• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Budget 2017 »Market/Investor» These Budget Proposals May Impact Positive On Stock Market And Bond Market

બજેટના આ 5 નિર્ણયોના કારણે રોકાણકારોને થઇ રાહત, શેરબજારમાં આવી તેજી

બજેટના આ 5 નિર્ણયોના કારણે રોકાણકારોને થઇ રાહત, શેરબજારમાં આવી તેજી
નવી દિલ્હીઃ નાણાપ્રધાનના બજેટને આજે શેરબજારોનો હકારાત્મક પ્રતિભાવ મળ્યો છે. આ બજેટમાં એવા અનેક પગલાં લેવાયા છે જેની અસર આગામી સમયમાં સ્ટોક માર્કેટ પર જોવા મળી શકે છે. જાણીએ ક્યા છે એવા પ્રસ્તાવ.
 
કેપિટલ ગેઇન ટેક્સમાં કોઇ ફેરફાર નહિ

ઇક્વિટી પર લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સમાં કોઇ ફેરફાર નહિ થવાથી રોકાણકારોએ રાહતનો શ્વાસ લીધો છે. માર્કેટ એક્સપર્ટના જણાવ્યા અનુસાર લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સ ટેક્સને નાણાપ્રધાને ટચ નહિ કરતા રોકાણકારોની શંકા દૂર થઇ છે જેની અસર શેરબજારમાં જોવા મળી છે.
 
કોમોડિટી માર્કેટ માટે જાહેરાત

બજેટમાં એક એક્સપર્ટ કમિટિની જાહેરાત કરવામાં આવી છે, જે એગ્રી સેક્ટરમાં ડેરિવેટિવ્ઝ માર્કેટ અને સ્પોટ માર્કેટને ઇન્ટિગ્રેટ કરવા માટે ફ્રેમવર્ક બનાવશે.
 
મસાલા બોન્ડને મળશે ટેક્સ છૂટ
 
રૂપિયા આધારીત ઓફશોર બોન્ડ એટલે કે મસાલા બોન્ડ પર ટેક્સ છૂટની જાહેરાત કરવામાં આવી છે. બોન્ડ પર ટીડીએસ દર પર છૂટ જૂન 2017 સુધી વધારવામાં આવી છે. હાલમાં છૂટ પછી મસાલા બોન્ડ પર 5 ટકા ટેક્સ છે. 
 
રાજીવ ગાંધી ઇક્વિટી સ્કીમમાંથી ટેક્સ દૂર થશે

સરકારે રાજીવ ગાંધી ઇક્વિટી સ્કીમ પર મળતી ટેક્સ છૂટને નાબૂદ કરવાની જાહેરાત કરી છે. સરકારના જણાવ્યા અનુસાર, આ યોજનાનો લાભ લેનારા લોકોની સંખ્યા ઘણી ઓછી હોવાથી આ પગલું લેવામાં આવ્યું છે. આ સ્કીમની જાહેરાત 2012-13ના બજેટમાં કરવામાં આવી હતી. આ સ્કીમમાં શેરબજારમાં પ્રથમવાર પ્રવેશ કરનાર લોકોને ટેક્સમાં છૂટ આપવાની જોગવાઇ હતી. જોકે, તે માટે આવકની મર્યાદા 10 લાખ રૂપિયા રાખવામાં આવી હતી. આ નિર્ણય 2918-19ના એસેસમેન્ટ ઇયરથી લાગુ પડશે.
 
હાઇ નેટવર્થ એનબીએફસીને ફંડ એકત્ર કરવાનું બનશે સરળ
 
બજેટના પ્રસ્તાવો અનુસાર, હાઇ નેટવર્થ એનબીએફસી આઇપીઓમાં બેન્કો અને ઇન્સ્યોરન્સ કંપનીઓની જેમ રોકાણ કરી શકશે. પ્રસ્તાવ અનુસાર, એક નિશ્ચિત નેટવર્થ પર એનબીએફસીને ક્વોલિફાઇડ ઇન્સ્ટીટ્યુશનલ બાયર્સની કેટેગરીમાં રાખવામાં આવશે. તેનાથી આઇપીઓમાં તેઓ એક ખાસ ક્વોટામાં બિડ કરી શકશે. નાણાપ્રધાનના જણાવ્યા અનુસાર, તેનાથી આઇપીઓ માર્કેટ વધુ મજબૂત બનશે અને રોકાણની નવી તકો ખુલશે.
(Market/Investor Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Budget 2017 Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: these budget proposals may impact positive on stock market and bond market
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.