• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Budget 2017 »Taxation» People Want Hike In Income Tax Exemption Limit

બજેટ પર moneybhaskarનો સર્વે: 5 લાખની થાય આઇટી છૂટ, વધે ખેડૂતોની આવક

નવી દિલ્હીઃસામાન્ય લોકો ઇચ્છે છે કે આગામી બજેટમાં સરકાર ઇન્કમ ટેક્સની મર્યાદા વધારીને લોકોને રાહત આપે. અને ખેડૂતોની આવક વધારવા અસરકારક પગલા ભરે. આ ઉપરાંત લોકો યુવાઓન રોજગારી પૂરી પાડવા માટે સરકાર તરફથી નક્કર પગલાની આશા રાખી રહ્યા છે. મનીભાસ્કર ડોટ કોમ દ્ધારા આગામી બજેટને લઇને લોકોનો મત જાણવા કરવામાં આવેલા સર્વે સાંભળો નાણાંમંત્રીજીમાં આ નિષ્કર્ષ સામે આવ્યો છે.
 
ટેક્સ છૂટની લિમિટ હોય 5 લાખ રૂપિયા
 
મનીભાસ્કર.કોમના સર્વેમાં લગભગ 14 ટકા લોકોએ ઇન્કમટેક્સની છૂટની લિમિટ વધારીને 5 લાખ રૂપિયા કરવાની માંગ કરી છે. લોકોનું કહેવું છે કે હાલના સમયમાં ઇન્કમ ટેક્સ ભરનારા સેલેરીડ ક્લાસની સંખ્યા સૌથી વધુ છે. ત્યારે સરકારે આવા લોકોને રાહત આપવી જોઇએ.
 
ખેડૂતોની આવકમાં થાય વધારો
 
સર્વેમાં લગભગ 10 ટકા લોકોએ માંગ કરી છે કે સરકાર ખેડૂતોની આવક વધારવા અને તેમની જીવન સ્તરને સુધારવા માટે પગલા ભરે. જેમાં ખેડૂતોના દેવા માફ કરવા અને ઉત્પાદન વધારવા માટે પગલા સામેલ છે. લોકોનું કહેવું છે કે ખેડૂતોની આવકમાં વધારો થવાથી દેશમાં વિકાસની રફતાર વધશે.
 
રોજગારીને મળે પ્રોત્સાહન
 
સર્વેમાં લગભગ 3 ટકા લોકોએ માંગ કરી કે સરકાર દેશમાં રોજગારી ઉભી કરવા માટે પગલા ભરે જેનાથી મોટી સંખ્યામાં યુવાઓને નોકરી મળી શકે. આ ઉપરાંત, લોકોએ માંગ કરી છે કે બેરોજગાર લોકોને બેન્કમાંથી લોન ઉપલબ્ધ કરાવવાની પ્રક્રિયા સરળ અને પારદર્શી બનાવાય જેનાથી તે બિઝનેસ શરૂ કરી શકે.
 
આગળની સ્લાઇડમાં વાંચો પ્રાઇવેટ સેકટરને લઇને શું છે લોકોની માંગ....
(Taxation Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Budget 2017 Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: People Want Hike In Income Tax Exemption Limit
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.