શન્સનો ઉપયોગ પગારદાર તેમજ બિઝનેસમેન એમ બંને લોકો કરી શકે છે. આ રીતે સેલરી ક્લાસ કે બિઝનેસમેને રૂ.7.5 લાખ સુધીની વાર્ષિક આવક પર કોઇ ટેક્સ આપવો નહિ પડે.
(Taxation Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Budget 2017 Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: take full tax relief of investment, you will not have to pay tax up to 7.5 lakh annual income
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.