• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Budget 2017 »Taxation» Be Ready To Pay Fine If You File IT Return Late

મોડું ફાઈલ કર્યું IT રિટર્ન તો આપવો પડી શકે છે 10 હજાર રૂપિયા સુધીનો ફાઈન

મોડું ફાઈલ કર્યું IT રિટર્ન તો આપવો પડી શકે છે 10 હજાર રૂપિયા સુધીનો ફાઈન
નવી દિલ્હીઃ હવે ઈન્કમ ટેકસ રિટર્ન ફાઈલ કરવામાં બેદરકારી ભારે પડી શકે છે. બજેટમાં લેટથી રિટર્ન ફાઈલ કરવા પર 10 હજાર રૂપિયા સુધીનો ફાઈન લાગવાનો પ્રસ્તાવ છે. બીજી તરફ ઈન્કમ ટેકસ ડિપાર્ટમેન્ટ 50 લાખ રૂપિયાથી વધુ બેનામી ઈન્કમ કે એસેટના 10 વર્ષ જૂના કેસ બીજી વખત ખોલવાની તૈયારી કરી રહ્યું છે. અત્યાર સુધીમાં 6 વર્ષ જૂના મામલાઓની તપાસ થઈ શકતી હતી. લેટથી આઈટીઆર ફાઈલ કરવા પર શું છે પ્રસ્તાવ...
 
બજેટ પ્રસ્તાવના જણાવ્યા પ્રમાણે, જો તમે ડયુ ડેટ બાદ પરતું એસેસમેન્ટ વર્ષ 31 ડિસેમ્બર કે તેના પહેલા રિટર્ન ફાઈલ કરો છો તો 5 હજાર રૂપિયાનો દંડ લગાવવામાં આવશે. જો તેના કરતા પણ વધુ લેટ કરવામાં આવશે તો 10 હજાર રૂપિયાનો ફાઈન લગાવવામાં આવશે.
 
5 લાખથી ઓછી ઈન્કમ ધરાવતા લોકો પર ઓછો લાગશે ફાઈન
 
જોકે પ્રસ્તાવમાં એ પણ કહેવામાં આવ્યું છે કે 5 લાખથી ઓછી ઈન્કમ ધરાવતા લોકોને વધુ ફાઈન લાગશે નહિ. આવા મામલાઓમાં ફાઈન 1 રૂપિયાથી વધુ નહિ હોય.
 
10 વર્ષ સુધીના જૂના મામલાઓ ખોલવાનો પ્રસ્તાવ
 
સર્ચ ઓપરેશન દરમિયાન જો 50 લાખ રૂપિયાથી વધુ બેનામી આવક કે એસેટસ મળી તો ઈન્કમ ટેકસ વિભાગ 10 વર્ષ જૂના ઈન્કમ ટેકસના કેસ બીજી વખત ખોલશે. અત્યાર સુધી ડિપાર્ટમેન્ટ માત્ર 6 વર્ષ સુધીના જૂના મામલાઓની તપાસ કરી શકે છે. ફાઈનાન્સ બિલ 2017ના જણાવ્યા પ્રમાણે, નવો પ્રસ્તાવ એક એપ્રિલ 2017થી લાગૂ થશે. બાદમાં અધિકારી 2007 સુધીના મામલાઓ ફરીથી ખોલી શકશે.
 
50 લાખ રૂપિયા સુધીની ગડબડી મળવા પર ઈસ્યુ થઈ શકશે નોટિસ
 
પ્રસ્તાવના જણાવ્યા પ્રમાણે, ઓફિશર ત્યારે જ નોટીસ ઈસ્યુ કરી શકે છે, જયારે તેની પાસે એ વાતનું સબુત હોય કે  ટેકસ પેયર્સે 50 લાખ રૂપિયા કે તેના કરતા વધારાની આવક છુપાવી છે. જો કોઈ એ 50 લાખ રૂપિયાથી વધુની સંપતિ છુપાવી છે તો નોટિસ ઈસ્યુ કરવામાં આવી શકે છે.

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.