• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Budget 2017 »Taxation» Government Change The Tax Slab Rate For Income Taxpayer

બજેટ 2017: 3 લાખ રૂપિયાથી વધુનું નહિ કરી શકો કેશ ટ્રાન્ઝેકશન, જાણો બજેટની 6 મુખ્ય વાતો

બજેટ 2017: 3 લાખ રૂપિયાથી વધુનું નહિ કરી શકો કેશ ટ્રાન્ઝેકશન, જાણો બજેટની 6 મુખ્ય વાતો
નવી દિલ્હીઃનાણાં મંત્રી અરણ જેટલી એ વર્ષ 2017-18નું બજેટ રજૂ કર્યું છે. આ અંતર્ગત મિડલ કલાસને રાહત આપતા ઈન્કમ ટેકસમાં રેટમાં ફેરફાર કર્યો છે. નવા પ્રાવધાન મુજબ 2.5થી 5 લાખ રૂપિયા સુધીની ઈન્કમ પર માત્ર 5 ટકા જ ટેકસ આપવાનો રહેશે. હાલ આ બ્રેકેટમાં 10 ટકા ટેકસ આપવો પડતો હતો. સાથે જ 3 લાખ રૂપિયાથી વધુનું કેશ ટ્રાન્ઝેકશન થઈ શકશે નહિ. જેટલી એ આ સિવાય એસએમઈને મોટી રાહત આપી છે. સાથે જ પોલિટિકલ પાર્ટિઓને બાનમાં લીધી છે. જોકે જીએસટીના કારણે ઈન્ડાયરેકટ ટેકસ રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જેના કારણે પ્રોડકટની કિંમતોમાં કોઈ ફરક પડશે નહિ. ચાલો જાણીએ બજેટની આ 6 વાતો...
 
2.5થી 5 લાખ રૂપિયા ઈન્કમ પર 5 ટકા ટેકસ
 
હાલ 2.5 લાખ રૂપિયા સુધીની ઈન્કમ પર કોઈ પર્સનલ ટેકસ આપવો પડતો નથી. આ સ્લેબમાં જેટલી એ કોઈ ફેરફાર કર્યો નથી. જયારે 2.5થી 5 લાખ રૂપિયા સુધીના સ્લેબ પર 10 ટકા ટેકસ આપવો પડે છે. નવા પ્રાવધાન બાદ મા્ત્ર 5 ટકા ટેકસ આપવો પડશે. જયારે 5થી 10 લાખ રૂપિયાની ઈન્કમ પર 20 ટકા ટેકસ આપવો પડે છે. આ રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ રીતે 10 લાખ રૂપિયાથી વધુની ઈન્કમ પર 30 ટકા ટેકસ લાગે છે. જેમાં પણ જેટલી એ કોઈ ફેરફાર કર્યો નથી.
 
50 લાખથી 1 કરોડની ઈન્કમ પર 10 ટકા સરચાર્જ
 
બજેટમાં આ જ રીતે 50 લાખ રૂપિયાથી વધુ વાર્ષિક ઈન્કમ ધરાવતા લોકો માટે સરચાર્જનો પ્રાવધાન છે. આ પ્રપોઝલમાં 50 લાખથી વધુ અને 1 કરોડ રૂપિયા સુધીની ઈન્કમ પર ટેકસેબલ ઈન્કમ પર 30 ટકા ટેકસની સાથે 10 ટકા સરચાર્જ આપવો પડશે. જયારે એક કરોડ રૂપિયાથી વધુની ઈન્કમ ધરાવતા લોકો એ 30 ટકા ટેકસ અને 15 ટકા સરચાર્જ આપવો પડશે.
 
1. 2.5થી 5 લાખ રૂપિયા સુધીની ઈન્કમ પર 10ની જગ્યાએ 5 ટકા ટેકસ
2. 50 લાખથી 1 કરોડની ઈન્કમ પર 10 ટકા સરચાર્જ
3. 1 કરોડ રૂપિયાથી વધુ ઈન્કમ પર 15 ટકા સરચાર્જ
4. રાજકીય પાર્ટીઓ 2000થી વધુનું ડોનેશન કેશમાં લઈ શકશે નહિ.
5. એસએમઈને 50 કરોડ રૂપિયા સુધીના ટર્ન ઓવર પર 25 ટકા કોર્પોરેટ ટેકસ
6. 3 લાખ રૂપિયાથી વધુનું નહિ થાય કેશ ટ્રાન્ઝેકશન
(Taxation Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Budget 2017 Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Government Change The Tax Slab Rate For Income Taxpayer
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.